ફ્રાંસ સંસદમાં કટ્ટરવાદ સામે પસાર થયેલા ખરડાથી મુસ્લિમો માટે બહુપત્નીત્વ જેવા રિવાજો હવે પ્રતિબંધિત બનશે
વિશ્વના લોકાંતિક દેશોમાં સુસંસ્કૃત અને આદર્શ શાસન વ્યવસ્થા ધરાવતા ફ્રાન્સની સંસદ સભા માં મંગળવારે કટર પંથ ને નાબુદ કરવા એક ઐતિહાસિક ખરડો પસાર કરવામાં આવ્યો હતો ,જેનાથી મસ્જિદો મદ્રેસાઓ ના નિર્માણઅને કટરપંથ સાથે સાથે બળજબરીથી લગ્ન અને મુસ્લિમ કટ્ટરપંથી રિવાજો ને પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યા છે.
ફ્રાન્સમાં છેલ્લા કેટલાક સમયથી કટ્ટરપંથી અને સ્થાનિક સરકાર વચ્ચે એક યા બીજી રીતે સંઘર્ષ ચાલી રહ્યો છે છેલ્લા કેટલાક વર્ષથી ઉભી થયેલી આ પરિસ્થિતિનો કાયમી ઉકેલ લાવવા માટે સરકાર સંસદમાં અંતે કટ્ટરવાદ વિરોધી ખરડો પસાર કરી લીધો હતો.
ગત ઓક્ટોબર મહિનામાં થયેલા આંતકવાદી હુમલા અને કટ્ટરવાદ પ્રવૃતિઓ સામે આકરી કાર્યવાહી માટે બનાવેલા આકાયદા અંગે રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન જણાવ્યું હતું કે ફ્રાન્સની મુળભુત સંસ્કૃતિ અને તમામ નાગરિકો વચ્ચે સમાનતાના અધિકારો રાષ્ટ્રવાદ ના મૂળભૂત સિદ્ધાંતોને જાળવી રાખવા માટે કાયદો જરૂરી હતો
ફ્રાન્સના મુસ્લિમોએ જોકે આ કાયદાને ધર્મ સ્વતંત્રતા સીમિત કરનારો અને મુસ્લિમોને નિશાન બનાવનાર જણાવ્યું હતું તેમણે દલીલ કરી હતી કે ફ્રાંસમાં ત્રાસવાદ વિરોધી લડત માટે કાયદા છે જ પરંતુ આ નવો કાયદો રાજકીય પ્રેમ લવાયો છે રાષ્ટ્રપ્રમુખ મેક્રોન તાજેતરમાં જ ખૂબ જ પાતળી સરસાઈથી જીત્યા હતા. ફ્રાન્સમાં કટ્ટરવાદ વિરોધી ખરડો પસાર કરતા આ ખરડામાં હવે મુસ્લિમોના બહુપત્નીત્વ બળજબરીથી લગ્ન સહિતના કેટલાક ફ્રાન્સની મૂળભૂત સંસ્કૃતિથી અને કાયદાકીય જોગવાઈ થી વિરોધના રીવાજો પર પ્રતિબંધ આવી જશે. ફ્રાન્સ સંસદ ગ્રહમાં આ કાયદો પસાર કરવામાં આવ્યો છે મેક્રો ન ના રાષ્ટ્રીય પક્ષ ની આ કવાયત તેમનું રાજકારણમાં પ્રભુત્વ વધારનારું બની રહેશે.. અત્યારે સમગ્ર વિશ્વમાં ઇસ્લામિક કટ્ટરવાદ ની સમસ્યા નો અનેક મુસ્લિમ દેશો સામનો કરી રહ્યા છે ત્યારે વિશ્વના બિન મુસ્લિમ દેશો ફ્રાંસ વાળી થશે કે કેમ? તેના પર તમામ ની મીટ મંડાઇ છે પેરિસ સરકાર દ્વારા દેશના સંવિધાન અને મૂળભૂત સંસ્કૃતિ વિમુખ કટર પંથ ને કાબુમાં કરવા માટે કરેલી આ પહેલ સમગ્ર વિશ્વ માટે પ્રેરક બની રહેશે. ભારત જેવા વિવિધતામાં એકતા ધરાવતા બિનસાંપ્રદાયિક રાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ ધર્મના કાયદાઓના અસ્તિત્વ સામે સમાન સિવિલ કોડ ની જરૂરિયાત ઊભી થઈ છે ઘણી એવી કૃતિઓ છે જે ધર્મના નામે ચલાવવામાં આવે છે ત્યારે પેરિસ સરકારની આ પહેલ વિશ્વભરના બિનમુસ્લિમ દેશોએ અનુસરવી જોઈએ પ્રમુખ મેક્રો ને જણાવ્યું હતું કે દેશ અને બંધારણમાં ક્યાંય કોઈ ભેદભાવ ન હોવો જોઈએ ફ્રાન્સે કટ્ટરવાદ સામે કાયદો પસાર કરતા હવે બહુપત્નીત્વ અને બળજબરીથી લગ્ન જેવી સામાજિક સમસ્યા નો ઉકેલ આવશે