ઓસ્ટ્રેલિયાએ ૬ રનમાં એક વિકેટ ગુમાવ્યા બાદ લાબુશને અને વિલ પુકોવ્સ્કી ક્રિઝે ૭૫ રનની ભાગીદારી નોંધાવી: સીરાજે વોર્નરને પેવિલિયન ભેગો કર્યો
ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે સિડનીમાં ત્રીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. ઓસ્ટ્રેલીયાએ ટોસ જીતીને બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાની ટીમે માત્ર ૬ રનના સ્કોરમાં એક વિકેટ ગુમાવી દીધી હતી. જો કે થોડા સમય બાદ જ વરસાદને લઈ મેચ રોકી દેવામાં આવી હતી. શરૂઆતના તબક્કામાં ભારતીય ઝડપી બોલર મહંમદ સિરાજે વોર્નરને ૫ રન ના વ્યક્તિગત સ્કોર પર જ આઉટ કરી દીધો હતો અને ટિમ ઈન્ડિયાને મજબૂત શરૂઆત મળી હતી. વરસાદના વિઘ્ન બાદ મેચ ફરી શરૂ થયો હતો. અને ઓસ્ટ્રેલિયાએ ૨૩ ઓવરના અંતે ૫૩ રન બનાવી લીધા હતા. શરૂઆતમાં એક વિકેટ ગુમાવ્યા બાદ ઓસ્ટ્રેલિયા ટીમની શરૂઆત સારી રહી છે ત્યારે ટિમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાને ઓછા રન બનાવવા ’સીમિત’ રાખી શકશે?? જો કે હાલની પરિસ્થિતિ જોતા તો એવું જ લાગી રહ્યું છે કે ઓસ્ટ્રેલિયા ટિમ ૩૦૦ પ્લસ રન બનાવશે. ઓસ્ટ્રેલિયાએ ૬ રનમાં એક વિકેટ ગુમાવ્યા બાદ લબુશને અને વિલ પુકોવ્સ્કી ક્રિઝે ૫૦ રનની ભાગીદારી નોંધાવી દીધી છે અને હાલ કીઝ પર સરળતાથી રમત રમી રહ્યા છે.ભારતે આ મેચમાં પાંચ બોલરોને રમાડવાનો નિર્ણય કર્યો હતો. ઉપરાંત નવદિપ સૈનીએ પણ આજે ટેસ્ટ ડેબ્યુ કર્યુ છે. તેને ઉમેશ યાદવના સ્થાન પર ટીમમાં સમાવવામાં આવ્યો છે. યાદવ ઇજાને લઇને સીરીઝ થી બહાર થયો હતો.
રમતની શરુઆત થયાના થોડાક સમયમાં સિડનીમાં વરસાદને લઇને મેચને રોકી દેવામાં આવી હતી. ૭.૧ ઓવર દરમ્યાન વરસાદ વરસવો શરુ થવાને લઇને મેચને અટકાવી દેવામાં આવી હતી. આ પહેલા વોર્નર ને સિરાજે આઉટ કર્યો હતો. મેચની ચોથી ઓવરમાં સિરાજના બોલર પર વોર્નર ચેતેશ્વર પુજારાના હાથમાં કેચ ઝડપાયો હતો. વરસાદ બાદ ઓસ્ટ્રેલિયા ટીમે સારી રમત રમી ૫૦થી વધુ રન બનાવી લીધા છે. ત્યારે ઓછા રન બનવવા ભારત ઓસ્ટ્રેલિયાને સીમિત રાખી શકશે કે કેમ??