પેટ્રોલ-ડીઝલના વાયદા બજારને સૈધ્ધાંતિક મંજૂરી મળી: સેબીની પરવાનગીનો ઈન્તજાર

પેટ્રોલ-ડિઝલની વધતી કિંમતી ત્રાહિમામ પોકારી ઉઠેલી પ્રજાને રાહત આપવા સરકાર પેટ્રોલ-ડિઝલના વાયદા બજારને મંજૂરી આપે તેવી વાતો સંભળાય રહી છે. સરકાર તરફી ઓઈલ એન્ડ પેટ્રોલીયમ મંત્રાલયે પેટ્રોલ-ડિઝલના વાયદા કારોબારને સૈધ્ધાંતિક મંજૂરી આપી હોવાનું જાણવા મળે છે.

ક્રુડની કિંમતોના લાંબાગાળાના ઉકેલ માટે સરકાર વિવિધ વિકલ્પો ઉપર વિચાર કરી ચૂકી છે. વૈશ્ર્વિક કિંમતોની વધુ અસર સનિક બજારો પર ન પડે તેવા વિકલ્પોમાં ભારતીય કોમોડીટી એક્ષચેન્જને પેટ્રોલ અને ડિઝલના વાયદા-વેપાર લોન્ચ કરવાની મંજૂરી આપી દીધી છે. પેટ્રોલીયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ નિર્ણય લીધો છે. જો કે ભારતીય કોમોડીટી એક્ષચેન્જને ઈંધણમાં વાયદા વેપાર લોન્ચ કરવા માટે સેબીની મંજૂરી લેવી પડશે. જો સેબી ફયુચર વેપાર માટે લીલીઝંડી આપશે તો એકસ્ચેન્જ એક જ દિવસમાં તેને લોન્ચ કરી દેશે.

અહીં ઉલ્લેખનીય છે કે, વાયદા બજારના કારણે પેટ્રોલ-ડિઝલને અન્ય કોમોડીટીની જેમ બેલેન્સ કરવામાં સરળતા રહેશે. ઉપરાંત હુંડીયામણનો પ્રશ્ર્ન પણ ઉભો નહીં થાય. રોકાણકારો આ ફયુચરમાં રોકાણ કરવા આકર્ષાશે તેવું નિષ્ણાંતોનું માનવું છે.

પેટ્રોલ અને ડિઝલનો ફયુચર કોન્ટ્રાકટ લોન્ચ થવા પર ઉપભોકતા તેને ફિકસ કિંમત પર ખરીદી શકે છે અને ફયુચર ડેટમાં તેની ડિલીવરી લઈ શકે છે એટલે કે જો ગ્રાહક એક નિશ્ર્ચીત કિંમત પર પેટ્રોલ અને ડિઝલ ખરીદે છે અને તેની ડિલીવરી એક મહિના બાદ ઈચ્છે છે તો તેને એ જ કિંમત પર ડિલીવરી મળશે ભલે ડિલીવરીના દિવસે પેટ્રોલ કે ડિઝલની કિંમત તેને ખરીદેલા રેટી કેમ ન હોય આ રીતે પેટ્રોલ-ડિઝલના ફયુચર ટ્રેડીંગના કારણે વૈશ્ર્વિક કિંમતોમાં ચઢાવ-ઉતારની અસર સનિક બજાર પર જોવા મળશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.