ક્રિપ્ટને માન્યતા મળે માટે સરકાર સંસદમાં આ અંગે બિલ રજૂ કરશે

સતત વધતા ક્રિપટો આ ક્રેઝને લઈ રોકાણકારોની સંખ્યામાં મદદ વધારો થઇ રહ્યો છે ત્યારે આવનારા સમયમાં ક્રિપટોકરન્સી ને સરકાર દ્વારા માન્યતા મળે અને ક્રિપટો એસેટ તરીકે પ્રસ્થાપિત થાય તે દિશામાં સરકાર દ્વારા હાલ તમામ કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે જેને ધ્યાને લઇ સરકાર સંસદમાં ક્રિપટોકરન્સી બિલ પણ રજુ કરશે અને તેને માન્યતા મળે તે દિશામાં પગલાં પણ લેશે. હાલ કેન્દ્ર સરકારની સૌથી મોટી ચિંતાનો વિષય મહિમા એ છે કે તેની યોગ્ય રીતે પ્રેમ વર્ક કરવામાં આવે અને ક્રિપટો એસેટને ભારત દેશમાં પૂર્ણ મંજૂરી આપવામાં આવે.

આ માટે કેન્દ્ર સરકારના ઇકોનોમિક અફેર્સ મંત્રાલય અને ઈલેક્ટ્રીક મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે ડ્રાફ્ટ બિલ તૈયાર કરવામાં આવી રહ્યું છે જેને બજેટ સત્રમાં રજૂ કરવામાં આવશે. ક્રિપટો એ લઈ જે રીતે નાય ચર્ચાનો દોર શરૂ થયો છે તેને જોતાં એ વાત સ્પષ્ટ છે કે આવનારા ભવિષ્યમાં ક્રિપટો  રેગ્યુલેટેડ કોમોડિટી તરીકે પ્રસ્થાપિત થશે જેના પર ટ્રેડિંગ પણ શક્ય બનશે.

માહિતી અનુસાર જે બિલ બનાવવામાં આવ્યું છે તેની એક કોપી પ્રધાનમંત્રી કાર્યાલય ખાતે પહોંચાડવામાં આવી છે. તરફ ઘણી ક્રિપટો એક્સચેન્જ સરકારને સીધી રીતે આ અંગેની માહિતી આપી વિકાસ અર્થે પણ વાતચીત કરી છે જેને ધ્યાને લઇ સરકાર ક્રિપટો અને ભારત દેશમાં મંજૂરી મળે તે દિશામાં કાર્ય કરી રહ્યું છે.

બીટકોઈન બમબમાટ , 68 હજાર ડોલરને પાર

વૈશ્વિક સ્તરે બીટકોઈન માં રોકાણકારોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે સામે સારું વળતર મળવાના પગલે રોકાણકારો બીટકોઈન માં વધુ ને વધુ રોકાણ કરી રહ્યા છે ત્યારે બીટકોઈન સર્વાધિક 68 હજાર ડોલરને પાર પહોંચ્યું છે. જેને ધ્યાને લેતા એ વાત સ્પષ્ટ થાય છે કે આવનારા સમયમાં ક્રિપ્ટો કરન્સી નો વ્યાપ સતત વધશે અને લોકો વધુને વધુ આ કરન્સીમાં પોતાનું રોકાણ કરશે.

પ્રાપ્ત માહિતી મુજબ એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે બિટકોઇનની ડિમાન્ડમાં સતત વધારો થઈ રહ્યો છે જેને ધ્યાને લઇને બિટકોઇનની સપાટી સર્વાધિક જોવા મળે છે. સૌથી મહત્વની વાત એ છે કે બીટકોઈન માં જે રોકાણ કરનાર રોકાણકારો છે તે લાંબા સમય માટે ના રોકાણ અર્થે જ અહીં રોકાણ કરી રહ્યા છે.

સામે સારા વળતરની સાથોસાથ જે રિસ્ક ફેક્ટર જોવા મળે છે તે પણ વધુ હોવાથી હાલ જે રીતે વધુ ને વધુ લોકો રોકાણ કરવા જોઈએ તે નથી કરી શકતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.