અબતક, નવીદિલ્હી
મુકેશ અંબાણી જે રીતે પોતાના લાઇઝનિંગ વ્યવસાયમાં પોતાનું આધિપત્ય સ્થાપિત કરવા માટે જે પ્રયત્નો કરી રહ્યું છે તેજ ક્ષેત્રે હવે અદાણી પણ પોતાનો પગદંડો જમાવશે. એટલું જ નહીં હવે એ પ્રશ્ન પણ સામે આવી રહ્યો છે કે અદાણી નો પાવર મુકેશની અંબાડી આજકી શકશે કે નહીં. અદાણી ગ્રૂપ દોઢ લાખ કરોડના ખર્ચે ઊર્જા ઉત્પાદન અને તેના વિતરણ વ્યવસ્થા ઊભી કરવા માટે આ ક્ષેત્રમાં રોકાણ કરશે. આ તકે ભારતના બીજા સૌથી મોટા ધનિક ગૌતમ અદાણી આગામી સમયમાં 20 બીલિયન ડોલરનું રોકાણ રિન્યુએબલ એનર્જી શેત્રે કરવા જઈ રહ્યું છે બીજી તરફ કંપની દ્વારા એ દાવો પણ કરવામાં આવ્યો છે કે ગ્રીન એનર્જી ઉત્પાદન નો ખર્ચ વિશ્વમાં સૌથી ઓછા રૂપિયામાં કરવામાં આવશે.
દોઢ લાખ કરોડના ખર્ચે ગ્રીન એનર્જી ઉત્પાદન અને તેના વિતરણ માટે રોકાણ કરવામાં આવશે
હાલ ગૌતમ અદાણીની નેટવર્થ 71.3 બિલિયન ડોલર ની છે જે આગામી દિવસોમાં ઝડપથી વધશે. અદાણી અનેકવિધ ક્ષેત્રમાં પોતાનું આધિપત્ય સ્થાપિત કર્યું છે જેમાં અદાણી પાવર, અદાણી ટ્રાન્સમિશન, અદાણી પોર્ટ એન્ડ સેઝ અને અદાણી ગ્રીન એનર્જી નો સમાવેશ થાય છે. હાલ અદાણી પોતાનું વર્ચસ્વ ઉર્જા ક્ષેત્રમાં વધુ વિકસિત કરવા માટેના તમામ પ્રયત્નો હાથ ધરી રહ્યું છે ત્યારે મુકેશ અંબાણી દ્વારા પણ ગ્રીન એનર્જી ક્ષેત્રે આગળ આવવા માટે તેમના દ્વારા વચન આપવામાં આવ્યું હતું કે તેઓ ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરશે જેથી તે ભવિષ્યમાં રીંગણ નું પણ કામ કરી શકે.
તો બીજી તરફ ગૌતમ અદાણી દ્વારા એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આગામી વર્ષ 2025 સુધીમાં તેઓ 75% જેટલું કેપિટલ ગ્રીન ટેક્નોલોજીમાં ઉપયોગમાં લેશે હાલના તબક્કે 42% નું કેપિટલ ગ્રીન ઉદ્યોગ માટે ઉપયોગમાં લેવાય રહ્યું છે. અદાણી ગ્રૂપ દ્વારા એ લક્ષ્ય પણ રાખવામાં આવ્યો છે કે આગામી વર્ષ 2030 સુધીમાં અદાણી કંપની વિશ્વની સૌથી મોટી રિન્યુએબલ એનર્જીમાં પોતાનું નામ સ્થાપિત કરશે.