કમળને કરમાવવા જૂનમાં હાર્દિક રણનીતીનું એલાન કરશે

પાસના નેતા હાર્દિક પટેલે ભાજપને ચીમકી આપતા કહ્યું છે કે, જો પાટીદાર સમાજ માટે વહેલી તકે ઓબીસીમાં અનામત આપવાની જાહેરાત કરવામાં નહીં આવે તો જૂન માસમાં અમદાવાદમાં મળનારા જંગી યુવા સંમેલનમાં ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં કેવી રીતે હરાવવો તેની વ્યૂહ રચના જાહેર કરવામાં આવશે. ભાજપ સરકારને અનેક વખત રજૂઆત કરવા છતાં પાટીદાર સમાજની હજુ સુધી એકપણ માગણી સંતોષવામાં આવી ની. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છમાં નર્મદાના નીરના વધામણા માટે આવી રહ્યા છે ત્યારે પાટીદાર સમાજ વતી વિરોધ કરવા માટે બોટાદમાં તે જગ્યાએ જ યુવાનો સામૂહિક મુંડન કરાવીને વિરોધ કરશે જયાં સૌની યોજનાના કામ માટે પીએમ મોદી આવ્યા હતા, કારણકે ત્યાં હાલ પાણી ની.

વિધાનસભાની ચૂંટણીના પડઘમ શરૂ ઇ ગયા છે ત્યારે ભાજપ સામે ફરી એક વખત ઉગ્ર આંદોલનની તૈયારી કરી રહેલા હાર્દિક પટેલે જણાવ્યું છે કે, પીએમ મોદીએ તેમની છેલ્લી મુલાકાતમાં બોટાદ ખાતે જે જગ્યાએ સૌની યોજના માટે જાહેરાતો કરી હતી ત્યાં હાલ પાણી નહીં હોવાની પાસને રજૂઆતો મળી છે તેી પાસના ૫૦ યુવા આંદોલનકારીઓ સો પોતે પણ ૨૦ અને ૨૧ મે ના કાર્યક્રમમાં ત્યાં જ મુંડન કરાવશે જેમાં સરકાર દ્વારા પાસના કાર્યકરોને અવારનવાર પકડી લેવામાં આવે છે તેનો પણ આ રીતે વિરોધ કરાશે. આ કાર્યક્રમમાં ખેડૂતો અને અન્ય નાગરિકો પણ જોડાશે.

રાજકીય મુદ્દે હાર્દિકે જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા ચૂંટણી ઢંઢેરામાં જે વચનો આપવામાં આવ્યા હતા તે હજુ સુધી પૂરા કરવામાં આવ્યા ની. ખાસ કરીને બેરોજગાર યુવાનોને પૂરતી રોજગારી આપવામાં સફળતા મળી ની. તે સો અત્યાર સુધી પાટીદાર સમાજ માટે કશું ખાસ કરવામાં આવ્યું ની તેી ચૂંટણીમાં પાટીદાર સમાજ ભાજપી નારાજ રહેવાનો છે પરંતુ અમે કોંગ્રેસ પાસે પણ પાટીદારો માટે કંઇક કરશે તેવી આશા રાખી રહ્યા છીએ.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.