ગૌ આધારીત ટૂરીઝમનો પાયો નખાશે: ગૌમુત્ર અને છાણમાંથી બનતી પ્રોડકટ વિશે બે દિવસની ‘નિશાળ’
ગૌરક્ષા અને ગૌમાતાને સમાજમાં ફરીથી સ્થાન મળે તેવા હેતુથી સરકાર તેમજ અનેક સંસ્થાઓ કાર્યરત છે. સરકારે ગૌરક્ષાનો કાયદો તો ઘડી કાઢયો છે. બીજી તરફ સંસ્થાઓએ ગૌસંરક્ષણ માટે સ્વનિર્ભર થવાના પ્રયાસો કર્યા છે. પરંતુ આ પ્રયાસો ગાયોના માત્ર કોમર્શીયલ ઉપયોગને જ પ્રોત્સાહન આપી રહ્યાં હોવાનું જણાય આવે છે.
ગૌમાતાને બચાવવા તેનો કોમર્શીયલ ઉપયોગ જ એકમાત્ર રસ્તો હોવાનું સંસ્થાઓ તેમજ સરકાર માની રહી છે. આ પ્રકારના વિચાર શંકા ઉપજાવે છે. ભારતમાં જે સમયે ગૌરક્ષાને સંરક્ષણ માટે લોક લાગણી હતી ત્યારે ગાયોનું કોમશીયલાઝેશન નહોતું છતાં પણ ગાયોને સંભાળ સારી રીતે થતી હતી. ત્યારે હાલના યુગમાં સમાજ અને ગાય વચ્ચેનું અંતર દૂર કરવા તેમજ ગૌરક્ષા માટે કોમશીયલાઈઝેશન સીવાય પણ રસ્તા હોઈ શકે છે. સરકાર અને સંસ્થાઓએ આ મામલે વિચારવા જેવી ખરું.
અત્યારની પરિસ્થિતિએ સંસ્થાઓ માત્ર કોમશીયલાઈઝેશન ઉપર જ ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. ગૌમુત્ર, છાણ, દૂધ સહિતની વસ્તુઓના માધ્યમથી થતા ઉત્પાદનોથી સંસ્થાઓ નફો રળી રહી છે. જેનો ઉપયોગ ગાયના સંરક્ષણ માટે થતો હોવાનું દાવો થાય છે. ત્યારે સરકાર હવે ગાય આધારીત ટૂરીઝમને વિકસાવવા વિચારણા કરી રહી છે. લોકો ગૌ આધારિત ઉત્પાદનો ઉપર રસ‚ચી રાખે તે માટે બે દિવસના માહિતી સેમીનારનું આયોજન થયું છે.
આ મામલે ગૌસેવા આયોગના ચેરમેન વલ્લભભાઈ કથીરીયાએ કહ્યું છે કે, ગાયો સાચવવાથી મળનારા આર્થિક લાભ અંગે લોકો સમજતા થાય તે માટે ગૌ પર્યટન સા‚ પગલુ છે. મોટાભાગના લોકો એ વાતથી અજાણ છે કે, ગૌમુત્ર અને છાણમાંથી તૈયાર થતા ઉત્પાદનોથી સારી કમાણી થઈ શકે છે. ગૌ પર્યટન એટલે ધાર્મિક લાગણી અને આર્થિક વ્યવહારને એકબીજા સાથે જોડવાનો પ્રયાસ છે.
ગૌ પર્યટન અંતર્ગત રાજયમાં ગૌશાળાઓનો બે દિવસીય પ્રવાસનું આયોજન કરાશે. લોકોને ગાયો અને ગાય આધારિત ઉત્પાદનથી માહિતગાર કરાશે. હાલ અમદાવાદ રાજકોટ અને ભુજની જેલોમાં ગૌશાળા છે. તેમની સાથે સંપર્ક કરાયો છે. ગોંડલ અને અમરેલીની ગૌશાળાઓ સાથે પણ સંપર્ક સધાઈ રહ્યો છે. કેટલીક કોલેજો અને યુનિવર્સિટીઓમાં પણ ગૌશાળા શ‚ કરવા માટે ભલામણ કરવામાં આવી છે.
ગૌરક્ષા અને ગૌમાતાને સમાજમાં ફરીથી સ્થાન મળે તેવા હેતુથી સરકાર તેમજ અનેક સંસ્થાઓ કાર્યરત છે. સરકારે ગૌરક્ષાનો કાયદો તો ઘડી કાઢયો છે. બીજી તરફ સંસ્થાઓએ ગૌસંરક્ષણ માટે સ્વનિર્ભર થવાના પ્રયાસો કર્યા છે. પરંતુ આ પ્રયાસો ગાયોના માત્ર કોમર્શીયલ ઉપયોગને જ પ્રોત્સાહન આપી રહ્યાં હોવાનું જણાય આવે છે.
ગૌમાતાને બચાવવા તેનો કોમર્શીયલ ઉપયોગ જ એકમાત્ર રસ્તો હોવાનું સંસ્થાઓ તેમજ સરકાર માની રહી છે. આ પ્રકારના વિચાર શંકા ઉપજાવે છે. ભારતમાં જે સમયે ગૌરક્ષાને સંરક્ષણ માટે લોક લાગણી હતી ત્યારે ગાયોનું કોમશીયલાઝેશન નહોતું છતાં પણ ગાયોને સંભાળ સારી રીતે થતી હતી. ત્યારે હાલના યુગમાં સમાજ અને ગાય વચ્ચેનું અંતર દૂર કરવા તેમજ ગૌરક્ષા માટે કોમશીયલાઈઝેશન સીવાય પણ રસ્તા હોઈ શકે છે. સરકાર અને સંસ્થાઓએ આ મામલે વિચારવા જેવી ખરું.
અત્યારની પરિસ્થિતિએ સંસ્થાઓ માત્ર કોમશીયલાઈઝેશન ઉપર જ ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. ગૌમુત્ર, છાણ, દૂધ સહિતની વસ્તુઓના માધ્યમથી થતા ઉત્પાદનોથી સંસ્થાઓ નફો રળી રહી છે. જેનો ઉપયોગ ગાયના સંરક્ષણ માટે થતો હોવાનું દાવો થાય છે. ત્યારે સરકાર હવે ગાય આધારીત ટૂરીઝમને વિકસાવવા વિચારણા કરી રહી છે. લોકો ગૌ આધારિત ઉત્પાદનો ઉપર રસ‚ચી રાખે તે માટે બે દિવસના માહિતી સેમીનારનું આયોજન થયું છે.
આ મામલે ગૌસેવા આયોગના ચેરમેન વલ્લભભાઈ કથીરીયાએ કહ્યું છે કે, ગાયો સાચવવાથી મળનારા આર્થિક લાભ અંગે લોકો સમજતા થાય તે માટે ગૌ પર્યટન સા‚ પગલુ છે. મોટાભાગના લોકો એ વાતથી અજાણ છે કે, ગૌમુત્ર અને છાણમાંથી તૈયાર થતા ઉત્પાદનોથી સારી કમાણી થઈ શકે છે. ગૌ પર્યટન એટલે ધાર્મિક લાગણી અને આર્થિક વ્યવહારને એકબીજા સાથે જોડવાનો પ્રયાસ છે.
ગૌ પર્યટન અંતર્ગત રાજયમાં ગૌશાળાઓનો બે દિવસીય પ્રવાસનું આયોજન કરાશે. લોકોને ગાયો અને ગાય આધારિત ઉત્પાદનથી માહિતગાર કરાશે. હાલ અમદાવાદ રાજકોટ અને ભુજની જેલોમાં ગૌશાળા છે. તેમની સાથે સંપર્ક કરાયો છે. ગોંડલ અને અમરેલીની ગૌશાળાઓ સાથે પણ સંપર્ક સધાઈ રહ્યો છે. કેટલીક કોલેજો અને યુનિવર્સિટીઓમાં પણ ગૌશાળા શરૂ કરવા માટે ભલામણ કરવામાં આવી છે.