દિલ્હી હાઈ કોર્ટે મંગળવારે મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે લગ્નનો મતલબ એ નથી કે કોઈ સ્ત્રી પોતાના પતિ સાથે શારીરીક સંબંધ બનાવવા હંમેશા રાજી હોય સાથે જકોર્ટે કહ્યુંં કે એ જરૂરી નથી કે બળાત્કાર કરવા માટે શારીરીક બળનો ઉપયોગ કરાયો હોય.
કાર્યવાહક મુખ્ય ન્યાયધીશ ગીતા મિતલ અને ન્યાયમૂર્તિ સી હરી શકરની બેચે કહ્યું કે લગ્ન સંબંધમાં પૂરૂષ અને સ્ત્રી બંનેને શારીરીક સંબંધ માટે ‘ઈનકાર’ કરવાનો અધિકાર છે. કોર્ટે આ ટીપ્પણી અગાઉ લગ્ન સંબંધમાં બળજબરી પૂર્વક બંધાયેલા શારીરીક સંબંધને અપરાધ ગણવા માટે અરજીઓ આવી હતી તેના આધારે કરી બેંચે કહ્યું કે લગ્નની એ મતલબ નથી કે શારીરીક સંબંધ બાંધવા સ્ત્રીઓ હંમેશા તૈયાર ઈચ્છુક અને રાજી હોય પુરૂષએ સાબીત કરવું પડશે કે સ્ત્રીએ સંમતિ આપી છે. કોર્ટે એનજીઓ મેન વેલફેયર ટ્રસ્ટની અરજીને ખારીજ કરી કહ્યું જેમાં પતિ પત્ની વચ્ચે શારીરીક હિંસામાં બળનો પ્રયોગ બળની ધમકી આ ગુનો થવાનું મહત્વનું કારણ છે. એનજીઓ વૈવાહિક દુષ્કર્મને અપરાધ ગણાવવા આવી અરજીનો વિરોધ કરી રહ્યું હતુ. હાઈકોર્ટે કહયું કે બળાત્કાર માટે શારીરીક બળનો પ્રયોગ જરૂરી હોય એ પણ જરૂરી નથી કેબળાત્કારમાં ઈજા થાય આજ બળાત્કારની પરિભાષા તદ્ન અલગ છે.
એનજીઓ તરફથી અમિત લાખાણી અને રૂત્વીક બિસરીયાએ દલીલ રજૂ કરતા કહ્યું કે પત્નીને કાયદાકીય રીતે લગ્ન સંબંધમાં શારીરીક શોષણથી સંરક્ષણ મળ્યું છે. આ અંગે કોર્ટે કહ્યું કે અન્ય કાયદામાં આ સામેલ છે તો આઈપીસી કલમ ૩૭૫માં અપવાદ શા માટે? આ કાયદા મુજબ કોઈ વ્યકિતનો પોતાની પત્ની સાથે શારીરીક સંબંધ બાંધવો બળાત્કાર નથી કોર્ટે કહ્યું બળનો પ્રયોગ બળાત્કારની પૂર્વ શરત નથી. કોઈ વ્યકિત તેની પત્નીને આર્થિક દબાણ રાખે અને કહે કે જો તેની સાથે શારીરીક સંબંધ ન બાંધ્યો તો તેને ઘર અને બાળકોનો ખર્ચ નહી મળે અને તે સ્ત્રીને આ ધમકીવશ થવું પડે છે. અને ત્યારબાદ જો તે બળાત્કારની ફરિયાદ કરે તો શું થશે? જોકે આ મામલે દલીલ પુરી નથી થઈ અને આઠ ઓગષ્ટે વધુ સુનાવણી કરાશે.