માનસિક અને શારીરિક સતામણી વચ્ચે સેક્શન-૩૫૪ અને પોક્સોના ગોથાં
હાલના સમયમાં દુષ્કર્મના કિસ્સા ખૂબ વધી રહ્યા છે. સ્ત્રીની જાતીય સતામણી તેમાં પણ ખાસ સગીર વયની યુવતીના જાતીય શોષણ માટે પોકસો કાયદાની અમલવારી કરવામાં આવે છે. જેમાં સગીરને શારીરિક રીતે પિંખી નાખવાની બાબતોમાં સજાની જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ હાલના સમયમાં આઇપીસીની સેક્શન ૩૫૪ અને પોકસો વચ્ચે શું તફાવત છે તે અંગે અસમંજસ છે. આઈપીસીની કલમ ૩૫૪ નારી ગૌરત્વના હનન હેઠળ સજાની જોગવાઈ ધરાવે છે જ્યારે પોકસો હેઠળ શારીરિક શોષણની વ્યાખ્યા આપીને સજાની જોગવાઈ કરવામાં આવી છે. કોઈ નારીના ગૌરત્વનું હનન કરવું એ માનસિક સતામણી અંગેનો ગુન્હો છે. કોઈ સ્ત્રીના ગૌરત્વનું હનન કરવું તેનો સમાવેશ સેક્શન ૩૫૪માં કરવામાં આવ્યો છે. કોઈ સ્ત્રીના શરીરનો સ્પર્શ કરવો તેને પણ ગૌરત્વનું હનન માનવામાં આવે છે જે બદલ આરીપીને સેક્શન ૩૫૪ મુજબ દોષિત ગણી શકાય પરંતુ જો સગીર વયની યુવતી સાથે આ પ્રકારનું કૃત્ય આચરવામાં આવે તો તેને સીધો પોકસો હેઠળનો ગુન્હો ગણી લેવામાં આવે છે જે યોગ્ય નથી. સેક્શન ૩૫૪ સ્ત્રી ગૌરત્વનું હનન એટલે માનસિક સતામણીની વ્યાખ્યા આપે છે જ્યારે પોકસો શારીરિક સતામણી સામે રક્ષણ આપતો કાયદો છે પરંતુ જાગૃતતાના અભાવે મોટાભાગના ૩૫૪ હેઠળના ગુન્હાને પોકસો હેઠળનો ગુન્હો ગણી લેવામાં આવે છે. આ અંગે બોમ્બે હાઇકોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે.
બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચે રવિવારે કેસની સુનાવણી કરતાં કહ્યું હતું કે, શરીરથી શરીરનો સંપર્ક થાય તો જ કોઈ ઘટનાને જાતીય હુમલા તરીકે સ્વીકારવામાં આવશે. કોર્ટે કહ્યું કે, આવી ઘટનામાં માત્ર સ્પર્શ કરવો જાતીય હુમલો માનવામાં આવશે નહીં. સગીરાની છાતીને સ્પર્શવું જાતીય હુમલો કહી શકાય નહીં. બોમ્બે હાઈકોર્ટે પોતાના એક નિર્ણયમાં જણાવ્યું છે કે, પોક્સો એક્ટ હેઠળ આવા કૃત્યને જાતીય હુમલો તરીકે વ્યાખ્યાયિત કરી શકાતી નથી.
બોમ્બે હાઈકોર્ટના નાગપુર બેંચના જસ્ટિસ પુષ્પા ગણેદીવાલાએ ૧૯ જાન્યુઆરીએ પસાર કરેલા આદેશમાં કહ્યું હતું કે, જાતીય હુમલોના કૃત્ય તરીકે ગણાવા માટે જાતીય ઉદ્દેશ સાથે ત્વચા-થી-ત્વચા સંપર્ક જરૂરી છે. તેમણે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે, માત્ર સ્પર્શ કરવો તે જાતીય હુમલાની વ્યાખ્યા હેઠળ આવતું નથી. ન્યાયાધીશ ગણેદીવાલાએ સેશન્સ કોર્ટના નિર્ણયમાં સુધારો કર્યો કર્યો હતો. ૩૯ વયની વ્યક્તિને ૧૨ વર્ષની બાળકીના યૌન શોષણ કરવા બદલ ત્રણ વર્ષની કેદની સજા ફટકારી છે. ફરિયાદી અને સગીર પીડિતાની અદાલતમાં સાક્ષી મુજબ ડિસેમ્બર, ૨૦૧૬ માં આરોપી સતીષ યુવતીને ખાદ્ય ચીજો આપવાના બહાને નાગપુરમાં તેના ઘરે લઈ ગયો હતો. હાઈકોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું છે કે, તેના ઘરે લઈ જતાં સતિષે તેની છાતી પકડી હતી અને તેને છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો. હાઈકોર્ટે કહ્યું કે, આરોપીએ યુવતીની છાતીને છીનવી લીધા વિના તેને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો તેથી આ ગુનો જાતીય હુમલો ન કહી શકાય અને તે ભારતીય દંડ સંહિતા (આઇપીસી) ની કલમ ૩૫૪ હેઠળ મહિલાની નમ્રતાના ભંગ હેઠળ દોષિત ગણી શકાય છે.
કલમ ૪ હેઠળ લઘુતમ સજા એક વર્ષની કેદની સજા છે. જ્યારે પોક્સો એક્ટ હેઠળ જાતીય શોષણ માટે ઓછામાં ઓછી ત્રણ વર્ષની કેદની સજા છે. પોક્સો એક્ટની કલમ ૩૫૪ હેઠળ સેશન્સ કોર્ટે આરોપીને ત્રણ વર્ષની જેલની સજા ફટકારી હતી. બંને સજાવટ એક સાથે ચાલવાની હતી. જો કે, હાઇકોર્ટે તેને પોક્સો એક્ટ હેઠળ ગુનાથી નિર્દોષ જાહેર કર્યો હતો અને કાયદાની કલમ ૩૫૪ હેઠળ દોષિત ઠેરવ્યો હતા.
હાઈકોર્ટે કહ્યું કે, ગુના માટે સજાના સખત સ્વભાવ (પોક્સો કાયદા હેઠળ)ને ધ્યાનમાં રાખીને કોર્ટ માને છે કે, મજબૂત પુરાવા અને ગંભીર આક્ષેપો જરૂરી છે. ૧૨ વર્ષની બાળકીના છાતીને સ્પર્શ અને તેણીની સલવાર કાઢી નાંખવામાં આવી હતી અને સગીરાના સ્તનને સ્પર્શ કર્યો હતો તે બધા જાતીય હુમલાની વ્યાખ્યા હેઠળ આવતા નથી.
ન્યાયમૂર્તિ ગેણેડીવાલાએ પોતાના ચુકાદામાં કહ્યું હતું કે સ્તનને સ્પર્શવાનું કામ સ્ત્રી / યુવતી સામે નમ્રતા તોડવાના ઇરાદાથી ગુનાહિતબળનો ઉપયોગ છે. પોક્સો કાયદા હેઠળ જાતીય હુમલાની વ્યાખ્યા એ છે કે જ્યારે જાતીય ઉદ્દેશવાળા બાળક / બાળકીના ખાનગી ભાગોને સ્પર્શ કરવા અથવા જાતીય ઉદ્દેશ સાથે કોઈ અન્ય કૃત્ય કરવુ. જેમાં જાતીય સમાગમ કર્યા વિના જાતીય ઇરાદા સાથે શારીરિક સંપર્ક શામેલ છે, જેને જાતીય હુમલો કહેવામાં આવે છે.
કોર્ટે ચુકાદો આપ્યો હતો કે, જાતીય હુમલાની વ્યાખ્યામાં શારીરિક સંપર્ક શામેલ હોવો જોઈએ. સગીરાના શરીરના ખાનગી ભાગોને સ્પર્શ કરવામાં આવ્યો હતો જેથી આ ગુન્હો નારી ગૌરત્વના હનનનો છે જ્યારે કોઈ પણ શારીરિક યૌન શોષણ કરવામાં આવ્યું નથી જેથી પોકસો હેઠળનો ગુન્હો બનતો નથી.
૩૫૪ અને પોક્સોની અજ્ઞાનતાને કારણે દુરૂપયોગનું પ્રમાણ વધ્યું: એડવોકેટ કમલેશ શાહ
આઇપીસી ૩૫૪ મુજબ કોઇપણ નારીની લાજ લૂંટવાના ઇરાદાથી કરવામાં આવેલી છેડતીનો સમાવેશ થાય છે જેમાં સરેરાશ પ વર્ષની કેદ અને ૧૦ હજારની જોગવાઇ છે જ્યારે પોક્સોમાં સગીરવયના બાળકોને રક્ષણ આપતો છે સગીર સાથે બાંધવામાં આવેલા શારીરિક સંબંધ કે અપહરણ તેમજ જાતીય શોષણ કરવામાં આવ્યું તો તેવા કૃત્યનો પોક્સોની કલમ હેઠળ કરવામાં આવ્યો છે. પોક્સોની કલમમાં આજીવની સજાની જોગવાય છે. કોઇ સગીરના શરીરના અંગોનો સ્પર્શ કરવામાં આવ્યું હોય તો આ કૃત્ય બદલ આરોપીને ૩૫૪ હેઠળ દોષીત ગણી સજા ફટકારી શકાય છે. આ પ્રકારના કૃત્યમાં પોકસોનું પોક્સોની કલમ ઉમેરો કરી શકાય નહીં.
પરંતુ હાલના તબક્કે અજાણ્તા સગીર સાથે કરાયેલા કોઇપણ પ્રકારના વ્યવહારમાં પણ પોક્સો હેઠળ કાર્યવાહી થતા તેનો ઉપયોગના બદલે ગેરેઉપયોગની શક્યતાઓ વધી જાય છે. તેમ સિનિયર ધારાશાસ્ત્રી કમલેશ શાહે જણાવ્યું છે.
પોક્સો કે ૩૫૪ લગાવવું તેનો દારોમદાર અડપલાના પ્રકાર પર નિર્ભર: એડવોકેટ રૂપરાજસિંહ પરમાર
શારીરિક અને માનસિક રીતે સ્ત્રી ગૌરવ ઉપર હુમલો થાય ત્યારે આઇપીસી કલમ ૩૫૪ હેઠળ ગુનો નોંધાય છે જેમાં બિભત્સ મેસેજ, પીછો કરવો અને ઇશારા કરવામાં આવે અને ૧૮ વર્ષની નીચેની ઉંમરની સગીર હોય ત્યારે સાથે સાથે પોક્સો લગાવવામાં આવે છે તેમજ સગીરા સાથે છેડછાડ કરવામાં આવે અથવા સ્પર્શ કરવામાં આવે ત્યારે ૩૫૪ ડી હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ સગીરના શરીરના અંગમાં કોઇ પદાર્થનો પ્રવેશ કરાવવામાં આવે તો તે કૃત્ય પોકસોની વ્યાખ્યામાં આવે છે. સગીર સાથે બાંધવામાં આવેલા શારીરિક સંબંધના ગુનામાં પોક્સોની કલમનો ઉમેરો કરવામાં આવે છે. કલમ ૩૫૪ હેઠળ શારીરિક તો ખરૂ સાથે સાથે માનસિક સતામણીનો સમાવેશ થાય છે જ્યારે પોક્સો શારીરિક અડપલા અને શોષણ હેઠળ સજા પાત્ર છે તેવું યુવા ધારાશાસ્ત્રી રૂપરાજસિંહ પરમારે જણાવ્યું છે.