બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થઈ…? કયારે થઈ..?? દુનિયાનું બિંદુ ક્યાં છે..?? આ તમામ પ્રશ્નો મુદ્દે વૈજ્ઞાનિકો શોધખોળ કરવા સતત આતુર હોય છે. આ માટે ઘણા એવા પહેલું છે કે જેને સૌ પ્રથમ સુલજાવવા જરૂરી છે. જેમાં બિગ બેંગ થિયરી, બ્લેક હોલ વગેરે સામેલ છે. ત્યારે આ અંગે વૈજ્ઞાનિકોને વધુ એક આશાનું કિરણ મળ્યું છે જેના થકી ખગોળશાસ્ત્રીઓ બ્રહ્માંડ ઉત્પત્તિના રહસ્યને વધુ સરળ રીતે શોધી શકશે.
બ્રહ્માંડની શરૂઆતમાં 14 અબજ વર્ષ પહેલાં જે બન્યું તે ભૌતિકશાસ્ત્રના સૌથી મહાન રહસ્યોમાંથી એક છે. તેની તપાસ કરવાની કોઈ સરળ રીત નથી. પરંતુ તાજેતરમાં આ અંગે વધુ એક તસ્વીર મળી છે. જે આ તરફની શોધને વધુ સરળ બનાવશે. વર્ષ 2019 માં બ્લેક હોલના પાયાની પ્રથમ વખત તસવીર કેપ્ચર કરવામાં આવી હતી ત્યારે હવે તાજેતરમાં વૈજ્ઞાનિકોએ બ્રહ્માંડમાં સેન્ટોર્સ-એ નામની આકાશ ગંગાના કેન્દ્રમાં સ્થિત બ્લેક હોલમાંથી નીકળતા પ્લાઝમા એટલે કે વાયુઓના ધોધની તસવીર સામે આવી છે.
નેચર એસ્ટ્રોનોમીમાં પ્રકાશિત થયેલા પરિણામો ઘણાં તારાવિશ્વોના કેન્દ્રમાં છૂટાછવાયા વિશાળ બ્લેક હોલ વિશે બીજી પણ રસપ્રદ સમજ આપે છે. પ્રારંભિક તબક્કે, બ્રહ્માંડ એક પ્લાઝ્માથી ભરેલું હતું, (પ્લાઝ્મા એક પ્રકારનો વાતાવરણીય વાયુ છે) જે ચાર્જ કણોથી બનેલ ગેસ છે. જેમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન (એવા કણો કે જે ન્યુટ્રોન સાથે અણુ ન્યુક્લિયનો સમાવેશ કરે છે)નો સમાવેશ કરે છે. ફોટોન (પ્રકાશના કણો) આ મિશ્રણમાં ફસાઈ ગયા હતા અને ત્યાં કોઈ રસ્તો ન હોવાને કારણે અન્ય કણો સાથે ટકરાયા હતા. જેમ જેમ બ્રહ્માંડ વિસ્તર્યું અને ઘનતામાં નોંધપાત્ર ઘટાડો થયો, આખરે ફોટોનને એક રસ્તો મળી ગયો અને પ્રકાશ કણ મુક્તપણે છૂટવા લાગ્યા. બિગ બેંગના 3,80,000 વર્ષ પછી બનેલી “રિકોમ્બિનેશન” તરીકે ઓળખાતી આ ઘટના બ્રહ્માંડની ઉત્પત્તિ પાછળના મૂળ ગણાય છે.