મહામારીના કારણે ઉદ્યોગ-ધંધા, આયાત-નિકાસ સદંતર બંધ હોય તેવી સ્થિતિ છે. ચીનમાં ઉત્પાદન ઠપ્પ થઈ ગયું છે. બીજી તરફ વેપાર વાણીજ્યમાં ચીનની મોનોપોલી તૂટે તેવું પણ અનેક લોકો ઈચ્છે છે. આ ઉપરાંત અમેરિકા સહિતના કેટલાક દેશો સાથે વેપાર ક્ષેત્રે ચીનને વાંકુ પણ પડ્યું છે. પરિણામે ભારતના જે વિસ્તારોમાં ઉત્પાદન એકમો સ્થાપી શકાય અને સરળતાથી સપ્લાય કરી શકાય તેવા વિસ્તારોને વિકાસની હરણફાળ ભરવાની તક સાંપડી છે. વર્તમાન સમયે ચીનનું શાંઘાઈ બંદરની સાથો સાથ ઉત્પાદન ક્ષેત્રમાં પણ ટોચનો ક્રમ ધરાવતું હતું. ધોલેરામાં પણ ઉત્પાદન થઈ શકે છે અને સાથો સાથ દેશ-વિદેશમાં સરળતાથી નિકાસ પણ થઈ શકે છે. આ ઉપરાંત ધોલેરા સાથે દેશની મહત્વની ગોલ્ડન કોરીડોર, સમુદ્ર માલા સહિતના યોજનાઓને સાંકળવી પણ સરળ છે.
કોરોના મહામારીના વાયરાથી સમગ્ર વિશ્ર્વમાં ધંધા રોજગાર અને ઉઘોગોમાં ભયંકર મંદીનો માહોલ પ્રર્વતી રહ્યો છે. અલબત ગુજરાતના ધોલેરા માટે આ આફત અવસરમા બદલે તેવા સંજોગો ઉભા થયા છે. ચીનમાં ઉભી થયેલી કટોકટી અને પ્રવર્તમાન પરિસ્થિતિને લઇને અનેક મલ્ટીનેશનલ કંપનીઓ ચીનમાંથી પોતાના એકમો બંધ કરી વિકલ્પ શોધી રહી છે. ત્યારે ગુજરાતનું ધોલેરામાં ઔઘોગિક વિકાસની મોટી તકો ઉભી થઇ છે.
ધોલેરાસર ડેવલોપર્સ એસોસિએશન ડી.એસ. ડી.એ. દ્વારા ધોલેરાને ચીનમાં કાર્યશ્રત કંપનીઓને સલામત અને વિકાસની વિપુલ તકો ધરાવતાં આ વિસ્તારમાં રોકાણ માટે ખુબ જ સારો વિકલ્પ ઉભો કરવા કવાયત હાથ ધરી છે.
ભારતમાં અને ગુજરાતમાં ચીનનો વિકલ્પ ઉભો કરવો ડી.એસ.ડી.એ. એ ગુજરાત સરકાર સાથે મસલત શરુ કરી છે.
ચીનમાં ઘણી એવી કં૫નીઓ અત્યારે પોતાના ઉત્પાદન એકમો ધરાવે છે તે પોતાનું કામકાજ ભારતમાં સ્થળાંતરીત કરવાનું વિચારી રહી છે. આવી કંપનીઓ માટે ભારત મીઠાખાણનું ભાણુ બની શકે તેમ ધોલેરાસર ડેવલોપમેન્ટ એસો. ડી.એસ.ડી.એ. નુઁ દ્રઢપણે માનવાનું છે.
ધોલેરામાં ગ્રીનફીલ્ડ સ્માર્ટ સીટી પ્રોજેકટોને લઇને ધોલેરા અત્યારે ઔઘોગિક ઉત્૫ાદનો સ્થાપવા માટે તૈયાર કંપનીઓ માટે આદર્શ સ્થળ બની શકે તેમ ડી.એસ.ડી.એ. ના ઉપપ્રમુખ રાજદીપ ચુડાસમાએ જણાવ્યું હતું સામે એટલા માટે શકય છે કે અહિં કંપનીઓ માટે તમામ પ્રકારની આંત્ર માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ છે. કોઇપણ ઉઘોગીક તાત્કાલીક પોતાનું ઉત્પાદન શરુ કરી શકે છે.
રાજય સરકાર સિંગલ વિન્ડા કિલયરન્સના માઘ્યમથી ત્વરીત મંજુરીઓ આપે છે. તેથી ધોલેરા ચીનથી ફરવા માંગતી કંપનીઓ માટે આદર્શ સ્થળ તરીકેવિકસી શકે છે રાજદીપ ચુડાસમાએ જણાવ્યું હતું કે અમુે સરકારને રોકાણ કરવા ઇચ્છતી કંપનીઓને પ્રોત્સાહન આપવા આગ્રહ કરી રહ્યા છીએ. ગુજરાત પણ આવી કંપનીઓ માટે આયાત અને નિકાસનું મુખ્ય હબ બનવાની પુરી ક્ષમતા ધરાવે છે. અહિ ઉઘોગો માટે અનુકુળ અને પુરતી જમીન શ્રમિકોની ઉપલબ્ધી બંદરે અને રસ્તાની સારી સુવિધા અને ૨૪+૭ સતત વિજળીની ઉપલબ્ધીના કારણે તમામ પ્રકારના ઉઘોગ માટે ગુજરાત અને તેમાં પણ ધોલેરાસર વિશ્ર્વભરની અને ખાસ કરીને ચીનથી સ્થાળાંતરીક થવા ઇચ્છતી કંપનીઓ માટે ધોલેરાસર મામાનું ઘર જેવું અનુકુળ ઔઘોગિક વિસ્તાર બની શકે છે ધોલેરાની ચીનના ઔઘોગિક વિકલ્પ તરીકે વિકસાવવા માટે ધોલેરાસર ડેવલોપર્સ એસોસિએશન ડી.એસ.ડી.એ. દ્વારા ગુજરાત સરકારને ખાસ હિમાગત કરવામાં આવી છે.
ધોલેરા સાથે સાગરમાલા યોજનાનો સંગમ અતિ ઉત્તમ
ભારત સરકારના શિપીંગ મંત્રાલય દ્વારા સાગરમાલા યોજનાની જાહેરાત થઈ હતી. જે અંતર્ગત પોર્ટ કનેક્ટિવીટી વધારવા, મેરીટાઈમ કલસ્ટર સ્થાપવા સહિતના પગલા લેવાના થાય છે. આ યોજના અંતર્ગત નવલખી અને પોરબંદર પોર્ટ ખાતે ખાસ કોસ્ટલ બર્ટ બનાવવામાં આવશે. વેરાવળ અને માંગરોળને ફિશીંગ હાર્બર તરીકે વિકસાવવાની યોજના હતી. એકંદરે સપ્લાય, ઉત્પાદનની કડીને જાળવી રાખવા સાગર માલા યોજના મહત્વનો ભાગ ભજવશે. જેથી ધોલેરા પોર્ટ પણ સાગરમાલા યોજનાનો લાભ લઈ શકે છે.
ગોલ્ડન કોરિડોર સપ્લાય ચેઈન માટે અગત્યનો
દેશના ઝડપી વિકાસ માટે ઔદ્યોગીકીકરણને વેગવાન બનાવવાનો પ્રયાસ થયા છે. આવા સમયે દેશમાં સુવર્ણકાળ લાવવામાં ગોલ્ડન કોરીડોર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. પેટ્રોલીમ આધારિત પેટ્રોલ રસાયણ, ફાર્મા ઔષધો, જંતુનાશકો, પ્લાસ્ટીક, કૃત્રિમ રેસાઓ, ખાતર સહિતના પદાર્થોનું ઉત્પાદન કરનાર ઉદ્યોગોને ફાયદો થશે. ગોલ્ડન કોરીડોર અંતર્ગત ફોર લેન, સીક્સ લેન ફલાય ઓવર અને રેલવે ઓવરબ્રિજનું નિર્માણ થશે. ગાંધીનગરથી દિલ્હી, દિલ્હીથી કલકતા, કલકતાથી ચેન્નઈ સહિતના મોટા અને નાના-નાના શહેરોને ગોલ્ડન કોરીડોર દ્વારા આવરી લેવાશે. એક સ્થળેથી બીજા સ્થળે માલની હેરાફેરા ખુબજ સરળ થશે. વિવિધ રાજ્ય સરકારો પણ કેન્દ્ર સરકારની આ યોજના સાથે કદમથી કદમ મિલાવી કામ કરી રહી છે. આ યોજનાથી ધોલેરા પોર્ટના માલની હેરાફેરી સરળ બની શકે છે.