ડિઝમી કિડ્સ કીંગડમ આયોજિત કાર્નિવલમાં બાળકો માટે ફ્રી રાઈડસ, જમ્પીંગ, હિંચકા: પેરેન્ટીંગ સ્કીલ અને ઈંગ્લીશ સ્પીકીંગ સ્કીલનો ખાસ સેમિનાર: આગેવાનો ‘અબતક’ના આંગણે
ડિઝમી કિડ્સ કીંગડમ દ્વારા તા.૨૯/૧૨/૨૦૧૮ના રોજ સાંજે ૫:૩૦ થી ૮:૩૦ વાગ્યે ભવ્ય કિડસ કાર્નિવલની ઉજવણીનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત ઉ.વ.૨ થી ૧૦ વર્ષના બાળકો માટે ફ્રીમાં અનેક રાઈડસ અને ગેઈમ એન્જોય કરાવવામાં આવશે. જેમાં જમ્પીંગ, કાર્ટુન લાઈટીંગ હિંચકા, ડ્રેગન કાર ચકેડી, મોટી સાપ સીડી, ગ્રોસ મોટર એકટીવીટી, કાર, રાઈડીંગ, કલરીંગ, સેલ્ફીઝોન, મેક નેકલેસ તેમજ સ્ટેજ પર ડાન્સ કરાવવામાં આવશે.
આ સાથે પેરેન્ટસ, શિક્ષકો અને સમાજ સેવકોમાં બાળઉછેરની સાચી પઘ્ધતિની સમજ તેમજ ૨૧મી સદીના બાળકોને સશકત બનાવવા માટે પેરેટીંગ સ્કીલ સેમીનાર માટે પ્રખર વકતા ડો.મીલનભાઈ રોકડ (ચાઈલ્ડ ન્યુરો સાઈક્રાઈટીસ-લંડન) અને સાથે ઈંગ્લીશ સ્પીકીંગ સ્કીલ ડેવલોપમેન્ટ માટે પ્રોફેસર બ્રીજભાઈ યાજ્ઞીક (કેમ્બ્રીજ યુનિવર્સિટી, મારવાડી યુનિવર્સિટી)ના ખાસ સેમીનારનું આયોજન કરેલ છે. સંસ્થા દ્વારા નાના ભુલકાઓ તેમજ રાજકોટની જાહેર જનતાને લાભ લેવા અનુરોધ કરાયો છે. કિડ્સ કાર્નિવલ ડિઝમી કિડસ કિંગડમ, ભોજલરામ પુનમ ડમ્પરવાળુ બિલ્ડીંગ, બાપા સીતારામ ચોક પાસે, મવડી, રાજકોટ ખાતે યોજાશે.
કાર્નિવલનો બહોળી સંખ્યામાં લોકો લાભ લે તે માટે પ્રીતીબેન ઉપાધ્યાય, મીનાક્ષી ભાડેશીયા, પૂર્વાબેન બલદાણીયા, પૂનમ ધોકિયા, વૈશાલી ધોકિયા અને મીરાબેન ફળદુએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.