• બાઈડેનને બદલે કમલા હેરીશ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બને તેવી શકયતા, અમેરિકાને 197 વર્ષના ઈતિહાસમાં ક્યારેય મહિલા પ્રમુખ મળ્યા નથી!!

અમેરિકામાં બીડેનને બદલે કમલા હેરીશ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બને તેવી શકયતા સેવાઈ રહી છે. ત્યારે એ પણ પ્રશ્ન સર્જાયો છે કે શુ અમેરિકામાં મહિલા રાષ્ટ્રપતિ આવી શકશે ? કારણકે 197 વર્ષના ઇતિહાસમાં અમેરિકામાં ક્યારેય મહિલા રાષ્ટ્રપતિ બન્યા નથી.

અમેરિકામાં ગયા અઠવાડિયે પ્રમુખપદની ડિબેટ પછી, બિડેનની ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓ માંગ કરી રહ્યા છે કે તેઓ રાષ્ટ્રપતિ પદ માટે તેમની ઉમેદવારી છોડી દે.  ટેક્સાસના સાંસદ લોયડ ડોગેટ ડેમોક્રેટિક પાર્ટીના પ્રથમ નેતા છે જેમણે જાહેરમાં આ માંગ કરી છે. બીજી તરફ હાલના દાવા મુજબ રાષ્ટ્રપતિ જો બિડેનને ડિમેન્શિયા છે.  ડેમોક્રેટ્સ ટૂંક સમયમાં જ બિડેનની જગ્યાએ કમલા હેરિસને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવી શકે છે.

વાસ્તવમાં, 28 જૂને અમેરિકામાં યોજાયેલી રાષ્ટ્રપતિની ડીબેટ દરમિયાન, બિડેન ઘણી વખત સુસ્ત જોવા મળ્યા હતા વિશ્લેષકોના મતે તેઓ ટ્રમ્પ સામેની ડિબેટમાં હારી ગયા.  ત્યારથી પાર્ટીમાં તેમની ઉંમર અને ક્ષમતા પર સવાલો ઉઠી રહ્યા છે. સર્વે મુજબ, પક્ષના દર 3માંથી 1 નેતા માને છે કે બિડેને આ અઠવાડિયે રાષ્ટ્રપતિ પદની ઉમેદવારીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લેવું જોઈએ.

અહેવાલ મુજબ, ડિબેટ પછી ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓને લાગે છે કે બિડેન ચૂંટણી જીતી નહીં શકે.  પાર્ટીમાં તેમની સામે વિરોધના અવાજો ઉઠવા લાગ્યા છે.  આને ધ્યાનમાં રાખીને બિડેન બુધવારે પાર્ટીના સાંસદો અને રાજ્યપાલોને પણ મળશે.

બાયડેને મંગળવારે ચર્ચામાં સારું પ્રદર્શન ન કરવા બદલ સ્પષ્ટતા પણ આપી હતી.  તેમણે કહ્યું કે ચર્ચાના થોડા દિવસો પહેલા સુધી તેઓ ઘણા દેશોના પ્રવાસે ગયા હતા.  સતત મુસાફરીને કારણે, ડિબેટમાં આવતા તે થાકી ગયા હતા.

તેમણે કહ્યું કે સ્ટેજ પર ટ્રમ્પ સાથે ડિબેટ કરતી વખતે તેમને ઊંઘ આવી રહી હતી.  તેમણે તેના સ્ટાફની વાત ન સાંભળી અને આનું પરિણામ તેને ભોગવવું પડ્યું. ડેમોક્રેટ્સે કહ્યું- બિડેન જિદ્દી છે, તેમણે દેશના કલ્યાણ માટે યોગ્ય નિર્ણય લેવો પડશે. ઇલિનોઇસ રાજ્યના સાંસદ માઇક કિગલીએ કહ્યું કે બિડેનનો નિર્ણય માત્ર એ નક્કી કરશે નહીં કે સેનેટમાં કોને સ્થાન મળશે, પરંતુ આગામી 4 વર્ષ માટે વ્હાઇટ હાઉસ અને દેશનું ભવિષ્ય પણ નક્કી કરશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.