૨૦૪૯ સુધીમાં ચીનનું આધુનિક સમાજ વ્યવસ્થા સુદ્રઢ કરવાનું લક્ષ્યાંક
૨૧મી સદીના વિશ્ર્વના માનવ સમાજ માટે ગરીબી નાબૂદી અને સુખ સમૃધ્ધિની પ્રાપ્યતા સુખનું લક્ષ્યબિંદુ બન્યું છે. ભારત સહિત વિશ્ર્વના નાના-મોટા દેશો લક્ષ્ય મુખ્યત્વે ગરીબી નાબૂદીનું રહ્યું છે ત્યારે વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું ગણાતું ચીને ગરીબી સામે કાબુ મેળવવામાં સફળતા મેળવી લીધી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ચીનના રાષ્ટ્રપતિ જીનપિંગે પોતાના દેશની ૧૪૦ કરોડની વસ્તીને સંપૂર્ણપણે ગરીબીથી મુક્ત કરી લીધી હોવાનો દાવો કર્યો છે. ચીનના પગલે પગલે ચાલતું ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આર્થિક સમૃધ્ધિનું લક્ષ્યમાં શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી જીનપિંગવાળી કરી શકશે.
ચીનના રાષ્ટ્ર પ્રમુખ શી જીનપિંગે ગઈકાલે સત્તાવાર રીતે જાહેર કરી દીધું હતું કે, ચીને ગરીબી સામે સંપૂર્ણપણે વિજય મેળવ્યો છે. ૭૭ કરોડ લોકો ચાર દાયકા અગાઉ જ ગરીબી અને ભુખમરાથી બહાર આવી ચૂક્યા છે અને બાકીના પણ ગરીબીથી મુક્ત થઈને ઈતિહાસ રચનારા બન્યા છે.
વિશ્ર્વ માટે ગરીબી ખરેખર એક મોટો અભિશ્રાપ છે. વિશ્ર્વને ગરીબી સામે યુદ્ધ જીતવું જ પડશે. ચીન આ યુદ્ધમાં સંપૂર્ણપણે સફળ થયું છે. ચીનની વસ્તી અત્યારે ૧૪૦ કરોડની છે. વિશ્ર્વનો કોઈપણ દેશ આવડી મોટી વસ્તીને ગરીબીમાંથી ઝડપથી ઉગારવા માટે ચીન જેવું સક્ષમ ન જ હોય. જીનપિંગે જણાવ્યું હતું કે, અમે શહેરી ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના તમામ લોકોને આબાદ રીતે ગરીબી બહાર કાઢી લીધા છે. ચીને સંયુક્ત રાષ્ટ્રસંઘના ગરીબી નાબૂદીના તમામ લક્ષ્ય ૨૦૩૦ પહેલા જ પુરા કરી લીધા છે. છેલ્લા આઠ વર્ષથી દેશના ગ્રામ્ય વિસ્તારો અને તમામ પ્રકારના વિસ્તારોમાંથી ગરીબીને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવી છે.
ચીને ૧૯૭૦થી દેશમાં ૭૭ કરોડની વસ્તી હતી ત્યારે ગરીબી નાબૂદીનું અભિયાન ચાલુ કર્યું હતું. ચીન હવે એક નવું અભિયાન હાથ ધર્યું છે. રાજકોષીય ખાદ્ય, આર્થિક ઉદારતા અને ઔદ્યોગીક વિકાસથી ચીને આ સપનું વહેલુ પૂરું કર્યું છે. ૨૦૧૨થી ગરીબી નાબૂદીનું લક્ષ્ય અંતિમ તબક્કામાં પહોંચી ગયું હતું. ચીનના ૧૦૦ કરોડ જેટલા લોકો ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા હતા તે તમામને જીવન ધોરણ અને આર્થિક સદ્ધરતાથી ગરીબીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
ગરીબી પર સંપૂર્ણપણે વિજય મેળવ્યા બાદ ચીને ૨૦૪૯ સુધીમાં તમામ ચીની પરિવારોને આધુનિક સમાજ વ્યવસ્થા પ્રદાન કરવાનું લક્ષ્ય રાખ્યું છે. સમૃધ્ધ સમાજ વ્યવસ્થા થકી લોકતંત્રને વધુ સુદ્રઢ બનાવવામાં આવશે. વિશ્ર્વ બેંકના ડાયરેકટર માર્ટીન રેઝીયરે ચીનની આ ઉપલબ્ધિની સરાહના કરી હતી. ૯૦ કરોડથી વધુ લોકોનું જીવન ધોરણ સુધારવામાં આવ્યું અને ૨૦૨૧ સુધીમાં સમગ્ર ચીનને બેકારી રેખાથી બહાર કાઢવામાં આવ્યું. આર્થિક સમૃધ્ધી, આત્મનિર્ભરતા અને કડક શાસન વ્યવસ્થા થકી જીનપિંગની આ ઉપલબ્ધીનું અનુસરણ ભારત કેટલા અંશે કરી શકશે તેના પર મિટ મંડાય છે.