ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં ધર્મ અને આધ્યાત્મનો અનેરો સંગમ જોવા મળે છે. તેમજ ભારતમાં હિન્દુ દેવી દેવતાઓના અનેકો મંદિર આવેલાં છે. અને એ તમામ મંદિરની સાથે કોઇને કોઇ ઐતિહાસિક માન્યતા જોડાયેલી છે. ત્યારે આ તમામ મંદિરમાં સ્થાપિત ભગવાનનાં દર્શન કરવા ભક્તો આતુર હોય છે. અને દર્શન કરી પુણ્ય કમાવવાનું પણ એક લ્હાવો છે. ત્યારે આપણે એક એવા મંદિર વિશે જાણીશું જ્યાં ભક્તો ખાલી બહારથી હાથ જોડી ચાલ્યા જાય છે. અને અંદર પ્રવેશવાની હિંમત પણ નથી કરતા દેશનું એક પ્રાચીન અને ઐતિહાસિક મંદિર એટલે હિમાચલ પ્રદેશના ચંબા પાસે આવેલાં એક કસ્બામાં સ્થિત ધર્મરાજ એટલે કે મૃત્યુનાં દેવતા યમરાજનું મંદિર. યમરાજનું આ મંદિર જેમાં તો એક સામાન્ય ઘર જેવું જ દેખાય છે. જેમાં અંદર પ્રવેશ કરવાથી લોકો ખચકાય છે અને બહારથી જ પ્રણામ કરી ચાલતી પકડે છે. આ મંદિર સાથે જોડાયેલી ધર્મરાજની કેટલીક ખાસ બાબતો છે જેમાં આ મંદિરની અંદર એક રુમ ચિત્રગુપ્તના નામે છે. જ્યાં ચિત્રગુપ્ત લોકોનાં લેખાજોખાનાો હિસાબ રાખે છે. તેમજ માનવામાં આવે છે કે જ્યારે પણ કોઇનું મૃત્યુ થાય છે ત્યારે યમરાજના દૂત સાૈથી પહેલાં તે વ્યક્તિની આત્માને આ મંદિરનાં ચિત્રગુપ્તની સામે લાવે છે. અને ચિત્રગુપ્ત તેના કર્મોનું એનાલિસિસ કરે છે. ત્યાર બાદ યમરાજની કચેરીમાં લઇ જવામાં આવે છે.

લોકમાન્યતા અનુસાર આ મંદિરમાં ચાર અદ્રશ્ય દ્વાર છે જે સ્વર્ગ, રજત, તાંબુ અને લોખંડના બનેલાં છે. અને યમરાજનાં નિર્ણય મુજબ આત્માને તેના કર્મો અનુસારના દ્વારમાં મોકલવામાં આવે છે. તદ્ ઉપરાંત ગરુડ પુરાણમાં પણ આ પ્રકારના ચાર દ્વારનો ઉલ્લેખ દર્શાવાયો છે. ખાસ વાતતો એ છે કે ભલે ને જીવતા લોકો ત્યાં પ્રવેશ કરવાથી ડરતા હોય પરંતુ મૃત્યુ બાદ તો ત્યાં જ આવવાનું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.