અપક્ષ તરીકે ચૂંટાયા બાદ ધારાસભ્ય તરીકે રાજીનામુ આપ્યા વગર બીજા પક્ષમાં જોડાવા બદલ પક્ષપલ્ટાની બંધારણની દસમી અનુસૂચિ હેઠળ તેઓ ગૃહના સભ્ય તરીકે અયોગ્ય જાહેર થઈ શકે તેવો નિષ્ણાંતોનો મત
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા પ્રભારીઓની યાદી બહાર પાડવામાં આવી હતી. હાર્દિક પટેલનાં ગયા બાદ સુષુપ્તાવસ્થામાં આવી ચુકેલી કોંગ્રેસ દ્વારા આખરે ફરી એકવાર ફરી એક્શન મોડમાં આવી ગઇ હોય તેવું લાગી રહ્યું હતું. જેમાં કાર્યકારી પ્રમુખ તરીકે કુલ 7 લોકોની પસંદગી કરવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ હતી કે તેમાં અપક્ષ ઉમેદવાર જીગ્નેશ મેવાણીનું પણ સામેલ છે. ત્યારે જીગ્નેશ મેવાણી કાયદાકીય રીતે ગેરલાયક ઠરી શકે છે. તેવું નિષ્ણાંતો જણાવી રહ્યા છે.
કોંગ્રેસે કાર્યકારી પ્રમુખના નામ જાહેર કર્યા તેમાં લલિત કગથરા, અમરીશ ડેર, રૂત્વીજ મકવાણા, જીગ્નેશ મેવાણી, હિંમતસિંહ પટેલ, કાદીર પિરઝાદા અને ઇન્દ્રવિજયસિંહ ગોહિલનો સમાવેસ થાય છે. આ પ્રમુખોની પસંદગીમાં પણ કોંગ્રેસ દ્વારા જાતીય સમીકરણ સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. લલિત કગથરા કડવા પાટીદાર, જિગ્નેશ મેવાણી દલિત નેતા, રૂત્વીજ મકવાણા કોળી પટેલ, અમરીશ ડેર આહીર સમાજ, હિંમત સિંહ ગુર્જર અને પરપ્રાંતિય,કાદીર પીરજાદા લઘુમતી સમુદાય અને ઇન્દ્રવિજય સિંહ દ્વારા ક્ષત્રીય સમાજને આવરી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સૌથી આશ્ચર્યજનક નામ જીગ્નેશ મેવાણીનું હતું.
જીગ્નેશ મેવાણી અપક્ષ નેતા છે. કોંગ્રેસ દ્વારા તેને બાહ્ય ટેકો આપવામાં આવતો રહે છે પરંતુ તે કોંગ્રેસનાં સભ્ય નથી. તેવામાં કાર્યકારી પ્રમુખ જેવા મહત્વનાં પદ પર એક અપક્ષના નેતાની વરણી કરવામાં આવે તે ન માત્ર આશ્ચર્યજનક પરંતુ કોંગ્રેસની અસમર્થતા અને સમર્થ નેતાઓની ખોટ દર્શાવે છે.મેવાણીએ ટ્વીટ કરીને કોંગ્રેસના નેતાઓનો આભાર માન્યો હતો. “હું કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી જી, રાહુલ ગાંધી જી, કે.સી. વેણુગોપાલ જી અને જગદીશ ઠાકોર જીનો મને કોંગ્રેસ ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવા બદલ આભાર માનું છું. હું કોંગ્રેસના હિતોના પ્રચાર અને રક્ષણમાં મદદ કરીશ. કોઈ કસર છોડીશ નહી,” તેમણે કહ્યું.
સાત નવા નિયુક્ત કાર્યકારી પ્રમુખોમાં મેવાણીનું નામ એટલા માટે છે કારણ કે તેઓ સત્તાવાર રીતે સ્વતંત્ર ધારાસભ્ય છે. કાર્યાલયમાં નિમણૂક થવા પર, તે બંધારણની દસમી અનુસૂચિ હેઠળ પક્ષપલટા વિરોધી કાયદા મુજબ ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠરવા માટે જવાબદાર બને છે.દસમી અનુસૂચિ જણાવે છે કે, રાજકીય પક્ષ દ્વારા નિર્ધારિત ઉમેદવાર સિવાયના અન્ય કોઈપણ ફોર્મ દ્વારા ચૂંટાયેલા ગૃહના ચૂંટાયેલા સભ્ય, જો તે આવી ચૂંટણી પછી કોઈપણ રાજકીય પક્ષમાં જોડાય છે, તો તે સભ્ય ગૃહ સભ્ય બનવા માટે અયોગ્ય રહેશે.” અપક્ષ ધારાસભ્ય અથવા અન્ય પક્ષના ધારાસભ્યને અન્ય પક્ષના હોદ્દેદાર તરીકે નિયુક્ત કરી ગેરલાયક ઠેરવી શકાય છે.
લોકસભાના પૂર્વ સેક્રેટરી આચાર્યએ કહ્યું, મેવાણી ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠરવા માટે જવાબદાર છે, તેઓ એક અપક્ષ ધારાસભ્ય છે અને તે રીતે ચૂંટાયા હતા. જો તેઓ કોઈપણ પક્ષમાં જોડાય છે, તો તેમને ગેરલાયક ઠેરવવામાં આવી શકે છે”તેમણે કોઈપણ પક્ષમાં જોડાતા પહેલા ધારાસભ્ય પદેથી રાજીનામું આપવુ પડે છે. તેમણે કહ્યું કે કોઈએ વિધાનસભાના અધ્યક્ષને અરજી કરવી પડશે જે ધારાસભ્યને ગેરલાયક ઠેરવી શકે. તેમણે પહેલા ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હોત તો તે યોગ્ય રહેત.