- 19 વર્ષીય સેમ કોનસ્ટાટની ડેબ્યૂ મેચમાં 50+ની આક્રમક ઈનિંગે ખ્વાજાને બુમરાહથી બચાવી લીધો, ખ્વાજાએ પણ ફિફટી ફટકારી અને સિરીઝમાં બુમરાહનો પાંચમી વાર શિકાર બન્યો
- મેલબોર્નમાં છેલ્લા 10 વર્ષથી અજેય ભારતીય ટિમ ઓસ્ટ્રેલિયાના મોટા સ્કોરના ખડકલા નીચે માનસિક દબાણમાં આવી જશે?: પ્રથમ સેશન ઓસ્ટ્રેલિયાના નામે જયારે બીજું સેશન મિક્સ્ડ રહ્યું
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોક્સિંગ ડે ટેસ્ટ મેલબોર્નમાં શરૂ થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયન ટીમની પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. ઓપનિંગ બેટ્સમેન નાથન મેકસ્વીનીના સ્થાને 19 વર્ષીય સેમ કોનસ્ટાટે ડેબ્યૂ કર્યું હતું. કેમકે ભારતના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહની લાઈન લેન્થસ વીખી નાખવા આ તાબડતોબ બેટ્સમેન કોન્સ્ટાટનો સમાવેશ કરવામાં આવ્યો અને એ સફળ સાબિત થયો. કેમ કે 10મી ઓવર બાદ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડનું વાતાવરણ ગરમ થઈ ગયું હતું. કોનસ્ટાટ અને વિરાટ કોહલી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. કોહલી અને કોનસ્ટાટ એકબીજા સાથે ટકરાયા હતા. આ પછી બંને ખેલાડીઓ વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ. મામલો શાંત કરવા માટે ઓસ્ટ્રેલિયાના બીજા ઓપનર ઉસ્માન ખ્વાજા સાથે અમ્પાયરે દરમિયાનગીરી કરવી પડી હતી.સેમ કોનસ્ટાટે વિસ્ફોટક બેટિંગ કરી હતી. પ્રથમ 18 બોલમાં તેણે માત્ર 2 રન જ બનાવ્યા હતા. પરંતુ આ પછી તેણે બુમરાહની ચોથી ઓવરમાં પ્રથમ બે બોલ પર એક ફોર અને એક સિક્સર ફટકારી હતી. આ ઓવરમાં કુલ 14 રન કર્યા હતા. 11મી ઓવરમાં તેણે 18 રન બનાવ્યા હતા. જેમાં એક છગ્ગાની સાથે બે ચોગ્ગાનો સમાવેશ થાય છે. આ દરમિયાન સિરીઝમાં ખ્વાજાને 4 વખત આઉટ કરનાર બુમરાહ સામે ખ્વાજા સેટ થઇ ગયો હતો અને ફિફટી ફટકારી હતી. ભારતે આ મેચમાં ગીલની જગ્યાએ સુંદરનો સમાવેશ કર્યો છે અને તે એક્સ ફેક્ટર સાબિત થશે કે કેમ તે જોવું રહેશે. હાલ તો બન્ને સેશન ઓસ્ટ્રેલિયાના નામે રહ્યા છે એટલે ઓસ્ટ્રેલિયાનો પ્રથમ ઇનિંગમાં 400+નો સ્કોર મેલબોર્ન ટેસ્ટનો ઇતિહાસ બદલાવી શકશે કે કેમ? હાલ તો ઓસ્ટ્રેલિયા 500+ રન કરવા સાથે ટોસ જીતી બેટીંગ પસંદ કરી છે અને તે ક્યાંક ને ક્યાંક સફળ થાય તેમ લાગી રહ્યું છે. ઓસ્ટ્રેલિયા તરફથી પહેલી ઇનિંગમાં માર્નસ લાબુશેન અને સ્ટીવ સ્મિથ ક્રિઝ પર છે. જસપ્રીત બુમરાહે ઉસ્માન ખ્વાજાને 57 રનના અંગત સ્કોર પર કેએલ રાહુલના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. બુમરાહે આ સિરીઝમાં ખ્વાજાને પાંચમીવાર આઉટ કર્યો છે. પોતાની ડેબ્યૂ મેચ રમી રહેલો સેમ કોન્સ્ટાસ 60 રન બનાવીને આઉટ થયો હતો. તેને રવીન્દ્ર જાડેજાએ એલબીડબ્લ્યુ આઉટ કર્યો હતો.
ટોપ ઓર્ડરમાં બેટીંગ કરશે રોહિત શર્મા
રોહિત શર્માએ જણાવ્યુ હતું કે,ટોસ જીતી અમે પણ બેટિંગ કરી હોત. આ વિકેટ સારી લાગે છે. આ સિરીઝ 1-1ની બરાબરી પર છે. એક ટીમ તરીકે અમે શું છીએ તે બતાવવાની સંપૂર્ણ તક છે. તમારી સામે ગમે તે પરિસ્થિતિ હોય, તમારે લડવું પડશે. આ એક નવો દિવસ છે અને અમે તેની રાહ જોઈ રહ્યા છીએ. અમે પ્લેઇંગ-11માં એક ફેરફાર કર્યો છે – ગિલના સ્થાને સુંદર રમશે. (રોહિત ઓર્ડરમાં ટોપ ઓર્ડરમાં પર બેટિંગ કરશે કે કેમ તે અંગે સવાલના જવાબમાં કહ્યું) હા, હું કરીશ.
કોહલીએ કોન્સટાસને ધક્કો મારી મોટી ભૂલ કરી?
10 ઓવર બાદ બ્રેક દરમિયાન ભારતીય બેટર વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયાના ઓપનર સેમ કોન્સ્ટાસને ધક્કો માર્યો હતો. બંને વચ્ચે થોડીક બોલાચાલી થઈ હતી. આવી સ્થિતિમાં અમ્પાયરોએ દરમિયાનગીરી કરી હતી.બીજી જ ઓવરમાં સેમ કોન્સ્ટાસે બુમરાહના બોલ પર 3 બાઉન્ડરી ફટકારી હતી. જેમાં 2 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે.
બોક્સિંગ ડે ટેસ્ટ શા માટે કહેવામાં આવે છે?
ક્રિકેટમાં ’બોક્સિંગ-ડે ટેસ્ટ’ શબ્દનો ઉદ્દભવ 1892માં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઓસ્ટ્રેલિયાની ડોમેસ્ટિક મેચમાંથી થયો હતો. ઓસ્ટ્રેલિયા અને આફ્રિકામાં 26 ડિસેમ્બરે રમાતી ટેસ્ટને બોક્સિંગ ડે ટેસ્ટ કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં, એવું લાગે છે કે બોક્સિંગ ડેનો બોક્સિંગ સાથે કોઈ સંબંધ હશે, પરંતુ એવું નથી. હકીકતમાં, ક્રિસમસ પછીના દિવસ (25 ડિસેમ્બર)ને ઘણા દેશોમાં બોક્સિંગ ડે કહેવામાં આવે છે. 25મી ડિસેમ્બરે તહેવાર દરમિયાન મળેલી ભેટોના બોક્સ બીજા દિવસે 26મી ડિસેમ્બરે ખોલવામાં આવે છે. તેથી જ આ દિવસને બોક્સિંગ ડે કહેવામાં આવે છે. ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને આફ્રિકન દેશોમાં તેને ઉજવવાની વધુ પરંપરા છે. વિશ્વમાં વિવિધ સ્થળોએ અલગ અલગ થિયરી છે.