અબતક,નવી દિલ્હી
સ્થાવર મિલકતના ભાડુઆત અને મકાન માલિક વચ્ચે થયેલા ભાડા કરારનું પાલન કરવા અંગેના વિવાદ અંગે કોર્મસિયલ કોર્ટમાં દાદ માગી શકયા કે કેમ તે અંગેનો વિવાદ કલકત્તા હાઇકોર્ટ બાદ સુપ્રમી કોર્ટ સુધી પહોચ્યો છ. ભાડા કરાર પુરો થયા બાદ સ્થાવર મિલકતનો કબ્જો મકાન માલિક દ્વારા લઇ શકાય તે અંગેનો કોર્મસિયલ કોર્ટમાં કરેલો દાવા માટે અધિકાર ક્ષેત્ર હેઠળ આવે છે કે કેમ તે અંગે વિચારણા કરવામાં આવી હતી અને ભાડા કરારથી ઉત્પન થયેલા વિવાદમાં કોર્ટ સંતુષ્ટ નથી શું સ્થાવર મિલકતનો ખાસ ઉપયોગ વ્યાપાર કે વાણિયજ હેતુસર થાય છે તે સામન્ય ગણવામાં આવ્યું છે.
ભાડા કરાર પૂર્ણ થયા બાદ મિલકતનો કબ્જો લેવા મકાન માલિક દ્વારા કોમર્શિયલ કોર્ટમાં દાવો કરવા હકદાર બની શકે?
પશ્ર્ચિમ બંગાળમાં મકાન માલિકે તેની સ્થાવર મિલકતમાંથી ભાડુઆત પાસેથી જગ્યાનો કબ્જો મેળવવા અંગે વાણિજય કોર્ટ સમક્ષ દાવો દાખલ કર્યો હતો. જે દાવાની સુનાવણીના અંતે ભાડુઆતની તરફેણમાં ચુકાદો આપી મકાન માલિકનો દાવો રદ કર્યો હતો. સિવિલ કોર્ટના હુકમ સામે મકાન માલિક દ્વારા હાઇકોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી દાદ માગવામાં આવી હતી.
હાઇકોર્ટ દ્વારા ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એકટની કલમ 106 હેઠળ સ્થાવર મિલકતના કબ્જાના વસુલાત માટેનો દાવો વાણિજય અદાલતમાં અધિનિયમ 2015 હેઠળ વ્યપારી વિવાદ સાથે સંબંધીત હોવાની રજુઆત સાથે દાદ માગવામાં આવી હતી. તેમજ આ દાવાને ભાડા કરાર સાથે સિધ્ધો સંબંધ નથી તેમ જણાવ્યું હતું. ભાડા કરારમાંથી વિવાદ ઉભો થયો છે. જે હાલના ચાલુ દાવામાં સંતુષ્ટ નથી તેવી રજુઆત કરી હતી.
ભાડા કરાર પુરો થયા બાદ કોર્મસિયલ કોર્ટમાં કબ્જો મેળવવા માટેનો દાવો અધિકારક્ષેત્ર છે? સુપ્રીમ કોર્ટ
મકાન માલિક અને ભાડુઆત વચ્ચેના વિવાદ અંગે સુપ્રીમ કોર્ટ સમક્ષ વરિષ્ટ વકીલ કે.વી.વિશ્ર્વનાથને મકાન માલિક વતી હાજર રહી અંબાલાલ સારાભાઇ એન્ટર પ્રાઇઝ લિમીટેડ વિરૂધ્ધ કે.એસ.ઇન્ફ્રાસ્પેસ એલએલપી લિમીટેડ 2020નો ચુકાદો સાથેનો આધાર રજુ કરી વાણિજય અદાલતમા ચલાવવો યોગ્ય હોવાની રજુઆત કરી હતી. આ અંગે કોર્ટ દ્વારા ઠરાવવામાં આવ્યું હતું કે, મકાન માલિક દ્વારા ભાડુઆત સમે દાખલ કરાયેલા દાવો સુસંગત નથી ત્યારે મકાન માલિકના એડવોકેટ કે.વી.વિશ્ર્વનાથનને પૂછયુ કે, કોર્મસિયલ કોર્ટ સમક્ષ દાખલ કરેલા દાવાને ચાલુ રાખવાના બદલે સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરવા માગે છે?
કોર્મસિયલ કોર્ટને ભાડુઆતનો કરાર સમાપ્ત થયા બાદ દાખલ કરાયેલા દાવા પર વિચારણા કરવાનો અધિકારક્ષેત્ર તેવો સવાલ કરી અદાલત દ્વારા વહેલી સુનાવણીની વિનંતી ફગાવી દીધી છે.
આ અંગે કલકત્તા હાઇકોર્ટ દ્વારા ઠરાવવામાં આવ્યું હતું કે, વ્યાપારી વિવાદને વેપાર અથવા વાણિજયના ઉપયોગમાં લેવાતી સ્થાવર મિલકતને લગતા કરારમાંથી ઉભા થતા વિવાદને વ્યાખ્યાયિત કરે છે. દાવાની કાર્યવાહીનું કારણ કલમ 106 દ્વારા આપવામા આવેલા અધિકારોમાં સ્પષ્ટ રીતે ઉદભવે છે. ભાડા કરાર, કરાર અથવા પ્રકૃતિ જેવા પોશાકની ચોક્કસ કામગીરી માટે દાવો ચોક્કસપણે વાણિજય અદાલતો અધિનિયમની કલમ હેઠળ વ્યાપારી વિવાદના દાયરામાં આવતી હોવાનું અવલોકન કરવામાં આવ્યું છે. ભાડા કરારમાંથી વિવાદની ઉતપ્તીથી ચાલુ દાવામાં અદાલત સંતુષ્ટ ન હોવાનું ઠરાવી શુ સ્થાવર મિલકતનો ખાસ ઉપયોગ વ્યપાર કે વાણિજયમાં થાય
છે તે સામાન્ય હોવાનું જણાવ્યું છે.