જૂનાગઢ શહેર અને જિલ્લામાં વેક્સિન સપ્લાયની ચેઇન તોડવા માટે આવશ્યક એવી કોરોના વેક્સિનનો જથ્થો સમયસર પહોંચી ન શકતા, પરિણામે ગઈકાલે બપોર બાદ જ વેક્સિન સેન્ટરોને તાળાં લાગ્યા હતા. તેમજ 6 જેટલી સેવાભાવી સંસ્થાએ શનિ, રવિમાં કોરોના વેક્સિન માટે આયોજન કરેલ કેમ્પ રદ કરવામાં આવ્યા છે. ત્યારે સરકાર દ્વારા પુરતા પ્રમાણમાં કોરોનાની રસીનો જથ્થો અપાઇ તેવી માંગ લોકો માંથી ઉઠવા પામી છે.

રાજ્ય સરકારે વધુને વધુ લોકો કોરોના વેક્સિન લે તે માટે મોટા ઉપાડે કોરોના વેક્સિન મહાઅભિયાનની શરૂઆત કરી હતી. જૂનાગઢમાં 21 જૂન વિશ્વ યોગ દિવસથી 18 થી 44 વર્ષની વયના લોકોને વેક્સિન અપાવવા સરકારે અને તંત્રએ કમર કસી હતી અને કોરોના વેક્સિન સેન્ટરોની સંખ્યામાં પણ રાતોરાત વધારો કરી દીધો હતો. આ માટે જૂનાગઢમાં મનપા દ્વારા વિવિધ વોર્ડમાં 23 કોરોના વેક્સિન સેન્ટર બનાવી ત્યાં કોરોના રસીકરણની શરૂઆત કરી હતી.

પરંતુ જૂનાગઢમાં સમયસર વેક્સિન ન પહોંચતા શહેરમાં આજે જશ ક્ધસલટન્સી અને જગન્નાથ મંદિર મળી કુલ 6 થી વધુ સંસ્થાના શનિ, રવિના યોજાનાર રસીકરણના કેમ્પ રદ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ રીતે  કેમ્પો રદ થયા છે.

ડો. રવિ ડેડાણીયા એ ગઈકાલે જણાવ્યું હતું કે, આજ સાંજ સુધીમાં રસીનો જથ્થો આવી જવાનો છે, પરંતુ કદાચ રસીનો જથ્થો ન આવે તો છેલ્લી શું કરવું તેને ધ્યાને રાખીને આ કેમ્પો રદ કરવામાં આવ્યા છે.

બીજી બાજુ કેટલાક દોઢ ડાયા અને હરખ પદુડા લોકો ખોટા ઉતાવડા થઇને, 2 દિવસ વેક્સિન નહી આવે તેવા મેસેજ કરવા લાગ્યા છે. જેના લઈને વ્યક્તિને લેવા માંગતા લોકોમાં ગભરાટ ફેલાયો છે અને એટલી જ નારાજગી ફેલાઇ છે ત્યારે આવા તથ્ય વગરના ખોટા મેસેજ ફેલાવનાર સામે તંત્ર દ્વારા આકરા પગલાં ભરવામાં આવે તેવી પણ પ્રભુ લોકોમાંથી માંગ ઉઠવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.