ફૂડ સેફટી એકટમાં આલ્કોહોલને ખોરાક તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે. જયારે તેના પર સરકાર પ્રતિબંધ કેમ મૂકી શકે? તેવી અરજદારના વકીલની દલીલ બાદ હાઈકોર્ટે રાજય સરકારને જવાબ આપવા નોટીસ આપી
વિવિધ ખોરાકમાં રહેલા આલ્કોહોલનો વપરાશ કરવાનો અધિકાર સરકાર ઘટાડી શકતી નથી. કારણ કે ફૂડ સેફટી અને સ્ટાંડર્ડ એકટ હેઠળ આલ્કોહોલને ખોરાક નહી કે વ્યાખ્યાયિત કરવામાં આવી છે. આવી દલીલ ગુજરાત હાઈકોર્ટમાં દારૂ બંધીના કાયદામાં ફેરફાર કરવાની માંગણીની વિવિધ અરજીઓની સુનાવણી દરમ્યાન અરજદારોનાં વકીલો દ્વારા કરવામાં આવી હતી. જેથી, હાઈકોર્ટે આ મુદે સરકારે નોટીસ કરીને સ્પષ્ટતામાંગી જે વધુ અરજીની વધુ સુનાવણી ૨૮ માર્ચનાં રોજ કરવાનું ઠેરવ્યું છે.
ગુજરાત રાજય બન્યા બાદ તુરંત અમલમાં આવેલી દારૂબંધીના કાયદાને વિવિધ મુદે પડકારતી જાહેરહિતની સહિતની પાંચ અરજીઓ ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થઈ છે. જેમાં સુપ્રિમ કોર્ટ દ્વારા તાજેતરમાં આવેલા પ્રાયવેસીના કાયદા હેઠળના ચુકાદા મુજબ રાજયના લોકોને પોતાના ઘરોમાં દારૂનો ઉપયોગ કરવાનો અધિકાર હોવાનું કહેવાયું હતુ શુક્રવારે, જયારે આ કેસની સુનાવણી માટે બોર્ડ પર આવ્યો ત્યારે અરજદારોના વકીલોએ દલીલ કરી હતી. ફૂડ સેફટી અને સ્ટાંડર્ડ એકટ ૨૦૦૬ હેઠળ આલ્કોહોલ ખોરાકની વ્યાખ્યામાં આવે છે. તેથી સરકાર તેનો વપરાશ કરવાનો નાગરીકોનો અધિકાર ઘટાડી શકે નહી.
આ દલીલો સાંભળ્યા બાદ કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ એ.એસ.દવે અને ન્યાયમૂર્તિ બિરેન વૈષ્ણવની બેંચે રાજય સરકાર અને એડવોકેટ જનરલને નોટીસ આપીને આ મુદે જવાબ માંગ્યો છે. આ મુદે દાખલ કરવામાં આવેલી વિવિધ અરજીઓમાંથી પ્રથમ અરજી છે કે જેમાં દલીલો બાદ હાઈકોર્ટે સરકારને નોટીસ આપવામાં આવી છે. અગાઉ, સરકારને તેમને પક્ષ રજૂ કરવા હાઈકોર્ટે જણાવ્યું હતુ પરંતુ કોઈ વખત નોટીસ આપવામાં આવી ન હતી.
બેંચે સરકાર અને એડવોકેટ જનરલને નોટીસ આપીને આ મુદે સ્પષ્ટતા કરવા ૨૮મી માર્ચના રોજ વધુ સુનાવણી કરવાનું નકકી કર્યું છે. આ નોટીસ ચાર માસ પહેલા બંદીસ સોપરકર નામના અરજદારે ‘પ્રાઈવેસીના કાયદા’ના ભંગના મુદે દારૂ બંધીને પડકારી હતી. આ અરજીમાં દારૂબંધીના સંપૂર્ણ કાયદાને પડકાવામાં આવ્યો નથી. પરંતુ, લોકો પોતાના ઘર કે ખાનગી સ્થાને ચાર દિવસમાં દારૂ પીવે તો તેમાં ખોટું શું છે? તે મુદા પર અરજી કરવામાં આવી છે. આ અરજીમાં દારૂના નિર્માણ પર પ્રતિબંધને પણ પડકાર્યો નથી.
શું ચાર દિવાલ વચ્ચે દારૂ પીવો એ બંધારણીય અધિકારનો ભંગ?
ગુજરાતમાં અમલી દારૂબંધીના કાયદાને વિવિધ મુદે પડકારતી અરજીઓની સુનાવણી દરમ્યાન હાઈકોર્ટની બેંચે રાજય સરકાર અને એડવોકેટ જનરલને નોટીસ ફટકારીને સ્પષ્ટતા કરવા જણાવ્યું છે અરજદાર વકીલે ચાર દિવાલોની વચ્ચે દારૂ પીવા પર પ્રતિબંધ મૂકવો જે સુપ્રિમ કોર્ટ દ્વારા પ્રાયવેશીના અધિકારના ચૂકાદાના ઉલ્લંઘન સમાન હોવાના મુદા પર અરજી કરી હતી. આ અરજીની સુનાવણીમાં અરજદાર એડવોકેટ બંધીશા સોપરકરે માંગ કરી હતી કે ખાનગી સ્થળો પર દારૂપીવા પર પ્રતિબંધના કાયદાને હળવો કરવામાં આવે કારણ કે દેશનો દરેક નાગરિક પોતાના ઘર કે ઓફીસની ચાર દિવાલોની વચ્ચે શું કરે તે ગુપ્ત રાખવાનો તેને બંધારણીય હકક છે. જેમાં સરકાર માથુ મારી ન શકે.
જેથી ચાર દિવાલ વચ્ચે નાગરિક દારૂપીવે તો તેને સરકારે રોકવા ન જોઈએ જો સરકાર તેને આવુ કરતા રોકે તો સુપ્રિમ કોર્ટે આપેલા પ્રાયવેસીના ચૂકાદાના ભંગ સમાન બાબત ગણી શકાય જેથી, સરકારે ચાર દિવાલો વચ્ચે નાગરિક શું કરે છે તે બાબત પર માથુ મારવું ન જોઈએ. ઉપરાંત રાજયમાં અમુક લોકોને દારૂ પીવા માટેનું લાયસન્સ આપવું તે બાબત સમાનતાના બંધારણીય અધિકારો અને અભિવ્યકિતની સ્વતંત્રતાના ભંગ સમાન છે. તેવી આ અરજીમાં રજૂઆતો કરીને રાજયમાં દારૂ બંધીના કાયદાથી નાગરિકોના પ્રાયવેશી અને સમાનતાના અધિકારોનું ભંગ થતું હોય તે અંગે દાદ માંગવામાં આવી છે. આ મુદે હાઈકોર્ટે પ્રથમ વખત રાજય સરકારને નોટીસ આપીને આગામી સુનાવણીએ જવાબ રજૂ કરવા જણાવ્યું છે.