• ભાજપના નવા સંગઠન માળખામાં સંઘના સારથીઓને હોદાઓ આપવા
  • જ પડશે: મોદી પાસે બહુમત ન હોય હવે સંઘના શરણમાં જવું જરૂરી

પ્રખર હિન્દુત્વની વિચારધારા ધરાવતા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે છેલ્લા ઘણા સમયથી અણબનાવના વીજ રોપાય ગયા છે આ બિજનો કોટો ફૂટે  તે પહેલા બન્ને વચ્ચે સમાધાનનો સેતુ સધાય જાય તે ખુબ જ જરુરી છે. સંઘના મજબૂત સાથ વિના ભાજપનું સંગઠન માળખુ કયારેય મજબૂત બની શકે તેમ નથી. નરેન્દ્રભાઇ મોદી ચોકકસ ત્રીજી વખત ભારતના વડાપ્રધાન બની ગયા છે. પરંતુ તેઓએ પાંચ વર્ષ સુધી સતત એક વાત યાદ રાખવી પડશે અગાઉની બે ટર્મની માફક તેઓની પાસે સ્પષ્ટ બહુમત નથી આવામાં સંઘના સાથ વિના ભાજપનો સંઘ દ્વારકા પહોચશે જ નહીં.

આર.એસ.એસ. અને ભાજપને એકબીજાના પુરક માનવામાં આવે છે પરંતુ લોકસભાની ચુંટણીમાં છેલ્લી બે ટર્મથી ભાજપને તોતીંગ બહુમતિ મળતા નેતાઓનો અહંકાર વધી ગયો હતો. અયોઘ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ ભાજપને એવું લાગતું હતું કે પક્ષને આસાનીથી બહુમત મળી જશે ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી.નડ્ડાએ પણ ચૂંટણી વેળાએ એવું નિવેદન આપ્યું હતું કે, ભાજપને હવે આર.એસ.એસ.ની જરૂર નથી પક્ષ અકલો ચાલવા સમક્ષ બની ગયો છે.

લોકસભાની ચુંટણીના પરિણામોએ ભાજપના તમામ નેતાઓનો ભ્રમ ભાંગી નાખ્યો છે. ભાજપની સરકાર ચોકકસ બની છે. પરંતુ એનડીએના સાથી પક્ષોના ટેકા વિના કેન્દ્રમાં સરકાર ચલાવવી ભાજપ માટે મજબૂરી બની ગઇ છે.  ચૂૂંટણી પરિણામ બાદ આર.એસ.એસ. દ્વારા પણ ભાજપના નેતાઓ અને પક્ષની કાર્યશૈલી સામે આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે.

ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષની મુદત પુરી થઇ ગઇ છે. તેઓને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. આવામાં હવે સંઘને સંપૂર્ણ પણે વિશ્ર્વાસમાં લઇને ભાજપે નવા રાષ્ટ્રીય અઘ્યક્ષની નિમણુંક કરવી પડશે. બની શકે કે સંપૂર્ણ પણે સંઘની વિચારધારાને વરેલા કોઇ મોટા નેતાને ભાજપ રાષ્ટ્રીય અઘ્યક્ષ તરીકે ની જવાબદારી પણ સોંપવી પડે, ગ્રામ પંચાયતથી લઇ લોકસભાની ચુંટણીમાં સંઘના કાર્યકરોનો ફાળો હમેશા મોટો હોય છે. કોઇપણ સ્વાર્થ વિના સંઘનો કાર્યકર ભાજપને જીતાડવા માટે મહેનત કરતો હોય છે.

સંઘના સાથ વિના ભાજપનું સંગઠન માળખુ કોઇ કાળે મજબૂત બની શકે નહી. કારણ કે કમળનો ખેસ ધારણ કરનાર એક એક કાર્યકરના દિલો દિમાગમાં સંઘની વિચારધારા રહેલી હોય છે. સત્તાના નશામાં ચકચુર બનેલા ભાજપના અમુક નેતાઓ ભલે એવું માની રહ્યા હોય કે સંઘના ટેકાની હવે જરૂરત નથી. પરંતુ સંઘના સાથ થકી જ કમળની એક એક કળી જોડાયેલી છે.

આર.એસ.એસ. જ નીકળી જાય તો ભાજપનું અસ્તિત્વ રહે તેમાં કોઇ શંકા નથી. પરંતુ સંગઠન માળખુ વેરવિખેર બની જાય તેના પણ કોઇ મીન મેખ નથી.

કેન્દ્રમાં બહુમતિ હાંસલ કરવામાં નિષ્ફળ ગયેલા ભાજપના નેતાઓએ હવે સંઘના શરણે જવા સિવાય છુટકો જ નથી. રાષ્ટ્રીય અઘ્યક્ષ ઉપરાંત ગુજરાત સહિતના રાજયનો નવા પ્રમુખની વરણી કરવામાં આવનાર છે વર્ષા તે મહારાષ્ટ્રની ચુંટણી અને 2025માં બિહાર સહિતના રાજયની ચુંટણી છે આવામાં ભાજપે આ બન્ને રાજયમાં જીત મેળવવા માટે સંઘના સાથની તાતી જરૂરિયાત રહેશે.

આર.એસ.એસ. અને ભાજપ એકબીજાના પુરક છે. આ વાત સંઘ કે બીજેપીના કાર્યકરોએ કયારેય ભૂલવી જોઇએ નહી સંઘ એક વિચારધારા છે જયારે ભાજપ એક રાજકીય પાર્ટી છે. આ બન્નેના સુખદ સમન્વય થકી જ હિન્દુવાદી વિચાર ધારા મજબુત બને છે. છેલ્લા ઘણા સમયથી સંઘ અને ભાજપના ટોચના નેતાઓ વચ્ચે થોડા મતભેદ ચાલી રહ્યા છે. પરંતુ બન્નેની વિચારધારા સમાન હોવાના  કારણે મનભેદ કયારેય હોય શકે નથી. બન્ને એકબીજા સાથે ફરી મજબૂતીથી જોડાય જાય તે બન્ને માટે ફાયદાકારક છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.