ઇંગ્લેન્ડના રાણીને જે સમયે હીરો ભેટ અપાયો તે સમયે મહારાજા દુલીપસિંહ માત્ર નવ વર્ષના હતા
જગપ્રસિઘ્ધ કોહીનુર હિરો ભારતની આનબાન અને શાન ગણવામાં આવે છે. એપ્રિલ-૨૦૧૬ માં સરકારે સુપ્રિમ કોર્ટને કહ્યું હતું કે કોડીનુર ને બ્રિટીશરો દ્વારા બળજબરી પૂર્વક છીનવી લેવામાં આવ્યો ન હતો. પરંતુ તેને ભેટમાં આપવામાં આવ્યો હતો.
સરકારે કહ્યું હતું કે તે સમયે મહારાજા રણજીત સિંઘના અનુગામીઓએ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને ભેટ આપી હતી. જો કે તાજેતરમાં જ આરર્કીયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડીયા (એસએસઆઇ) એ સરકારના વલણનો વિરોધ કયો છે કે હીરો વાસ્તવમાં લાહોરના મહારાજાએ ઇંગ્લેન્ડના મહારાણી વિકટોરીયાની શરણાગતિ સ્વીકારી તેમને આ હીરો ભેટમાં આપ્યો હતો.
જો કે હકીકત તો એવી છે કે ભેટમાં આપેલા કોહીનુર પર બ્રિટીશરોએ કબ્જો કરી લીધો જયારે સરકારે અરજીના અનુસંધાનેુ એવું કહ્યું હતું કે મહારાજા રણજીતસિંઅ ના સાથીએ અંગ્રેજોન એન્ગ્લો શીખ યુઘ્ધના ખર્ચને લેવા માટે સ્વૈચ્છીક વળતર તરીકે કોહીનુર આપી દીધો હતો.
કોહીનુરની ઘર વાપસીને લઇ છેલ્લા કેટલાક વર્ષોથી કાયદાકીય લડત ચાલી રહી છે. ત્યારે એક સમાજ સેવક રોહીત સબરવાલે આરટીઆઇ દ્વારા કોહીનુરની માહીતી માંગી છે તેણે કહ્યું છે કે મારી અરજી મે પીએમઓ ઓફ, એએસઆઇને પણ મોકલી હતી આ અરજમાં જણાવાયું હતું કે કોહીનુરએ યુકેને આપેલી ભેટ છે કે પછી બળજબરી પૂર્વક છીનવી લેવામાં આવ્યો છે. રેકોર્ડ પ્રમાણે ૧૮૪૯માં લોર્ડ ડેલ્હઉસી અને મહારાજા દુલીપસિંહ વચ્ચે લાહોરની સંધી થઇ હતી અને તે સમયે કોહીનુર હીરો લાહોરના મહારાજા દ્વારા ઇંગ્લેન્ડની મહારાણીને ભેટ આપવામાં આવ્યો હતો.
લાહોરની સંધીના ઉપહાર સ્વરુપે મહારાજા રણજીતસિંહ દ્વારા શાહ-સુજા- ઉલ-મુલ્ક પાસેથી લેવામાં આવેલા કોહીનુરને લાહોરના મહારાજા દ્વારા ઇંગ્લેન્ડની રાણીને સમર્પિત કરવામાં આવ્યો. જો કે તે સમયે દુલીપસિંહ નાના હતા તો તેમણે કોહીનુર કેવી રીતે ભેટમાં આપ્યો.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ બ્રિટીશ સરકારે કોડીનુર અંગે એવું કહ્યું હતું મહારાજા દુલીપસિંહ દ્વાનરા ઇગ્લેન્ડના રાણીને કોહીનુર ભેટમાં આપવામાં આવ્યો હતો. એ મહત્વનું છે કે તે સમયે દુલીપસિંહની ઉમર માત્ર ૯ વર્ષની હતી તો તેઓ કોહીનુર કેવી રીતે ભેટમાં આપી શકે…?
મહત્વનું છે કે ઇસ્ટ ઇન્ડિયાએ કંપનીએ જે તે સમયે લોકોને ડરાવી ધમકાવી કેટલીક કિંમતી વસ્તુઓ હસ્તગત કરી લીધી હતી જેમાં વિશ્વ પ્રસિઘ્ધ અને ભારતની શાન ગણાતા કોહીનુરનો પણ સમાવેશ થાય છે.