સેરેબલ પાલ્સીના રોગથી ૨૩ વર્ષિય યુવાન પુત્રીને ઈચ્છા મૃત્યુ આપવા માટે પિતાની હાઈકોર્ટમાં અરજી: હાઈકોર્ટે રાજય સરકારને નોટિસ આપી જવાબ માંગ્યો
સેરેબલ પાલ્સી નામના મગજના જ્ઞાનતંતુના અસાધ્ય રોગથી પીડાતી ૨૩ વર્ષિય યુવાન દીકરીને ઈચ્છામૃત્યુ આપવા તેના પિતા ગુજરાત હાઈકોટમાં અરજી કરતા ચકચાર મચી જવા પામી છે. આ અરજીમાં પિતાએ દાવો કર્યો છે કે આ રોગના કારણે તેની દીકરી લાંબા સમયથી હલનચલન પણ કરી શકતી નથી જેથી તેને ઈચ્છા મૃત્યુ આપીને પીડામાંથી છૂટકારો આપવા માંગ કરી છે. આ અરજી અંગે ગુજરાત હાઈકોર્ટે ગઈકાલે રાજય સરકારને નોટીસ પાઠવીને અંગે સરકારનો જવાબ માંગ્યો છે.
હાઈકોર્ટના ન્યાયમૂર્તિ એ.વાય કોગજેએ સરકાર અને અમદાવાદ સીવીલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટને વૈદૈહીના નિસહાય પિતા દેવેન્દ્ર રાજગોરની અરજી સંદર્ભે નોટીસ ઈશ્યુ કરી છે. દીકરીની જીવનના અંતની મંજૂરીની આ અરજીમાં રાજગોર તેમની બે દિકરીઓમાંથી સૌથી મોટી દીકરી વૈદૈહી અસાધ્યરોગ શેરેબલ પાલ્સીના કારણે મગજનો વિકાસ અટકી ગયાની પરિસ્થિતિમાં પોતાની પુત્રી હલી પણ શકતી નથી અને તેની હાલત દિવસેને દિવસે બગડતી જાય છે. ખાવાપીવામાં બોલવામાં હલવા અને હવે તો સાંભળવામાં પણ સમસ્યાઓ શ‚ થઈ ગઈ છે.
પોતાની દીકરી જીવતા શબ જેવી પરિસ્થિતિમાં ધકેલાય ગઈ છે.તેને સામાન્ય કામ માટે પણ પરિવારના સભ્યો પર નિર્ભર રહેવું પડે છે. તબીબોના મત મુજબ તે કયારેય સાજી નહી થાય અને કયારેય સામાન્ય જીવન જીવી નહી શકે તે શ્ર્વાસ લઈ શકે છે. જોઈ શકે છે. સમજી શકે છે. પરંતુ તે માત્ર જીવતા સબની જેમ પથારીમાં પડી રહેવા મજબૂર બની છે. પોતાની દીકરીને મોતના મુખમાં દરરોજધકેલાતી જોવાની સ્થિતિમાં હવે પોતે નથી તેવું જણાવી નિસહાય પિતાએ પોતાની પુત્રી વૈદેહીને જીવનની સમાપ્તી માટે પિતાએ હાઈકોર્ટમાં અરજી કરી છે.