બુંદ સે ગઈ હોઝ સે નહીં આતી !!
ભારતીય ટીમના નેતૃત્વથી માંડી બેટિંગ, બોલિંગ લાઇનમાં ફેરફાર કરી ટીમ ઇન્ડિયા મેચમાં ’પરિવર્તન’ લાવી શકશે ?
એડીલેડ ખાતે રમાયેલી ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનું શરમજનક પ્રદર્શન રહ્યું હતું. વર્ષ 1974 માં ભારતીય ટીમ ફક્ત 42 રનમાં ઓલ આઉટ થઈ હતી જે ભારતનો સૌથી નીચો સ્કોર હતો પરંતુ ભારત – ઓસ્ટ્રેલિયા વચ્ચેની અંતિમ ટેસ્ટ મેચમાં ભારતનો સ્કોર ફક્ત 36 રન રહ્યો હતો જે ભારતનો સૌથી નીચો સ્કોર નોંધાયો છે. જે બાદ બીજી ટેસ્ટ મેચ માટે ટીમ ઇન્ડિયામાં ધરખમ ફેરફારો કરાય તેવી પ્રબળ શક્યતાઓ છે. બીજી ટેસ્ટ મેચ માટે ટીમ ઇન્ડિયામાં કેપ્ટનશિપથી માંડી બેટિંગ લાઇન, બોલિંગ લાઇન, વિકેટ કિપિંગ, ઓપનિંગ સહિતની તમામ બાબતોમાં ફેરફાર આવે તેવી શક્યતાઓ છે. હાલના તબક્કે અંતિમ ટેસ્ટ મેચ બાદ સમગ્ર ભારતીય ટીમનું મનોબળ તૂટ્યું છે. જે રીતે ટીમ ઇન્ડિયા ફક્ત 36 રનમાં ઓલ આઉટ થઈને પેવેલિયન પહોંચી હતી જે ભારતીય ટીમનું શરમજનક પ્રદર્શન રહ્યું હતું જેના પરિણામે હવે ટીમમાં લગભગ તમામ બાબતોમાં ફેરફાર કરવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ફેરફારની શરૂઆત કેપ્ટનશિપથી કરવામાં આવનાર છે. વિરાટ કોહલીની ગેરહાજરીમાં અજિંક્ય રહાણેને ટીમનું સુકાનીપદ સોંપવામાં આવે તેવી શકયતા છે. જે બાદ ટીમમાં નવી પ્રતિભાઓને સ્થાન આપવામાં આવશે. ટીમમાંથી પ્રિઠવી શોને સ્ટેન્ડમાં બેસાડી તેની જગ્યાએ યુવા પ્રતિભા શુભમન ગિલન સ્થાન આપવામાં આવે તેવી શક્યતાઓ હાલના તબક્કે સેવાઈ રહી છે. ઉલ્લેખનીય બાબત છે કે, ત્રીજા ટેસ્ટએચ સુધી ટીમ ઇન્ડિયના ઓપનર રોહિત શર્મા રમી શકશે નહીં જેથી શુભમન ગિલ પાસે ઓપનિંગ કરાવાય તો પણ નવાઈ નહીં. ઉપરાંત ગત મેચમાં રિદ્ધિમાન શાહાએ પણ કોઈ ખાસ પ્રદર્શન કર્યું નથી જેથી તેનઓ પણ પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ કરાશે નહીં. શાહાના સ્થાને ઋષભ પંતને સ્થાન અપાય તેવી શક્યતાઓ પ્રબળ બની છે. પંત ટીમ ઇન્ડિયાના બીજા ટેસ્ટ માટે વિકેટ કિપરની ભૂમિકામાં આવી શકે છે.
ભારતીય ટીમના સુકાની વિરાટ કોહલીની ગેરહાજરીમાં કે એલ રાહુલને સ્થાન અપાય તેવું લાગી રહ્યું છે. રાહુલે ઈંઙક દરમિયાન પંજાબ ટીમ તરફે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું એમજ સુકાનીપદ માટે પણ રાહુલ કૌશલ્ય ધરાવે છે ત્યારે કોહલી અને રહાણેના વિકલ્પ તરીકે રાહુલને સ્થાન અપાય તેવું ચોક્કસ લાગી રહ્યું છે. ગત મેચ દરમિયાન મોહંમદ શામીને ઇજા થતા હાકના તબક્કે તે મેચ રમવા સક્ષમ નથી ત્યારે મોહંમદ સીરાજની પસંદગી કરવામાં આવે તેવું લાગી રહ્યું છે. બોલિંગ લાઇનમાં સુધારા તરીકે સીરાજની પસંદગી કરાઈ શકે છે.
હાલના તબક્કે ટીમ ઇન્ડિયાની સ્થિતિ અંગે જો ચર્ચા કરવામાં આઈ તો હાલ ટીમનું મનોબળ તળિયે પહોંચ્યું છે. ’ ’ક્રિકેટ ઇઝ આ મેન્ટલ ગેમ’ તેવું ઘણા સમયથી માનવામાં આવે છે ત્યારે કારમી હારને પગલે ટીમનું મનોબળ તૂટ્યું છે. નીચા મનોબળને કારણે ટેસ્ટ મેચમાં ભારતની સ્થિતિ વર્ષ 1974 વાળી ન થાય, ટીમે પાછલા દરવાજે ભારતમાં પ્રવેશ કરવો પડે તેવી પરિસ્થિતિ ન બને રો સારું. હાલ ભારતની માનસિક કસોટીનો સમય છે જે દરમિયાન ટીમે મનોબળ ગુમાવ્યા વિના સાહસિકવૃત્તિ સાથે કમબેક કરવું પડશે. જો ટીમ આ સમય શાંતિપૂર્વક પસાર કરી બહાર આવી શક્યું તો ચોક્કસ ભારત વિશ્વ વિજેતાની ભૂમિકામાં આવી શકશે. હાલ ભારતની હાલત ફિનિક્સ પક્ષી જેવી થઈ ગઈ છે જે રાખના ઢગલા પર બેઠું છે. જે રીતે ટીમ ઇન્ડિયામાં બદલાવ લાવવાની વિચારણા થઈ રહી છે જો આ ’બદલો’ કંગારું સામે બદલો લેવામાં સફળ રહી તો ચોક્કસ પરિણામ બદલાઈ શકે છે.