જનતાએ નોટબંધી સમયે તકલિફો ભોગવીને પણ સરકારને સહકાર આપ્યો છે ત્યારે તેમના માટે શું આ નિર્ણય ન્યાય બનશે ?
નોટબંધી સરકારે ભ્રષ્ટાચાર અટકાવવા માટે જાહેર કરી હતી જેનો શિકાર સામાન્ય વર્ગ વધુ બન્યો હતો. જોકે નોટબંધીને એક વર્ષ પૂર્ણ થઈ ચુકયું છે. આમ છતાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા લોકોએ પરત કરેલા નોટના થપ્પા ગણી કાઢવામાં સક્ષમ બની નથી, ત્યારે આ એક નવી વાત આવી છે કે હજુ પણ જુની નોટ ધારકો હોય તેને મોકો દેવામાં આવશે. ૫૦૦ અને ૧૦૦૦ની નોટ ધરાવનારને સુપ્રીમ કોર્ટના આદેશ સુધી દંડાશે નહીં.
૮ નવેમ્બર ૨૦૧૬ની રાતે જયારે નોટબંધી જાહેર કરવામાં આવી હતી ત્યારે લોકોને નાણા હોવા છતાં ભારે આર્થિક હાલાકી ભોગવવી પડી હતી. કોઈ દવાખાનામાં ફસાયા હતા તો ઘણાને લગ્ન કરવામાં ખુબ જ તકલીફ ભોગવવી પડી હતી. આમ છતાં સમય પસાર થતા અમુક વિરોધ બાદ તો જનતા લોકોએ પણ સરકારનો સાથ સહકાર આપ્યો હતો. હવે નવી નોટો આવી ચુકી છે અને તકલિફો ભોગવ્યા બાદ લોકો સામાન્ય સ્થિતિમાં આવ્યા છે. ત્યારે જુની નોટ ધારકોને મોકો આપીને સરકારે નોટબંધી સમયે મુશ્કેલીઓ ભોગવનારોને ન્યાય આપ્યો કહેવાય ? જુની નોટો જમા કરાવનારાઓ માટે સમય મર્યાદા રાખવામાં આવી હતી. જેને હવે ટૂંકવી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે તેના ૧૫ અરજદારોને ચકાસણી બાદના ઠરાવની વાંટ જોવાનું કહ્યું છે.
જોકે અમુક લોકોને વાસ્તવિક અડચણોનો સામનો કરવો પડયો હતો. જેના પર સુપ્રીમ કોર્ટે હમદર્દીની લાગણી સાથે નિરિક્ષણ કર્યા બાદ કેન્દ્રને તેમના માટે એક મોકળો માર્ગ બનાવવા સુચવ્યું હતું. માટે તેમને મહેનતના પૈસાઓને કચરો થવાથી બચાવી શકાય. સુપ્રીમે ઉંડાણપૂર્વક વ્યકિતગત કેસોની ચકાસણી કર્યા બાદ આ નિર્ણય લીધો છે. જોકે કેન્દ્રની આ બાબતે સંમતી ન હતી. તેમણે વિવાદ પણ કર્યો હતો કે નોટબંધી બાદ પણ જુની નોટ ધારકો ચોકકસ સજાને પાત્ર છે. કારણકે સરકારે આ પગલું ગેર ઉપયોગ વધવાને કારણે લીધું હતું. શુક્રવારી ચીફ જસ્ટીસ દિપક મિશ્રા તેમજ જસ્ટીસ એ.એમ.ખાનવિલ્કર, ડી.વાય. ચંદ્રસુદની પેનલે જણાવ્યું હતું કે, જુના પડેલા પેન્ડીંગ અરજદારોન પ્રતિવાદીના જવાબની નોટબંધીને લગતી સુનવણી માટેની સુચના ટૂંક સમયમાં જ આપવામાં આવશે. જેમાં સાબિત થાય છે કે સુપ્રીમે જુની નોટ ધારકોનો બચાવ કર્યો છે. જનતાને સરકાર અને આરબીઆઈ પાસેથી નવેમ્બર ૯ અને ડિસેમ્બર ૩૦ સુધી તેમણે ભોગવેલી તકલિફોનો ન્યાય મેળવવો છે. પહેલા તો ૫૦૦ અને ૧૦૦૦ની જુની નોટ ધારકોને ગુનેગાર ગણવામાં આવ્યા હતા ત્યારે હવે તેનું રક્ષણ કરી સરકાર શું સાબિત કરવા માંગે છે ? ડિજિટલ ઈન્ડિયાને પ્રોમોટ કરતા સરકારે નોટબંધી બાદ ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપ્યું છે.