આજે હાર્દિક અને સિબ્બલ વચ્ચે થનારી મહત્વની બેઠક પર સૌની મીટ
આજે કોંગ્રેસના દિગ્ગજ નેતા કપિલ સિબ્બલ અને ‘પાસ’ના ક્ધવીનર હાર્દિક પટેલ વચ્ચે અહીં મહત્વની બેઠક યોજાનારી છે. જેના પર સૌની મીટ છે. સિબ્બલ અને હાર્દિક વચ્ચેની બેઠકમાં શું અનામતનું ગુંચવાયેલું કોકડુ ઉકેલાઈ જશે?
અહીં ખાસ ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલે કોંગ્રેસને ડેડલાઈન આપી હતી કે, તા.૭મી નવેમ્બર સુધીમાં પાટીદારને અનામત મામલે કોંગ્રેસ કોઈ સ્ટેન્ડ નહીં લે તો તેઓ ‘આકરા’ પગલા રાહુલની રેલી સામે લેશે. એક તરફ જયાં કોંગ્રેસ પાસે પાટીદારોને અનામત આપવાનો પાવર નથી અને બીજી તરફ અલ્પેશ ઠાકોર અનામતમાંથી શેર આપવા તૈયાર નથી. ત્યારે હાર્દિક અને સિબ્બલ વચ્ચેની બેઠકનું કેટલું રાજકીય મહત્વ છે અને તેમાં કેવોક વળાંક આવે છે. તેમજ આ બેઠકમાં શું અનામતનું ગુંચવાયેલુ કોકડુ ઉકેલાઈ જશે તેના પર સૌની મીટ છે.
સિબ્બલ સાથેની બેઠકમાં હાર્દિક પટેલ ઉપરાંત પાટીદાર અનામત આંદોલન સમીતીના અન્ય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેવાના છે. કોંગ્રેસ કાર્યાલય અમદાવાદ ખાતે આ બેઠક મળવાની છે. જેમાં પાટીદારોને અનામત આપવાની અન્ય વૈકલ્પીક તેમજ બંધારણીય જોગવાઈ બારામાં પણ વિચારણા થઈ શકે છે. જાણકારોના જણાવ્યા મુજબ આ બેઠક બાદ આવતીકાલે એટલે કે ગુ‚વારે કોંગ્રેસ તરફથી પાટીદારોને અનામત આપવા અંગેની ચૂંટણીલક્ષી સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી શકયતા રાજકીય નિષ્ણાંતો જોઈ રહ્યાં છે.
રાજયમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ત્યારે જ હાર્દિક પટેલે ભાજપ સામે મોરચો માંડયો હતો. તેની નારાજગી પાટીદારોને સત્તાધારી પક્ષે અનામત ન આપી તે અંગેની સ્પષ્ટ જણાય આવતી હતી. સ્વાભાવીક રીતે જ ભાજપ સામેના વિરોધ પક્ષોએ રાજકીય લાભ લેવા ભાજપ સાથે ગઠબંધન કરવા અને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સુપડા સાફ કરીને તેનો લાભ લેવા યોજના બનાવી હતી. જેના ભાગ‚પે આજે કોંગ્રેસના પ્રથમ દરજ્જાના નેતા કપિલ સિબ્બલ અને પાટીદાર અનામત આંદોલન સમીતીના ક્ધવીનર હાર્દિક પટેલ વચ્ચે મહત્વની બેઠક મળવાની છે.
અહીં ખાસ ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનીયા ગાંધીએ ગુજરાતમાં પાટીદારોને અનામત આપવા અંગેનું કોકડુ ઉકેલવા કોંગ્રેસના રાજયકક્ષાના નેતા અહેમદ પટેલ અને રાષ્ટ્રીય કક્ષાના નેતા તેમજ વરિષ્ઠ ધારાશાસ્ત્રી કપિલ સિબ્બલને જવાબદારી સોંપી હતી. તેઓ હાર્દિક સાથેની બેઠક અંગેનો અહેવાલ હાઈકમાન્ડને સોંપશે.