ન્યુઝીલેન્ડ સામે ની ટી20 સિરીઝ પૂર્વે નવા સુકાની કરાઇ જાહેરાત નવોદિતોને મળી તક
આઈસીસી ટી-૨૦ વિશ્વ કપ માં ભારત નું કંગાળ પ્રદર્શન બાદ ટીમના ભૂતપૂર્વ સુકાની વિરાટ કોહલીએ પોતાનું રાજીનામું આપી દીધું છે જેને ધ્યાને લઇને બીસીસીઆઈ દ્વારા ટી ટ્વેન્ટી ના નવા સુકાની તરીકે રોહિત શર્મા એટલે કે હિટમેન ને ન્યુ કર્યો છે ત્યારે સૌથી મોટી ચેલેન્જ એ છે કે શુ રોહિત શર્મા ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રાણ પૂરી શકશે કે કેમ? તરફ ભારતીય ટીમ ટ્વેન્ટી૨૦ મુકાબલામાં જે રીતે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવું જોઈએ તે કરવામાં સતત નિષ્ફળ નિવડયું છે અને ઘણા ખેલાડીઓ કે જે પોતાની છાપ સારા ખેલાડીઓ તરીકે પ્રસ્થાપિત કરી ચૂક્યા છે તેઓ પણ નિષ્ફળ નીકળ્યા હતા ત્યારે આગામી ૧૭ નવેમ્બર થી શરૂ થતી ન્યૂઝીલેન્ડ સામે ના 3 ટી 20 મેચ માટે નવા સુકાની તરીકે રોહિત શર્માને નિયુક્ત કરવામાં આવ્યો છે જ્યારે ઉપસુકાની તરીકે ટીમની જવાબદારી કે. એલ રાહુલ ને સોંપવામાં આવ્યું છે.
એટલું જ નહીં આ ત્રણ મેચો માટેની ટીમની જાહેરાત પણ કરી દેવામાં આવી છે જેમાં સારી વાત એ છે કે નવોદિત ખેલાડીઓને તક મળી છે જેમાં ઋતુરાજ ગાયકવાડ આવેશ ખાન અને હર્ષલ પટેલને સ્થાન પણ મળ્યું છે. રે હાર્દિક પંડ્યા ને ત્રણ મેચની સીરીઝમાં થી આઉટ કરી દેવામાં આવ્યો છે જેનું મુખ્ય કારણ એ છે કે તે સતત પોતાનું પ્રદર્શન કરવામાં નિષ્ફળ નીવડયો છે
બીજી તરફ bppi દ્વારા કોહલી અને ઉમરા અને આ સિરિઝમાં આરામ આપવામાં આવ્યો છે. ત્યારે એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે ભારતીય ક્રિકેટ ટીમ આવનારા સમયમાં ટી-20માં પોતાનું આધિપત્ય સ્થાપિત કરે તે માટેના આ તમામ પગલાઓ લેવામાં આવી રહ્યા હોવાનું પણ સામે આવે છે.