વિખ્યાત કંપનીઓ છાત્રોની મેન્ટર, પાર્ટનર અને જજની ભૂમિકામાં: ૨૫૦ ટીમોની પસંદગી કરાશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી તા. ૨૯ ના રોજ સતત ૨૪ ી ૩૬ કલાક સુધી ચાલનાર “સ્માર્ટ સિટી રાજકોટ હેકેોન-૨૦૧૭” ઇવેન્ટનું આયોજન કરવામાં આવનાર છે. મહાનગરપાલિકાના આયોજનને અત્યારી જ મળી રહેલ પ્રોત્સાહન ખરેખર અદભૂત છે. વિખ્યાત કંપનીઓ ગૂગલ, એચ.પી., માઈક્રોસોફ્ટ, નાસકોમ, એસ.એ.પી., બી.ઓ.એસ.સી.એચ., ટી.સી.એચ., સિસ્કો તેમજ ગુજરાત ઇલેક્ટ્રોનિકસ અને આઈ.ટી. એસોસિએશન અને ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીની ટીમો હેકેોન ઇવેન્ટમાં પાર્ટનર, છાત્રોના મેન્ટર અને જ્જ પેનલમાં પણ ભૂમિકા ભજવશે. ગુજરાત ઇન્ફોમેટિક લિમિટેડ દ્વારા પણ આ આયોજનની સરાહના કરી રૂ. ૧૦ લાખની ફાળવણી કરાઈ છે તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.
દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકાએ પણ શહેરના લોકોના મહાનગરપાલિકા સો સુસંગત અને અન્ય એમ કુલ ૧૦૧ જેટલા નાના મોટા પ્રશ્નો અલગ તારવી તેના ટેકનીકલ સોલ્યુશન મેળવવા માટે રાજકોટ શહેરની દર્શન એન્જીનીયરીંગ કોલેજને સ્માર્ટ સિટી રાજકોટ હેકેોન-૨૦૧૭ ના આયોજનમાં નોલેજ પાર્ટનર તરીકે સામેલ કરી પ્લાનિંગ કર્યું. આ ઇવેન્ટનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગત તા.૨૯ના રોજ રાજકોટ ખાતેની મુલાકાત દરમ્યાન લોન્ચિંગ કર્યા બાદ ટીમોના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ ઇ હતી. જેમાં આજ સુધીમાં કુલ ૭૦૮ ટીમોએ તેમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવી લીધું છે.
આ ઇવેન્ટ સતત ૨૪ ી ૩૬ કલાક સુધી ચાલનાર હોઈ તેમાં ભાગ લેનાર ટીમોના સભ્યો અને ત્યાં ઉપસ્તિ રહેનાર અન્ય તમામ લોકોના મનોરંજનની વ્યવસના એક ભાગરૂપે “ફન સ્ટ્રીટ”નું આયોજન પણ કરવામાં આવશે. ભાગ લેનાર ટીમો માટે રાજકોટમાં રહેવા તા જમવા અને સ્પર્ધા દરમ્યાન ઉપયોગમાં લેવામાં આવનાર ૧૦૦૦ કોમ્પ્યુટર સિસ્ટમની વ્યવસ કરી લેવામાં આવેલ છે.
રાજકોટ મહાનગરપાલિકાને એવી અપેક્ષા છે કે, ૨૫૦ જેટલી ટીમો હેકેોનમાં રજીસ્ટ્રેશન કરાવશે. જોકે તેની સાપેક્ષમાં અત્યાર સુધીમાં જ ૭૦૮ ટીમોએ સ્પર્ધામાં ઝંપલાવી મહાપાલિકાનું આ આયોજન કેટલું મહત્વપૂર્ણ છે તેની પ્રતીતિ કરાવી છે. એક ટીમમાં ૬થી ૭ છાત્રો અને બે મેન્ટર (માર્ગદર્શક) પણ રહેશે. રજીસ્ટ્રેશન કરાવનાર ટીમોમાથી ૨૫૦ ટીમોને પસંદ કરવામાં આવશે. પ્રત્યેક ટીમમાં ફરજીયાત એક મહિલા છાત્રનો સમવેશ કરી “સશક્તિકરણ” અભિયાનને પણ આગળ ધપાવવામાં આવશે. પસંદ કરાયેલી ટીમો એક માસ બાદ એટલે કે, તા.૨૯ મી જુલાઈએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “સ્માર્ટ સિટી રાજકોટ હેકેોન-૨૦૧૭ અભૂતપૂર્વ ઇવેન્ટનું આયોજન કરવામાં આવશે. જ્યાં સ્પર્ધક ટીમો સતત ૨૪ થી ૩૬ કલાક બેસી સોફ્ટવેર પ્રોગ્રામિંગ કરી લોકોના વિવિધ પ્રશ્નોનું સોલ્યુશન લાવવાનો પ્રયાસ કરશે.
સ્માર્ટ સિટી રાજકોટ હેકેોન-૨૦૧૭ ઇવેન્ટમાં ભાગ લેનારી ટીમો સતત ૨૪ી૩૬ કલાકની જહેમત બાદ જે કાંઈ ટેકનીકલ સોલ્યુશન પ્રસ્તુત કરશે તેનું ઇન્ટરનેશનલ ખ્યાતિપ્રાપ્ત કંપનીઓ અને રાજકોટ મહાનગરપાલિકાની બનનારી સંયુક્ત જ્જ પેનલ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવશે. ત્યારબાદ તા. ૪-ઓગસ્ટના રોજ પુરષ્કાર વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવશે. સૌી શ્રેષ્ઠ ટેકનીકલ સોલ્યુશન બતાવી પ્રમ ક્રમાંક હાંસલ કરનાર ટીમને રૂ.૧,૨૫,૦૦૦/-નું ઇનામ, બીજા ક્રમે વિજેતા નાર ટીમને રૂ./૧,૦૦,૦૦૦/- અને ત્રીજા ક્રમે વિજેતા બનનાર ટીમને રૂ.૭૫,૦૦૦/- નો પુરષ્કાર એનાયત કરવામાં આવશે. માત્ર એટલું જ નહી, પાંચ આશ્વાસન ઇનામ રાખવામાં આવેલ છે. જેમાં પાંચેય ટીમોને પચ્ચીસ પચ્ચીસ હજાર રૂપિયાના આશ્વાસન ઇનામ પણ આપવામાં આવશે. આમ આ સ્માર્ટ સિટી રાજકોટ હેકેોન-૨૦૧૭ ઇવેન્ટમાં કુલ રૂ.૪,૦૦,૦૦૦/- ના પુરષ્કાર રાખવામાં આવેલ છે.