અલગ અલગ પ્રાંતના વાતાવરણની અસર મધ પર થાય છે; કોરોના બાદ રોગપ્રતિકારક શકિત વધારતા મધની માંગ વધી
આપણી ભારતીય સંસ્કૃતિમાં મધનું અનેરું મહત્વ રહ્યું છે. મધમાખી મધને બનાવે છે તે એક કુદરતી પ્રક્રિયા છે.
તે પ્રક્રિયા થકી જ મધ બનતું હોય છે મધનો ઘણી જગ્યાએ ઉપયોગ થતો હોય છે. મધના ઉપયોગના અનેક ફાયદાઓ છે. મધની પ્રોસેસ, સાચા કભની પરખ સહિતના મુદ્દે મધુ ધારા હનીના ફાઉન્ડર દર્શનભાઇ ભાલારાએ વિશેષ માહીતી આપી હતી.
પ્રશ્ન:- મધ કેવી રીતે બને? મધ ફાર્ર્મીગ માં એપીકલ્ચર શું છે?
જવાબ:- મધને મધમાખી બનાવે છે ફલાવર પરથી નેકટર લઇ તે નેકટરની પૂડામાં પ્રોસેસ કરે અને આપણને આયુર્વેદીક ઉપહાર આપે છે. એપીકલ્ચર અને ટ્રેડીશ્નલીઝમ મધમાંથીની ખેતીથી થાય અને તેના પૂડાનો ઉછેર કરવામાં આવે છે.
પ્રશ્ન:- મધ ઉછેર કેન્દ્રમાં કઇ પ્રક્રિયા થાય કેટલા સમયમાં મધમાખી મધ બનાવે?
જવાબ:- મધમાખી મધ બનાવે તેની કુદરતી પ્રોસેસ છે. મધમાખી ફલાવર પરથી નેકટર લે તેના બોડીીમાં ડાયજેસ્ટ કરે એક હોજરીમાંથી લીકવીર બનાવી પૂડામાં સંગ્રહ કરે એક મધના પુડાને પાડી મધ કલેકશન કરવામાં આવે તે ટ્રેડીશ્નલી રીતે થાય અને એક મોર્ડન રીતે કરવામાં આવે જેને મોર્ડનાઇઝ બી કીપીંગ કહેવામાં આવે . જેને મધમાખી ઉછેર કેન્દ્ર કહેવામાં આવે જેમાં મધખામીનો ઉછેર કરવવામાં આવે છે. આમા મધમાખીનું એક કલ્ચર હોય તેને એપીકલ્ચ કહેાવામાં આવે. તેમાં અલગ અલગ પ્રકારની માખીઓ હોય છે. અલગ અલગ બ્રીડની માખીઓ હોય જેમ કે પ્રાંત પ્રમાણે માખી અલગ હોય, હવામાનને આધીન હોય સૌરાષ્ટ્રની વાત કરીએ તો અહીંયા ઇન્ડીયા સેરોના જેવા મળે, કેરેલામાં એપીસ ટ્રાઇગોના જે મચ્છર જેવી હોય, ઇટાલીયન મેલીફોરીયા વગેરે પ્રકારની માખીઓ હોય, ઇટાલીયન મેલીફોરીયા સંશોધન કરેલ બ્રીડ છે તેનો મધમાખી ઉછેર કેન્દ્રમા ઉછેર કરવામાં આવે, તેનું પણ યુમન કલ્ચર હોય, જેમાં કવીન માખી હોય, જે પરીપકવ માદા હોય જે દરરોજ હજારથી પંદરસોની સંખ્યામાં ઇંડા આપે
પ્રશ્ન:- રો મધ અને પ્રોસેસીંગ મધ વચ્ચે શું તફાવત હોય?
જવાબ:- મધમાખી પૂડામાં દસથી પંદર દિવસમાં મધ ભેગું કરી લે જે બહારથી નેકટરલાવી અને તેને પૂડામાં રાખી લીકવીડ ફોમમાં પૂડામાં પંદર દિવસે તે મધ આપણને મળી રહે, ત્યારબાદ તે મધ પાકે પૂડો એ મધનું ગર્ભ છે. મધને પાકવા માટે તે પૂડામાં રહે અન તેની કુદરતી પ્રક્રિયા થાય, પૂડામાં યાત્રીસ દિવસ બાદ મધ પાકે, મધમાખી પૂડાને હીટ આપે કોઇ મશીનમાં મધ બને ન જહીૅ તે અશકય જ નથી.
પ્રશ્ન:- કયાં કયાં પ્રકારના મધ બને તેની વિશેષતા શું હોય?
જવાબ:- મધ અલગ અલગ પ્રકારના હોય જેમ કે ભૌગોલિક જગ્યા મુજબ ફેરફાર થાય તો મધની ગુણવતામાં ફેરફાર થાય, મધમાખી સ્પીસીસ કરે તો મધની ગુણવતા કલર સ્વાદમાં બદલાવ આવે, ફલાવર ફરે તો સ્વાદ સુંગધમાં ફેરફાર થાય., અજવાળન ફલાવર ઉપર મધમાખી નેકટર લઇને આવે તો સ્વાગ, સુગંધ અને ગુણ અજમા જેવું આવે, તેવી જ રીતે લીચી, જાંબુ, અજમા સહીતના ફલોરાના મધ થાય છે. એક પ્રકારના સ્વાદનું કયારેય મધ હોતું નથી. મધનું સ્વાદ, સુગંધ અને ગુણ પરિસ્થિતિને આધીન બદલતા હોય, વાતાવરણને આધિન બદલાવ થતો હોય, વિશ્ર્વમાં વિવિધ પ્રકારનામધ જોવા મળે છે.
પ્રશ્ન:- મધમાખી મધ ઉપરાંત બીજું શું બનાવે છે?
જવાબ:- મધમાખી મધ ઉપરાંત બીજી ઘણી બાય પ્રોડકટ આપે છે એક તો વેકસ, મધ ત્યારબાદ રોયલ જેલી, બીયોલોન અને પ્રયોલીસ આપે. બધાને એવું હોય કે મધમાખી મધ એક જ આપે પરંતુ તેવું નથી હોતું વેકસનો ઉપયોગ મીણબત્તી બનતી હોય, પૂડામાંથી ફાયર થાય તેનો સ્મોકનો ગુણ હોય છે. બિપોલોન જે લોથાવાળી વસ્તુ, ડુંડાવાળી વસ્તુ હોય જેમ જુવાર, બાજરી, મકાઇ, અલોવેરા, કોકનર તો આ બધી વસ્તુમાંથી મધ નથી મળતું પરંતુ દાણાદાર ફોર્મમાં મધમાખીએ કલેકશન કરેલ આમ તો તેને પાઉડર ફોર્મમાં પાઉડર ફોર્મમાં મધ જ કહી શકાય, તે પોલોનમાં પ્રોટીન અને વિટામીન બીટવેલ હોય છે.
ઉપરાંત રોયલ જેલી એક પદાર્થ છે જે મધમાખી જ કલેકશન કરે છે. તે ખુબ જ કોસ્ટલી હોય છે. ભારતમાં જુજ પ્રોડકશન થાતું હોય એમ પણ કહી શકાય કે પ્રોડકશન થતું નથી. ફોરેનમાં વધુ થાય તે મેડીશીનમાં તે વધુ કામ આવે, પ્રયોલીઝ એ પૂડાનું એક સીલીંગ છે તે કાળા કલરનું એક લેયર બનાવે છે. પૂડાની આસપાસના એરીયામાં જોઇએ તો તે પૂડાની આસપાસના એરીયામાં જોઇએ તો તે ગમે નહીં તેવું હોય, તેનો કોસ્મેટીકમાં ઉપયોગ થાય આવી મધ ઉપરાંતની ઘણી વસ્તુઓ મધમાખી આપે છે.
પ્રશ્ન:- ફૂલમાંથી જ મધ શા માટે ફુલમાં એવું શું છે કે મધમાખીને ખેંચી લાવે છે?
જવાબ:- ફલાવરમાં નેકટર હોય છે જેને પરાગ કહેવામાં આવે છે મધમાખીનો રોલ છે તે પરાગનું પોલીનેશન કરે છે જેમ કે તે એક ફલાવર પર બેસે તે તેમાંથી પરાગ લીધું, તે ઉડીને બીજા ફલાવર પર જાય, નેકટરમાં એક લાળ હોય તેને વેનમ કહેવાય, તેની અંદર નેકટરનું પ્રોસેસ થાય, આ નેકટર માત્રને માત્ર ફલાવર સિવાય કયાંંય મળતું નથી. ફલાવરમાં પણ અલગ અલગ પ્રકારના નેકટર હોય છે. જેમ કે મોટું નેકટર અમુક દાણાદાર પરાગ હોય, ઘણા એવા ફલોરા છે જેમાં ભમરા પોલીનેશર કરે પરાગના હિસાબે જ મધમાખી મધ બનાવે છે.
પ્રશ્ન:- મધ ઉત્૫ાદન વખતે કયાં કયાં પડકારો સામે આવે છે?
જવાબ:- મધ ઉત્પાદન એ એક કુદરતી પ્રક્રિયા છે હવે જે જંગલમાં પુડાઓ જોવા મળે, બિલ્ડીંગમાં પૂડાઓ જોવા મળે, તેની અંદર મધમાખીએ મધ એકત્રીત કર્યુ હોય, આને લઇ એક ગેરમાન્યતા પણ છે કે તેને હિંસા કહેવામાં આવે. મધમાખી મધ કલેકશન કરે ત્યારે તે મધ તેને બચાવા માટે અને લાળવા માટે પોતાના ક્ધઝમેન્શન માટે કરે તેની ક્રિટીકલ પરિસ્થિતિ, આયાતકાલીન પરિસ્થિતિ જેમાં ચોમાસાના બે મહિનામાં ફલાવરીંગ ન થાય ત્યારે આવા સમયે તેનો ખોરાકનો સંગ્રહ કરે, મધમાખી અને તે ખોરાક આપણે લઇએ, પરંતુ સાયન્ટીફીકલી બી કિપીંગ કરવામાં આવે છે તેથી અંદર ચેલેન્જ એટલા માટે કહેવામાં આવે છે આપણે તે ખોરાક મધમાખીને પાછો આપવો છે.
મધમાખીને ફલાવરીંગ પુષ્કળ પ્રમાણમાં આપવાનું જેથી તેની પ્રક્રિયા સતત રહે, મધમાખીને ફલાવર મળ્યું પાછું મળશે તેની સંભાવના પૂરેપુરી છે. તેને જે ખાતા વધે તેનું કલેકશન આપણે કરવાનું હોય તેથી તેને અહીંસક પણ કહેવાય છે. લિકિપીંગ માં ફલાવરીંગ જ મોટો પડકાર છે. ફલાવરીંગ હોવું જરુરી છે. ફલાવરીંગ વાળા વિસ્તાર સતત રાખવા પડે હવામાન વાતાવરણ તેને ખુબ જ અસર કરે
પ્રશ્ન:- મધની પરખ કેવી રીતે થાય, તેને લઇ ઘણી ગેરમાન્યતા હોય છે શું કહેશો?
જવાબ:- મધની આધુનિક રીતે પરખ કરું તો લેબ ટેસ્ટ છે કે લેબોરેટરી વગર તેને પારખવું ખુબ જ મુશ્કેલ છે મધને લઇ ઘણી માન્યતા ગેરમાન્યતા હોય છે. મધ સળગે કપડા ઉપર સરકી જાય, મધ કયારેય જામે નહીં આવી ગેરમાન્યતાઓ હોય છે, આ પાછળ સાયન્સ છે. મધ સળગે તો તેનો ગુણ છે. મધને પૂડામાંથી કાઢવામાં આવે ત્યારે પહેલાના સમયમાં તેને નીચવતા ત્યારે તેમાં વેકસનો ભાગ આવતો વેકસ જવલનશીલ હોય તે સળગે, તેથી મધ સળગતું, પ્રોસેસ હની હોય જેને ગાળી લીધા હોય તો તે ન સળગે, ઉપરાંત મધ કપડામાંથી સરેક નહીં. આવા કેસમાં મધ ગ્લુકોઝ, ફ્રુકટોઝ, ટ્રુકટોઝ, ત્રણેયનો સમન્વય બંધારણ છે. ઘણા બધા મધ પાણી જેવા હોય છે જુના મધ પણ પાતળા થતા હોય મધ સંપૂર્ણ આહાર છે જેના પર વેધર ઇફેકટ થાય.
પ્રશ્ન:- મધ ખાંડની અવેજી બની શકે ખરાં?
જવાબ:- હા, મધ ખાંડની અવેજી બની શકે છે આની શરૂઆત યુરોપમાં થઇ ગઇ છે. જેવી રીતે સુગર કયુબ હોય છે તેવી રીતે ‘હની કયુબ’ પણ તૈયાર થશે. મધમાં એક નેચરલ ગ્લુકોઝ જે શરીરને અનેક લાભ અપાવે છે. આવતા દિવસોમાં મધની પણ કયુબ ઇન્ડીયામાં બનાવવામાં આવશે અને એક ક્રાંતિ સર્જાશે
પ્રશ્ન:- મધના ઉપયોગમાં ફાયદાઓ કયા કયા છે?
જવાબ:- મધ એક આયુર્વેદીક ઔષધિ છે. મધ શરીરમાં યોગવાહિનીનુ: કામ કરે છે. એટલે કે હીલીંગનું કામ કરે છે. અને શરીરમાં ટ્રાન્સપોર્ટેશનનું કામ કરે છે. મધથી શરીરમાંના ઝેરી તત્વોનો નાશ થાય છે એટલે કે મધ શરીરમાં ડિટોકસી ફિકેશનનું કામ કરે છે. મધ કુદરતે માનવને આપેલી દુઆ છે અનમોલ ભેટ છે.
પ્રશ્ન:- વાઇલ્ડ લાઇફમાં મધનો શું રોલ છે?
જવાબ:- આર્લ્બટ આઇન્સ્ટાઇને કહ્યું છે કે જો પૃથ્વી પરથી મધમાખી નષ્ટ થાય તો પૃથ્વીનો પણ નાશ થઇ જાય, કારણ કે મધ પોલીનેશનનું કામ કરે છે. અને પર્યાવરણની સાયકલમાં મધનો અહમ રોલ છે.
પ્રશ્ન:- મધ ખાવાની સાચી રીત શું છે?
જવાબ:- મધએ સંપૂર્ણ આહાર છે મધને ખવાતું કે પીવાનું નથી. મધને ચાટવામાં આવે છે. મધ એક એવી આયુર્વેદિક ઔષધિ છે જેને મોંમા મૂકીએ ત્યારથી તેની અસર શરુ થઇ જાય છે. તેથી જ તો હકીમો અને વૈદ્યો મધને ચાટવાની સલાહ આપે છે.
પ્રશ્ન:- મધનું સેવન કરવાનો ઉત્તમ સમય કયો છે?
જવાબ:- મધમાં ખોરાકને પચાવવાની અદભુત ક્ષમતા છે. તેથી રાત્રે અને વહેલી સવારે મધ ચાટવાથી શરીરમાં હિલીંગની પ્રક્રિયા સુદ્રઢ બને છે.
પ્રશ્ન:- મધ અને ધર્મ વચ્ચે શું સંબંધ છે?
જવાબ:- મધને અતિ પવિત્ર માનવામાં આવે છે સુશ્રુત ચિકિત્સા, બાઇબલ, કુરાનમાં મધને મૃત્યુ સિવાયની દવા તરીકે માનવામાં આવે છે. એ સિવાય મધથી શરીર પર ટાંકા લેવાયા હોય તો મધ તેને રૂજવવાનું કામ કરે છે. તેવી જ રીતે હિન્દુ પરંપરામાં મધને પંચામૃત પૈકીનું એક માનવામાં આવે છે.
પ્રશ્ન:- મધુધારાની વિશેષતા શું છે?
જવાબ:- મધુ એટલે મીઠાશ, ધારા એટલે અવિરત વહેતી ધારા, તેવી જ રીતે મધુધારા પણ ગ્રાહકોને આપવા માટેની મધની ગુણવતા, વાઇલ્ડ લાઇફ, મધમાખી દરેકનો ખ્યાલ રાખે છે. જેમાં ટ્રેડીશનલ અને મોર્ડન બન્ને પ્રક્રિયા દ્વારા અહિંસક મધ કાઢવામાં આવે છે. હિંસક મધ કાઢવામાં આવે છે. હિંસક મધ એટલે જેમાં પુડો તોડીને નિચોવી લેવાયો હોય આમ કરવાથી મધમાખી મરી જાય છે જયારે અહિંસક મધ પ્રક્રિયામાં ઇંડા, બચ્ચા, લાળવાના સ્લોટનું ઘ્યાન રાખવામાં આવે છે. આમ કરવાથી રાણી મધમાખી પણ સચવાય છે. મધુ ધારાની મુખ્ય પ્રાયોરીટી માખી છે. મધમાખી જયારે લીચી, જાંબુ, અજમો, તલ, અને વરિયાળી માઁથી મધ એકઠુ કરે છે તેથી મધના અલગ અલગ પ્રકાર બને છે. પુડાનું રીસાયકલીંગ કરીને મધ બનાવવામાં આવે છે. ગ્રાહકોને શુઘ્ધ મધ આપવાની મધુ ધારાનો મુખ્ય પ્રયાસ રહ્યો છે. તેથી ભારતના દરેક ખુણે મધુધારા મધ પહોચાડે છે તથા માહીતી માટે મધુધારા ડોટ કોમનો સંપર્ક કરે છે.
પ્રશ્ન:- કોરોના બાદ સ્થિતિ કેવી છે? લોકોની મધ પ્રત્યેની જાગૃતતા વિશે જણાવો?
જવાબ:- કોરોના બાદ આજે દરેક વ્યકિતઓ પોતાના સ્વાસ્થ્યની જાળવણી માટે વધુ જાગૃત બન્યા છે અને આયુર્વેદ તરફ વધારે રૂજાન ધરાવે છે. મધમાં રહેલા ગુણોથી શરીરમાંના ટોકસીન્સ દુર થાય છે જેથી ઇમ્યુનીટી પાવર વધે છે. તેથી પ્રતિદિન એક ચમચી મધનું દરેકે સેવન કરવું જોઇએ. આજે કોરોના કાળમાં જયારે લોકો મધ પ્રત્યે જાગૃતતતા કેળવી છે ત્યારે મધને માત્ર દવા તરીકે અથવા પૂજામાં જ નહી પરંતુ જીવનનો એક ભાગ બનાવવો જોઇએ.