વચનેષુ કિમ્ દરિદ્રતા!!!

ગરીબીને હટાવવા ભ્રષ્ટાચારને નાથવો જરૂરી: ૩.૬ લાખ કરોડ રૂપિયાનું આંધણ દેશનો બોજો વધારશે

ભારત દેશના આઝાદીના ૭૦ વર્ષ પછી પણ દરેક પક્ષો લોકોને ગરીબી હટાવવા માટેની લોલીપોપ આપતા હોય છે. પરંતુ હકીકત તો એ છે કે, ‘છે અને નથી’ વચ્ચેની ખાંઈ ખૂબજ મોટી થઈ ગઈ છે. લોભામણી જાહેરાતો થતાંની સાથે જ ગરીબ તો ગરીબ જ રહે છે તે કોઈ નવી વાત નથી. ચૂંટણી સમયે તમામ પક્ષો લોભામણી જાહેરાતો કરતા નજરે પડતા હોય છે. ત્યારે કહી શકાય કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલ સ્ટ્રાઈક મારી કુકરીને ગાંડી કરી છે.

કુકરીને ગાંડી કરતા કોંગ્રેસ પક્ષ આ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા અનેકવિધ પ્રયાસો કરતા જોવા મળી રહી છે જે રીતે કોંગ્રેસ પક્ષ ૩.૬ લાખ કરોડ રૂપિયાનું આંધણ વહેતુ કરવાની વાત કરી રહી છે કે જેથી દેશની ગરીબી હટાવી શકાય તો તે વાત પણ મોટી ભ્રામક છે. કારણ કે, ૩.૬ લાખ કરોડ રૂપિયાની આપવાની સાથે જ દેશ પરનો બોજ વધશે અને કયાંકને કયાંક જો ગરીબી હટાવી જ હોય તો સૌપ્રથમ ભ્રષ્ટાચારને હટાવવા ખૂબજ મહત્વપૂર્ણ છે.

જયાં સુધી ભ્રષ્ટાચાર હશે ત્યાં સુધી ગરીબી નહીં હટે. કારણ કે, ગરીબીની ગંગોથી એટલે ભ્રષ્ટાચાર છે. રાજકારણીઓ ભ્રષ્ટાચારથી પોતાના પેટ મોટા કરતા નજરે પડે છે અને ચૂંટણી આવતાની સાથે જ પોતાનો વહાલ વરસાવતા હોય છે પરંતુ આ સ્ટંટ ચૂંટણી લક્ષી જ માનવામાં આવે છે અને ખરા અર્થમાં સહેજ પણ ગરીબનો વિકાસ નથી થતો અને ગરીબી હટાવવામાં આવતી નથી.

વાત કરવામાં આવે તો રાજકારણ અને રાજકીય પક્ષોને રૂપિયા કયાંથી આવે છે તે પણ પ્રશ્ન હરહંમેશ ઉદ્ભવતો હોય છે. આવકનો એવો કોઈ સ્ત્રોત ન હોવા છતાં તેમની આવક કરોડોમાં જોવા મળે છે. ત્યારે કહી શકાય કે ગરીબ દિન-પ્રતિદિન ગરીબ જ રહે છે અને અમીર દિન-પ્રતિદિન અમીર બનતો જાય છે.

કોંગ્રેસ પક્ષ દ્વારા જે રીતે જણાવવામાં આવ્યું કે, જે કોઈ પરિવારને પ્રતિ માસની આવક ૧૨ હજારથી ઓછી હશે તેઓને અનેક વિધ સ્કીમોનો પણ લાભ આપવામાં આવશે અને જે લોકોની આવક ખૂબ ઓછી હોય તેને તે આવક સુધી પહોંચાડવા માટે પક્ષ તમામ પ્રકારના કાર્યો હાથ ધરશે. ત્યારે ૩.૬ લાખ કરોડનું આંધણ પૂરું પાડવા માટે ધારાશાસ્ત્રીઓ
પણ જણાવી રહ્યાં છે કે, આ પ્રકારના આયોજનથી ગરીબી સહેજ પણ નહીં હટે પરંતુ દેશ પરનો બોજ વધશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.