વર્ષ 2019માં ભારતે કિવિઝને મ્હાત આપી હતી, ત્યાર બાદના એક પણ વન-ડે મેચ ભારત જીતી શક્યું નથી

 

ન્યૂઝીલેન્ડ સામેની ટી20 સિરીઝ જીત્યા બાદ ગઈકાલથી ત્રણ મેચની વનડે સિરીઝનો પ્રારંભ થયો હતો ત્યારે ભારતે પ્રથમ વન-ડેમાં સાત વિકેટ માત મેળવી હતી. 300 રનથી વધુ રણ નો સ્કોર ઉભો કરી ભારતીય ટીમ મજબૂત સ્થાન પર જોવા મળી હતી પરંતુ ભારતની નબળી ફિલ્ડીંગ અને નબળી બોલિંગ ના કારણે ન્યૂઝીલેન્ડ ની ટીમ એ સરળતા થી મેચ જીતી સાત વિકેટથી ભારતને મત આપી હતી ત્યારે આવતીકાલે બીજો વન-ડે રમવા જઈ રહ્યો છે ત્યારે ભારત શું આ બીજા વન-ડેમાં કમબેક કરી સિરીઝને રસપ્રદ બનાવી શકશે કે કેમ તે સૌથી મોટો પ્રશ્ન ઉભો થયો છે. ભારત તરફથી શિખર ધવન સહિતના ખેલાડીઓએ ખૂબ સારી રમત દાખવી ભારતીય ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી હતી પરંતુ ઘણી મિસ ફિલ્ડીંગ અને નબળી બોલિંગના કારણે ભારત જીતથી વંચિત રહ્યું હતું.

ટીમ ઈન્ડિયાની ન્યૂઝીલેન્ડ સામે આ સતત પાંચમી વન-ડે મેચમાં હાર છે. ટીમ ઈન્ડિયા છેલ્લે 2019માં ન્યૂઝીલેન્ડ સામે વન-ડે મેચ જીતી હતી. આ પછી ભારતને ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી પાંચેય વન-ડેમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. વર્ષ 2019ના વનડે વર્લ્ડ કપના સેમિફાઈનલમાં ટીમ ઈન્ડિયાને 18 રને હારનો સામનો કરવો પડ્યો હતો.આ પછી વર્ષ 2020માં રમાયેલી 3 મેચની વન-ડે સિરીઝમાં ભારતને વાઇટવોશનો સામનો કરવો પડ્યો હતો.જેમાં ટીમ ઈન્ડિયાને પહેલી વન-ડે મેચમાં 4 વિકેટે હાર મળી હતી.આ પછી બીજી વન-ડે મેચમાં 22 રને હાર મળી હતી.અને ત્રીજી વન-ડે મેચમાં 5 વિકેટે પરાજય મળ્યો હતો. અને હવે આજે પહેલી વન-ડેમાં 7 વિકેટે પરાજય મળતા, ભારત કિવી ટીમ સામે સતત પાંચમી વન-ડે મેચ હાર્યું છે.

સિરિઝના પ્રથમ વનડેની જો વાત કરવામાં આવે તો ભારતે પ્રથમ દાવ લેતા 307 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હકતો જેને ન્યૂઝીલેન્ડે 7 વિકેટે હાંસલ કરી લીધો હતો. કિવિઝ તરફથી કેપ્ટન કેન વિલિયમસન અને વિકેટકીપર બેટર ટોમ લાથમની વચ્ચે શાનદાર અને રેકોર્ડબ્રેક પાર્ટનરશિપ બની હતી. બન્ને વચ્ચે ચોથી વિકેટ માટે 221 રનની શાનદાર પાર્ટનરશિપ થઈ હતી. ટોમ લાથમે 104 બોલમાં 145 રન ફટકાર્યા હતા. તો કેપ્ટન કેન વિલિયમસને 98 બોલમાં 94 રન ફટકાર્યા હતા. ટીમ ઈન્ડિયાના બોલર્સ આ જોડી સામે લાચાર થઈ ગયા હતા. ઉમરાન મલિકે બે વિકેટ, જ્યારે શાર્દૂલ ઠાકુરને એક વિકેટ મળી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.