કોરોના સંકટને ધ્યાને રાખી મુખ્ય ન્યાયધિશ વિક્રમ નાથને શું? ‘તમે જીવન જોખમમાં મુકવા માંગો છો?’ તેવો વકીલોને પ્રશ્નકર્યો

સુપ્રીમ કોર્ટ બાદ ગુજરાત હાઇકોર્ટ ઇ-મેલ અને વીડિયો કોન્ફરન્સથી હીયરીંગ કરવા અંગે સર્વે હાથ ધરાયો

કોરોનાની મહામારીના કારણે સમગ્ર વિશ્વની જીવન શૈલીમાં બદલાવ આવી ગયો છે ત્યારે કોર્ટની મહત્વની કામગીરીમાં પણ બદલાવ લાવવો જરૂરી જણાતો હોય તેમ તાજેતરમાં જ સુપ્રિમ કોર્ટમાં અરજદારની હાજરી વિના જેટલું કામ થઇ શકે તે પ્રકારે કરાવા અંગે ચર્ચા થયા બાદ ગઇકાલે હાઇકોર્ટના ચીફ જસ્ટીશ વિક્રમ નાથને પણ સુપ્રિમ કોર્ટમાં થયેલી ચર્ચા મુજબ જ પોતાનો મત વ્યક્ત કરી ‘શું તમે તમારો જીવ જોખમમાં મુકવા માંગો છો?’ તેવો સવાલ કરી ઇ-મેલ અને વીડિયો કોન્ફરન્સની મદદથી કેસની કામગીરી આગળ ધપાવવા પર ભાર મુક્યો છે.

કોરોના કારણે કોર્ટમાં મહત્વની કામગીરી અટકી ગઇ છે ત્યારે સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીશ બોબડે દ્વારા તાજેતરમાં જ ઇ-ફાઇલીંગ મોડયુલના અનાવરણ પ્રસંગે સુપ્રિમ કોર્ટથી લઇ નીચેની કોર્ટમાં સુનાવણીની રાહમાં રહેલી ફાઇલોના ખડકલા વધી રહ્યા છે અને સમયસર સુનાવણી ન થતા ન્યાયિક પ્રક્રિયામાં કેટલીંક વિસંગતા અંગેના અવાર નવાર પ્રશ્ર્ન ઉભા થઇ રહ્યા છે. ત્યારે ઇ-ફાઇલીંગ અને વીડિયો કોન્સફરન્સથી થતી સુનાવણી ઝડપી ન્યાય થઇ શકે તેમ હોવાનું અને કોરોનાથી બચી શકાય તેમ હોવાનું જણાવ્યું હતું.

કોરોના વાયરસથી સમગ્ર વિશ્ર્વમાં સજાર્યેલા સંકટના લોક ડાઉન દરમિયાન કોર્ટમાં અરજન્ટ કામગીરી જ કરવામાં આવી રહી છે. ત્યારે વકીલો દ્વારા કોર્ટ કામગીરીનો પુન: પ્રારંભ કરવા અંગે થયેલી રજૂઆત કરી હતી.

હાઇકોર્ટના ચીફ જસ્ટીશ વિક્રમ નાથને ઓપન કોર્ટમાં કામગીરી કરવી કે કોરોનાને ધ્યાને રાખી ફિઝીકલ હાજરી વિના ઇ-ફાઇલીંગ અને વીડિયો કોન્ફરન્સથી કામગીરી આગળ ધપાવવી તેવો વકીલોને પ્રશ્ર્ન કર્યો હતો અને સાથો સાથ ‘શું તમે જીવન જોખમમાં મુકવા માંગો છો?’ તેવો સવાલ પણ કર્યો હતો.

સમગ્ર રાજયમાં સૌથી વધુ અમદાવાદમાં કોરોના વાયરસ પસરી ગયો છે. અને મહામારી બેકાબુ બની છે ત્યારે અમદાવાદની હાલની પ્રવર્તમાન સ્થિતીને ધ્યાને રાખી સૌ માટે સલામતિ જરૂરી જણાવવામાં આવ્યું છે. હાઇકોર્ટની શારીરિક કામગીરી દ્વારા ઓનલાઇન કામગીરી કરવી કે જુની પધ્ધતિ મુજબ અરજદારની હાજરી સાથે કામગીરી કરવા માગો છો તેવો સવાલ કરતો તમામ વકીલોને પત્ર લખવામાં આવ્યો છે.

વર્તમાન સંકટ સમયે વકીલો, જજીસો, રજીસ્ટ્રીના કર્મચારીઓ, સરકારી અધિકારીઓ અને હોદેદારોની સલામતિનો મહત્વનો પ્રશ્ર્ન છે. ન્યાયધિશો પોતાના રહેઠાણો કામગીરી કરે અને વકીલોએ ઇ-મેલથી અરજી દાખલ કરવાની સાથે પ્રશ્ર્નાવલીની નોંધ કરાવા અંગે ચીફ જસ્ટીશ વિક્રમ નાથને પત્રમાં જણાવ્યું છે.

હાઇકોર્ટ બાર એસોસિએશન દ્વારા કોર્ટ કામગીરી પુન: શરૂ કરવાની થયેલી માંગના પ્રત્યુતરમાં હાઇકોર્ટ ચીફ જસ્ટીસ વિક્રમ નાથન દ્વારા હાઇકોર્ટના તમામ એડવોકેટોને પત્ર પાઠવી હાલની સંકટની પરિસ્થિતિને

ધ્યાનમાં રાખી વર્ચ્યુઅલ કોર્ટમાં કામગીરી કરવી છે કે જુની પદ્ધતિ મુજબ કામગીરી કરી જીવનો જોખમ વધારવું છે તેવો સવાલ કર્યો છે.

વર્ચ્યુઅલ કામગીરીથી અરજદારોનો સમય અને પૈસા બચી શકે તેમ છે ત્યારે ઝડપી અને સસ્તા ન્યાયની પ્રાધાન્ય આપી હાલની પરિસ્થિતિમાં તમામ એડવોકેટોએ સહયોગ આપવો જરૂરી બન્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.