રાજસ્થાન હાઇકોર્ટના ચુકાદા પર હવે સુપ્રીમ લેશે અંતિમ નિર્ણય

રાજસ્થાન હાઈકોર્ટના કેદીને સંતાન માટે 15 દિવસની પેરોલ આપવાના નિર્ણયને સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે, જેના પર સુપ્રિમ કોર્ટ સુનાવણી કરવા સંમત થઈ છે. આ અરજી પર ટૂંક સમયમાં સુનાવણી થવાની શક્યતા છે. સંતાન પ્રાપ્તિ માટે કેદીને ’વેકેશન’ અપાય કે નહિ? તેના પર હવે સુપ્રીમ કોર્ટ નિર્ણય લેશે.આ સવાલ એટલા માટે કારણ કે, એપ્રિલ મહિનામાં એક કેદીની પત્નીએ સંતાન પ્રાપ્તિના અધિકારની વાત કરતા રાજસ્થાન હાઇકોર્ટની જોધપુર બેંચને પતિની પેરોલ માટેની માંગ કરી હતી. આ મહિલાનો પતિ ઉમર કેદની સજા ભોગવી રહ્યો છે.

હાઈકોર્ટના જસ્ટિસ સંદીપ મહેતા અને ફરઝંદ અલીએ આ વિશે જણાવ્યું હતું કે, પતિ જેલમાં હોવાને કારણે કેદીની પત્નીની શારીરિક અને ભાવનાત્મક જરૂરિયાતો પર અસર થઈ છે. જે આધાર પર 34 વર્ષના નંદલાલની 15 દિવસની પેરોલ માટેની મંજૂરી મળી હતી.ભીલવાડા કોર્ટ દ્વારા દોષિત ઠેરવ્યા બાદ કેદી નંદલાલ અજમેર સેન્ટ્રલ જેલમાં બંધ છે. તેમની પત્નીએ જિલ્લા કલેક્ટર અને પેરોલ કમિટીના અધ્યક્ષને અરજી કરી કે, તે કેદીની કાયદેસરની પત્ની છે અને અમને કોઈ સંતાન નથી.

સંતાન સુખ મળી શકે તેના માટે પતિને પેરોલ પર જેલમાંથી બહાર આવવા દેવો જોઈએ.મહિલાએ આ માટે તેના પતિના જેલમાં રહેવા દરમિયાન સારા વર્તનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમની અરજી કલેક્ટર કચેરીમાં પડતર હતી. આ મામલાની વહેલી સુનાવણી માટે તે રાજસ્થાન હાઈકોર્ટની જોધપુર બેંચમાં પહોંચી હતી.મહિલાની અરજી પર સુનાવણી કરતા રાજસ્થાન હાઈકોર્ટની જોધપુર બેન્ચે પોતાના ચુકાદામાં કહ્યું કે, કેદીની પત્નીએ તો કોઇ ગુન્હો કર્યો નથી, છતાં તેને સંતાન પ્રાપ્તિના અધિકારથી વંચિત રાખવામાં આવી છે, તો શા માટે તેને સજા મળે?

કોર્ટે કહ્યું, વંશ જાળવવાના હેતુથી બાળકના જન્મને ધાર્મિક ગ્રંથો, ભારતીય સંસ્કૃતિ અને વિવિધ ન્યાયિક નિર્ણયોમાં પણ ધ્યાનમાં લેવામાં આવ્યું છે. બાળક થવાથી કેદી પર પણ સકારાત્મક અસર પડે છે. પેરોલ મંજૂર કરવાનો હેતુ એ પણ છે કે તેની મુક્તિ પછી કેદી શાંતિપૂર્ણ રીતે સમાજના મુખ્યધારામાં જોડાઈ શકે.કોર્ટે હિંદુ ધર્મના 16 સંસ્કારોનો ઉલ્લેખ કર્યો, જેમાં ગર્ભધારણને પણ સંસ્કાર તરીકે વર્ણવવામાં આવી છે. કોર્ટે કહ્યું, હિન્દુ ફિલસૂફીમાં ચાર પુરુષાર્થ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ.

કેદી જેલમાં હોય છે ત્યારે તે આ પ્રયાસોથી વંચિત રહે છે. આ ત્રણમાંથી પુરુષાર્થ ધર્મ, અર્થ અને મોક્ષ એકલા હાથે મેળવી શકાય છે, પરંતુ કામ એ એવો ભાગ છે જે લગ્ન પછી પતિ-પત્ની પર નિર્ભર રહે છે. આવી સ્થિતિમાં કેદીની નિર્દોષ પત્ની તેનાથી વંચિત રહી જાય છે. જો કોઈ પરિણીત મહિલા માતા બનવા માંગતી હોય તો તેની ઈચ્છાને પૂર્ણ કરવામાં રાજ્યની જવાબદારી ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.

જોધપુર ખંડપીઠે બાળક રાખવાના અધિકારને જીવનના અધિકાર સાથે પણ જોડ્યો હતો. આ વિષય પર કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે, માતા બનવા પર મહિલાનું નારીત્વ વધુ ચમકે છે. પરિવાર અને સમાજમાં તેની પ્રતિષ્ઠા વધે છે. સ્ત્રીના જીવનમાં એવી સ્થિતિ ન હોવી જોઈએ કે, તે તેના પતિથી તેના દોષ વિના કોઈ બાળક પેદા ન કરી શકે.આ રીતે કોર્ટે કેદી નંદલાલને 15 દિવસની પેરોલ મંજૂર કરી હતી. રાજસ્થાન હાઈકોર્ટની જોધપુર બેન્ચે સંતાન પ્રાપ્તિ માટેના અધિકારને બંધારણના અનુચ્છેદ 21 હેઠળ આપવામાં આવેલા જીવનના અધિકાર સાથે જોડ્યો હતો.તેમણે કહ્યું હતું કે, બંધારણ એ વાતની ખાતરી આપે છે કે, કોઈ પણ વ્યક્તિને તેના જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાથી વંચિત ન રાખી શકાય. તેથી, સજા પામેલા કેદીના પતિ કે પત્નીને બાળક ઈચ્છતા અટકાવી શકાય નહીં.

હાઈકોર્ટે હિન્દૂ ધર્મના 16 સંસ્કારોનો કર્યો ઉલ્લેખ

કોર્ટે હિંદુ ધર્મના 16 સંસ્કારોનો ઉલ્લેખ કર્યો, જેમાં ગર્ભધારણને પણ સંસ્કાર તરીકે વર્ણવવામાં આવી છે. કોર્ટે કહ્યું, હિન્દુ ફિલસૂફીમાં ચાર પુરુષાર્થ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. જ્યારે કેદી જેલમાં હોય છે ત્યારે તે આ પ્રયાસોથી વંચિત રહે છે. આ ત્રણમાંથી પુરુષાર્થ ધર્મ, અર્થ અને મોક્ષ એકલા હાથે મેળવી શકાય છે, પરંતુ કામ એ એવો ભાગ છે જે લગ્ન પછી પતિ-પત્ની પર નિર્ભર રહે છે. આવી સ્થિતિમાં કેદીની નિર્દોષ પત્ની તેનાથી વંચિત રહી જાય છે. જો કોઈ પરિણીત મહિલા માતા બનવા માંગતી હોય તો તેની ઈચ્છાને પૂર્ણ કરવામાં રાજ્યની જવાબદારી ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.

પતિના દોષની સજા પત્નીને આપી ન શકાય : રાજસ્થાન હાઇકોર્ટ

જોધપુર ખંડપીઠે બાળક રાખવાના અધિકારને જીવનના અધિકાર સાથે પણ જોડ્યો હતો. આ વિષય પર કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે, માતા બનવા પર મહિલાનું નારીત્વ વધુ ચમકે છે. પરિવાર અને સમાજમાં તેની પ્રતિષ્ઠા વધે છે. સ્ત્રીના જીવનમાં એવી સ્થિતિ ન હોવી જોઈએ કે, તે તેના પતિથી તેના દોષ વિના કોઈ બાળક પેદા ન કરી શકે. આ રીતે કોર્ટે કેદી નંદલાલને 15 દિવસની પેરોલ મંજૂર કરી હતી. રાજસ્થાન હાઈકોર્ટની જોધપુર બેન્ચે સંતાન પ્રાપ્તિ માટેના અધિકારને બંધારણના અનુચ્છેદ 21 હેઠળ આપવામાં આવેલા જીવનના અધિકાર સાથે જોડ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.