ચંદ્ર પર કોઈપણ દેશ વિજ્ઞાન સંબંધિત સંશોધન કાર્ય કરી શકે છે નહીં કે રહેવા માટે ઉપયોગ

ચંદ્રયાન 3ને સફળતા મળ્યા બાદ હવે ચંદ્ર પર જમીનો વહેંચવાની શરૂ થઈ ગઈ છે અને લોકો ચંદ્ર પર જમીનના ટુકડાઓ ખરીદી રહ્યા છે પરંતુ ખરા અર્થમાં જાણવા જેવું એ છે કે શું ચંદ્ર કોઇની જાગીર બની શકે ખરા તો જવાબ છે ના. ચંદ્ર ઉપર મનુષ્ય સંબંધી વિજ્ઞાન અંગે રિસર્ચ કરી શકાય છે પરંતુ ચંદ્રની જમીન ની વહેચણી કરી શકાતી નથી જે માટે વર્ષો પહેલા એક ટ્રીટી પણ સાઇન કરવામાં આવી છે જેમાં વિશ્વના વિવિધ દેશોએ હસ્તાક્ષર કર્યા છે.

ચંદ્ર પર હજુ સુધી લોકો વસ્યા નથી પરંતુ પહેલેથી જ ઘણી સંસ્થાઓ ત્યાંની જમીન વેચવા લાગી છે.ઘણા સેલેબ્રિટી સહિત સામાન્ય લોકો ચંદ્ર પર જમીન ખરીદવા લાગ્યા છે.ઘણી એવી વેબસાઇટ છે કે જેના પર ચંદ્ર પર જમીન વેચવાના દાવા કરવામાં આવે છે. પરંતુ ખરેખર ચંદ્રની માલિકી કોની પાસે છે? શું ત્યાંની જમીનની કોઈ લે-વેચ કરી શકે? ભારતે એક આંતરરાષ્ટ્રીય સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે, જે કોઈ પણ વ્યક્તિને અંતરિક્ષના કોઈ પણ ભાગમાં કંઈક ખરીદવા અથવા પોતાનો દાવો કરતા રોકે છે.1967થી પ્રભાવી આ સમજૂતીને ’ધ આઉટર સ્પેસ ટ્રીટી’ના નામે ઓળખવામાં આવે છે. આ સમજૂતી પર ભારત સહિત 100 દેશોએ હસ્તાક્ષર કર્યા છે. ટ્રીટીના એક આર્ટિકલ પ્રમાણે,આઉટર સ્પેસનો ઉપયોગ ગમે તે દેશ પોતાના આર્થિક અને વૈજ્ઞાનિક વિકાસ માટે કરી શકે છે.અહીં આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે ગમે તે વ્યક્તિ જઈ શકે છે. અહીં વૈજ્ઞાનિક પ્રયોગો કરવાની દરેકને છૂટ છે. દરેક દેશને અહીં સંશોધન કરવા માટે પ્રોત્સાહન મળવું જોઈએ. ટ્રીટીના અન્ય એક આર્ટિકલ પ્રમાણે આઉટર સ્પેસ જેમાં ચંદ્ર પણ સામેલ છે, તે એક કોમન હેરિટેજ છે.કોમન હેરિટેજ એટલે કે કોઈ પણ વ્યક્તિ તેનો ખાનગી ઉપયોગ કરી શકતી નથી.

આઉટર સ્પેસ ટ્રીટી 1967 મુજબ, કોઈપણ દેશ કે વ્યક્તિને અવકાશમાં અથવા ચંદ્ર કે અન્ય ગ્રહો પર અધિકાર નથી. આઉટર સ્પેસ ટ્રીટી મુજબ ચંદ્ર પર કોઈપણ દેશનો ધ્વજ ફરકાવી શકાય છે, પરંતુ કોઈ પણ વ્યક્તિ ચંદ્રનો માલિક બની શકતો નથી. આઉટર સ્પેસ ટ્રીટી એ કેટલાક કામો અને નિયમોની સૂચિ છે, જેમાં લેખિતમાં હસ્તાક્ષર કરીને 2019 સુધી કુલ 109 દેશો તેમાં જોડાયા છે. 23 અન્ય દેશોએ પણ તેના પર હસ્તાક્ષર કર્યા છે પરંતુ તેમને હજુ સુધી માન્યતા મળી નથી. આ સંધિમાં લખવામાં આવ્યું છે કે ચંદ્ર પર કોઈપણ દેશ વિજ્ઞાન સંબંધિત સંશોધન કાર્ય કરી શકે છે અને તેનો ઉપયોગ મનુષ્યના વિકાસ માટે કરી શકે છે પરંતુ તેને પકડી શકતો નથી.હવે આવતા અને સૌથી મોટા પ્રશ્ન પર આવીએ છીએ. સવાલ એ છે કે જ્યારે ચંદ્ર પર કોઈ દેશનો માલિકી હક્ક નથી તો પછી કંપનીઓ ચંદ્ર પર જમીન કેવી રીતે વેચી રહી છે.

અંતરીક્ષને સુરક્ષિત રાખવા વિશ્વ દેશો દ્વારા કરાય છે સમજૂતી

અંતરીક્ષને સુરક્ષિત રાખવા માટે જે ટ્રિટિ પર વિવિધ દેશોએ હસ્તાક્ષર કર્યા છે તેમાં એ વાતની પણ સમજૂતી કરાઈ છે કે જે પણ દેશ અંતરિક્ષમાં અંતરીક્ષ યાત્રીને મોકલે તેને સફળતાપૂર્વક પૃથ્વી પર પાછા લાવવા જરૂરી છે. એટલું જ નહીં જે દેશ દ્વારા અવકાશયાત્રીને મોકલવામાં આવ્યા હોય તે અવકાશયાત્રી અન્ય દેશમાં પણ ઉતરી શકે છે. બીજી તરફ કોઈ પણ દેશ દ્વારા અંતરિક્ષમાં કોઈ રિસર્ચ અથવા શોધ માટે કોઈ કાર્ય હાથ ધર્યું હોય અને પરિણામ સ્વરૂપે અંતરીક્ષિણમાં જોખમ ઊભું થાય તો તેની જવાબદારી અને વળતર જે તે દેશે ભોગવવું પડે છે. એક દેશો કે જે અવકાશમાં રિસર્ચ કરી રહ્યા હોય તેઓએ પોતાના દરેક ડેટાને હસ્તાક્ષર કરેલા દેશો સાથે શેર કરવા જરૂરી છે.

ચંદ્ર ઉપર શુ કામો ન થઈ શકે ?

ચંદ્ર ઉપર કોઈપણ દેશ ન્યુક્લિયર હથિયારો કે અન્ય હથિયાર કે જે વિધવંશ સર્જે તેને રાખી શકતા નથી એટલું જ નહીં કોઈપણ દેશ કોઈ પણ પ્રકારની વસ્તુ કે જે અંતરિક્ષને નુકસાન પહોંચાડે તે પણ રાખી શકાતું નથી ત્યારે ચંદ્ર પર જમીન ખરીદી કોઈપણ રીતે શક્ય નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.