ઈતિહાસ, ગુજરાતી, રસાયણ શાસ્ત્ર સહિતનાં ૧૮ ભવનોમાં એકસ્ટ્રા વર્ગોનું આયોજન: અધ્યાપકોની કામગીરીને કુલપતિએ બીરદાવી
સૌ.યુનિ.ના જુદા જુદા અનુસ્નાતક ભવનોમાં અધ્યાપકો અને છાત્રો તેમના રેગ્યુલર અભ્યાસ સમય કરતા વધારાનો સમય ફાળવી ૩૦ થી ૬૦ કલાકનું નિ:શુલ્ક કોચીંગ કરાવવામાં આવે છે. આજ સુધીમાં અંદાજીત ૫૦૦૦થી વધારે વિદ્યાર્થીઓને જુદા જુદા વિષયોમાં તાલીમો આપવામાં આવે છે. તાજેતરમાં ૧૪ જેટલા અનુસ્નાતક ભવનોમાં યુજીસી નેટ, સ્લેટને રેમેડીયલ કોચીંગના વર્ગો શરૂ થવાના છે.
યુજીસી નેટ સ્લેટ અને રેમેડીયલ કોચીંગના વર્ગોનું ઉદઘાટન કુલપતિ પ્રો. નિલાંબરીબેન દવેના અધ્યક્ષ સ્થાને રસાયણશાસ્ત્ર ભવન, ગુજરાતી ભવન, ઈતિહાસ ભવન ખાતે કરવામાં આવેલ જેમાં રસાયણશાસ્ત્ર ભવનનાં અધ્યક્ષ પ્રો. એચ.એસ. જોષી, ભવનનાં કો.ઓર્ડીનેટર ડો. રંજનબેન ખૂંટ, ઈતિહાસ ભવનનાં અધ્યક્ષ સિન્ડીકેટ સદસ્ય પ્રો. પ્રફૂલ્લાબેન રાવલ, પ્રો. કલ્પનાબેન માણેક, ભવનનાં કો.ઓર્ડીનેટર પ્રો. અનસુયાબેન ચોથાણી, ગુજરાતી ભવનનાં અધ્યક્ષ પ્રો. નીતીનભાઈ વડગામા, પ્રો. બીપીનભાઈ આશર, ભવન કો.ઓર્ડીનેટર પ્રો.દિપકભાઈ પટેલ અને સીસીડીસીનાં સંયોજક પ્રો. નિકેશભાઈ શાહ ઉપસ્થિત રહેલ કુલપતિ પ્રો. દવેએ વધારાનો સમય ફાળવી વિદ્યાર્થીઓની કારકીર્દીલક્ષી કામગીરીમાં જોડાતા કેમ્પસનાં અધ્યાપકોને અભિનંદન પશંવેલ અને વિદ્યાર્થીઓને મહત્તમ લાભ લેવા અનુરોધ કરેલ હતો.
રેમેડીયલ અને યુ.જી.સી નેટ, સ્લેટ કોચીંગને સફળ બનાવવા ટીમ સીસીડીસીનાં સુમિતભાઈ મહેતા, ચિરાગભાઈ તલાટીયા, દિપ્તીબેન ભલાણી, આશીષભાઈ કીડીયા હિરાબેન કિડીયા, સોનલબેન નિમ્બાર્ક જહેમત ઉઠાવેલ હતી.