સુપ્રીમ કોર્ટ કોહિનૂર હીરાને પરત લાવવા સો સંકળાયેલી ૨ પીઆઈએલ પર આજે સુનાવણી
સુપ્રીમ કોર્ટે યુકેમાી કોહિનૂર હીરો પરત લાવવા અને તેની હરાજી પર રોક લગાવવા ઓર્ડર આપવાી ઈન્કાર કરી દીધો છે. કોર્ટે કહ્યું, અમે આ માટે કોઈ આદેશ ન આપી શકીએ. સરકારે કોહીનૂર પરત લાવવા માટે ડિપ્લોમેટિક રીતે વિચારવું જોઈએ. આ સો કોર્ટમાં કોહિનૂર મુદ્દે સુનાવણી બંધ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો.
સુપ્રીમ કોર્ટ કોહિનૂર હીરાને પરત લાવવા સો સંકળાયેલી ૨ પીઆઈએલ પર આજે સુનાવણી કરી હતી. તેમાં ભારત સરકારને આ અંગે દિશા-નિર્દેશ આપવાની માંગ કરી હતી. ચીફ જસ્ટિસ ખેહરની નેતૃત્વવાળી બેંચે પિટિશનર્સના વકીલોને કહ્યું, કોર્ટ આ મુદ્દે વધારે કંઈ ન કરી શકે. સરકાર ડિપ્લોમેટિક રીતે વિચારે. કોઈ સુપરવિઝન અંતર્ગત આ ન ઈ શકે.
અમે બ્રિટનમાં નારી હરાજીને કેવી રીતે રોકી શકીએ અને કોઈ દેશને કંઈ પરત કરવાનો ઓર્ડર કેવી રીતે આપીએ? અમેરિકા અને બ્રિટનમાં રહેલી ચીજો માટે પિટીશન્સ દાખલ કરવામાં આવે તે જોઈને અમે હેરાન છીએ.