એન્જિનીયરીંગના ત્રીજા વર્ષમાં નાપાસ થતા અંધેરી (વેસ્ટ) સ્થિત હોટેલમાં રહેતા અર્જુન ભારદ્વાજે આપઘાત કરી મોતને વ્હાલુ કર્યુ
આજના આધુનિક યુગમાં સોશ્યલ મીડિયાનો ઉપયોગ વધી રહ્યો છે. લોકો તમામ પ્રકારની ક્રિયા-પ્રતિક્રિયા સોશ્યલ મીડિયા પર અપલોડ કરતા હોય છે. જ્યારે હાલ, સોશ્યલ મીડિયા પર એન્જીનીયરીંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહેલા એક વિદ્યાર્થીએ મુંબઇના બાંદ્રાની એક ફાઇવસ્ટાર હોટેલના ૧૯મા માળેથી આપઘાત કરતા પહેલાનો એક વિડીયો અપલોડ કર્યો હતો.
એન્જીનીયરીંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરનાર આ વિદ્યાર્થીનું નામ અર્જુન ભારદ્વાજ છે. તેણે લગભગ સાડા છ વાગ્યાની આસપાસ હોટેલ ‚મનો કાચ તોડી ૧૯મા માળેથી કુદકો માટી મોતને વ્હાલુ કર્યુ હતું. હોટેલ ‚મ નંબર ૧૯૨૫માંથી તેણે કુદકો માર્યો હતો. હોટેલ‚મમાંથી બાંદ્રા પોલીસને એક પત્ર મળી આવ્યો હતો. આપઘાત પહેલાનો અપડેટ કરેલો વિડીયો એક મીનીટ અને ૪૩ સેક્ધડનો છે.
બાંદ્રા પોલીસ સ્ટેશનના એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, વીડિયોમાં અર્જુન ભારદ્વાજ સીગારેટ અને આલ્કોહોલનું સેવન કરતો નજરે ચડે છે. તેણે આ વિડીયો આપઘાત કર્યા પહેલા અપડેટ કર્યો છે. હોટેલ‚મમાંથી મળેલ પત્રમાં તેણે જણાવ્યું હતું કે, તે ખુબજ દબાણ હેઠળ હતો તે જીંદગીથી ખુબજ કંટાળી ગયો હોવાથી તેને આ પગલુ ભરેલ છે. તેણે એ પણ પત્રમાં લખ્યું હતું કે, તેના આ આપઘાત પાછળ કોઇપણ જવાબદાર નથી. આ પગલુ ભરવા માટે તે તેના માતા-પિતાને માફી માંગે છે.
તપાસકારોએ જણાવ્યું કે, અર્જુન ભારદ્વાજ છેલ્લા ચાર વર્ષથી અંધેરી (વેસ્ટ) સ્થિત ફાઇવ સ્ટાર હોટેલમાં મહેમાન તરીકે રહેતો હતો. તે એન્જીનીયરીંગના ત્રીજા વર્ષની પરીક્ષામાં નાપાસ થવાથી ખુબજ દબાણહેઠળ હતો. આ નિષ્ફળતાથી તેણે આ પગલુ ભર્યુ હોવાનું તારણ સામે આવ્યું છે.