એસીઝનો ત્રીજો ટેસ્ટ ‘એસિડ’ સાબિત થશે
બીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયા ચાર વિકેટ ગુમાવી 116 રન બનાવ્યા , 142 રનની લીડ મેળવી
ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડ સામેની ત્રીજી એશિઝ ટેસ્ટમાં ભારે ચડાવ-ઉતાર બાદ બીજા દિવસના અંતે કુલ મળીને 142 રનની સરસાઈ મેળવી લીધી હતી. જોકે આ દરમિયાન તેમણે ચાર વિકેટ ગુમાવી હતી. ઓસ્ટ્રેલિયાના પ્રથમ ઈનિંગના 263ના સ્કોર સામે ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગ 237 રનમાં સમેટાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ આ સાથે 26 રનની સરસાઈ મેળવી લીધી હતી. ઓસ્ટ્રેલિયાએ બીજી ઈનિંગમાં 47 ઓવરમાં 4 વિકેટે 114 રન નોંધાવ્યા હતા.
ઈંગ્લેન્ડે તેની પ્રથમ ઈનિંગ 68 રનમાં 3 વિકેટથી બીજા દિવસે આગળ ધપાવી હતી. જોકે તેઓ રુટ 19 રન, બેરસ્ટો 12 રન, મોઈન અલી 21 રન અને વોક્સ 10 રન બનાવી પોતાની વિકેટ ગુમાવી હતી. સ્ટોક્સે વનડેની જેમ છ ચોગ્ગા અને પાંચ છગ્ગા સાથે 108 બોલમાં 80 રન ફટકાર્યા હતા.
ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગની શરુઆત સારી રહી નહતી. વોર્નર 1 રને બ્રોડનો શિકાર બન્યો હતો. મોઈન અલીએ લાબુશેનને 33 રન અને સ્મિથ 2 રન બનાવી આઈટ થયો હતો.. ખ્વાજાની 43 રનની ઈનિંગના સંઘર્ષનો અંત વોક્સે આણ્યો હતો. હેડ 18 અને મિચેલ માર્શ 17 રને ક્રિઝ પર હતા. હાલ એસીઝ ટેસ્ટ એસિડ સાબિત થઈ રહ્યો છે. પ્રથમ બંને ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ મોટા માર્જિનથી જીત મેળવી હતી ત્યારે ત્રીજા ટેસ્ટમાં ન જીવી સરસાઈ ઓસ્ટ્રેલિયાને મળી છે ત્યારે સાહેબ શું ઇંગ્લેન્ડ પર ભારી પડશે કે કેમ કારણકે બીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ 4 મહત્વપૂર્ણ વિકેટ પડી ગઈ છે અને ટીમે 116 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયા પાસે 142 રનની લીડ પડેલી છે ત્યારે જો ઇંગ્લેન્ડ કાંગારૂને 200 રનની અંદર સીમિત રાખે તો તેમના માટે ટેસ્ટ જીતવો સરળ બની જશે.