ભાજપના ઉમેદવાર નેહલભાઈ શુકલ, દેવાંગભાઈ માંકડ, જયશ્રીબેન ચાવડા અને વર્ષાબેન પાંધી શિક્ષિત અને દિક્ષિત હોવા ઉપરાંત જાહેર જીવનનો બહોળો અનુભવ ધરાવતા હોવાથી શ્રેષ્ઠ કામ કરી શકશે
વેપારીઓની લાગણી: હવે અમારે અમારા પ્રશ્ર્નોના ઉકેલ માટે વધારે રાહ નહીં જોવી પડે
શાંતિ-સલામતિથી લઇને પાણીની સમસ્યાના ઉકેલ માટે વોર્ડ નં. ૭ના બહેનો આશાવાદી
રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપની જ બોડી ચૂંટાઇને આવવાની છે તે તો નક્કી છે. ભારતીય જનતા પાર્ટીનું કેન્દ્ર અને રાજ્યમાં શાસન જોઇને લોકો સંતુષ્ઠ છે. વોર્ડ નં.૭માં જે ઉમેદવારો ભાજપે પસંદ કર્યા છે તેઓ સ્માર્ટ સિટીની યોજનાને સાકાર કરવા સક્ષમ છે. ભાજપે આજે દેશમાં અને જ્યાં જ્યાં એનું શાસન છે ત્યાં બધે સમતોલ વિકાસનું આયોજન કર્યું છે. લોકોને રસ્તા,લાઇટની પ્રાથમિક સુવિધા પણ મળે અને માળખાંકીય સુવિધાઓ, શહેરીકરણનો લાભ પણ મળે એ રીતે બધે કામ થઇ રહ્યાં છે એમાં રાજકોટ પણ બાદ નથી. વોર્ડ નં. ૭ના ભાજપના ઉમેદવાર ડો. નેહલ શુક્લ, દેવાંગ માંકડ,શ્રીમતી વર્ષાબહેન પાંધી તથા શ્રીમતી જયશ્રીબહેન ચાવડા પોતાના વોર્ડના વિકાસ માટે સંપૂર્ણ સજાગ અને પ્રતિબધ્ધ હોવાની લાગણી વેપારીઓએ વ્યક્ત કરી હતી.
વોર્ડ નં. ૭ના વ્યાપારી વિસ્તારના અગ્રણીઓએ કહ્યું હતું કે ડો. નેહલભાઈ શુક્લ અને દેવાંગભાઈ માંકડ બન્ને શિક્ષિત છે. નેહલભાઇ પોતાની કોલેજ તો ચલાવે જ છે સાથે જ યુનિવર્સિટી સાથે પણ સંકળાયેલા છે.યુવાનો સાથે એમનો જીવંત નાતો છે. નયા ભારતમાં શું જરુરી છે તેની એમને ખબર છે. શિક્ષણ સમાજના વિકાસના પાયામાં છે. નેહલભાઇ કોર્પોરેટર તરીકે ચૂંટાશે પછી શૈક્ષણિક સુવિધા સાથે પણ એમની નિસબત રહેશે એની અમને ખાતરી છે. ઉપરાંત નરેન્દ્રભાઇ મોદીએ જે સ્વચ્છતા મિશન શરુ કર્યું છે તેને અનુરુપ જાગૃતિ તેઓ વિદ્યાર્થીઓમાં લાવી શકે તેમ છે. શહેરને સ્માર્ટ બનાવવા માટે વિઝન જોઇએ તે એમનામાં છે.
દેવાંગભાઇ માંકડ પોતે પણ કમ્પ્યુટર શિક્ષણ સાથે સંકળાયેલા છે ઉપરાંત પંચનાથ ટ્રસ્ટના માધ્યથી આરોગ્ય સેવામાં પણ કાર્યરત છે. રાજકોટ જેવા શહેરને જોઇતી તબીબી સેવા-સારવાર વિશે તેઓ વાકેફ છે. એમની પાસે પણ શિક્ષણ સમિતિના ચેરમેનપદનો અને સમાજ કલ્યાણ સમિતિના અધ્યક્ષપદનો અનુભવ છે. વોર્ડ નં. ૭ના પ્રશ્નો માટે બન્ને જાગૃત અને જવાબદાર છે. વેપારીઓના રોજિંદા પ્રશ્નો હવે રજૂઆત પહેલાં જ હલ થઇ જશે. ખાસ તો સરકારી વિવિધ યોજનાઓની જાણકારી હવે વોર્ડ નં. ૭ના રહેવાસીઓને મળતી રહેશે.
રાજકોટમાં પાણીની સમસ્યા તો સાવ હલ થઇ ગઇ છે. હવે ફરી એ ઊભી ન થાય એવી વ્યવસ્થા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીએ કરી છે. આ વ્યવસ્થા માટે વહીવટીતંત્ર અને લોકો વચ્ચે સંકલન જાળવવાનું કામ બન્ને મહિલા ઉમેદવાર જયશ્રીબહેન ચાવડા અને વર્ષાબહેન પાંધી કોર્પોરેટર બન્યા પછી ઊપાડી લેશે. શહેરની શાંતી-સલામતી હોય, બહેનો સલામત હોય એ તો ગુજરાતની પરંપરા છે. વોર્ડ નં. ૭માં આવા કોઇ તત્વો હશે તો પણ હવે આ ઉમેદવારો એ સમસ્યા પણ હલ કરશે.
રાજકોટ રળિયામણું છે, રંગીલું છે એને વધુ રહેવા લાયક અને સુવિધા યુક્ત બનાવવાની દિશામાં મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણી આગળ વધી રહ્યા છે એમાં વોર્ડ નં. ૭ની ભાજપની પેનલ પણ સહભાગી થશે તેવો વિશ્વાસ અહીંના મતદારોએ વ્યક્ત કર્યો છે.
વોર્ડનં ૭ માં વેગવંતો બન્યો ભાજપનો પ્રચાર: મતદારોનો મીઠો આવકાર
ભાજપના શાસનમાં સમસ્યાઓ ભૂતકાળ,વિકાસ જ ભવિષ્ય
પાણી, રસ્તા, આરોગ્ય સહિતની સેવા અવિરત મળે એ માટે ફક્ત ભાજપ જ વિકલ્પ
શહેરના વોર્ડ નં. ૭માં તો આ વખતે મતદારોએ અન્ય કોઇ પક્ષના બેનર સામે પણ જોયું નથી. મતદારો એવું સ્પષ્ટ માને છે કે અત્યાર સુધી જે વિકાસ રાજકોટે જોયો છે એ અવિરત ચાલુ રાખવો હોય તો ભાજપનો કોઇ વિકલ્પ નથી.
વોર્ડ નં.૭માં મનહર પ્લોટ વિસ્તારમાં એક ગ્રુપ મીટિંગને સંબોધન કરતાં પૂર્વ કોર્પોરેટર કશ્યપ શુક્લે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારમાં ભાજપનું શાસન છે. સર્વગ્રાહી વિકાસ અત્યારે દેશમાં થઇ રહ્યો છે ત્યારે રાજકોટના લોકો એવું સંપૂર્ણ પણે સમજી રહ્યા છે કે આપણે પણ ભાજપના હાથમાં સત્તા આપીશું તો આપણો પણ વિકાસ એવો જ થશે. વોર્ડ નં. ૭ના ઉમેદવારો ડો. નેહલ શુક્લ, દેવાંગ માંકડ, શ્રીમતી વર્ષાબહેન પાંધી, શ્રીમતી જયશ્રીબહેન ચાવડા આપણા શહેરની વિકાસયાત્રાને આગળ વધારી શકે એવા સક્ષમ ઉમેદવારો છે.
શિક્ષિત અને સમજદાર ઉમેદવારો હોવાથી વોર્ડનં. ૭ના મતદારોને કોઠે આ વખતે ટાઢક છે. આ ઉમેદવારો વોર્ડના રહેવાસીઓની મુશ્કેલી સમજે છે અને વહીવટી તંત્ર પાસે કુશળતાથી, કુનેહ પુર્વક કામ લઇને એનો ઉકેલ કેમ લાવવો એ પણ સમજે છે. ડો. નેહલ શુક્લને શિક્ષણ ક્ષેત્રનો અનુભવ છે. ઉચ્ચ શિક્ષણની એક સંસ્થાના તેઓ સંચાલક છે અને યુનિવર્સિટીમાં પણ કાર્યરત છે. જાહેર વહીવટના પ્રશ્નો અને એનોકઉકેલ કેમ લાવવો એની એમને સૂઝ છે. દેવાંગભાઇ તો એક ટર્મ કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે અને શિક્ષણ સમિતિના અધ્યક્ષ રહી ચૂક્યા છે. કોર્પોરેશનના તંત્ર સાથે એમનો અનુભવ પણ છે અને અનુબંધ પણ છે.
બન્ને મહિલા ઉમેદવારો વર્ષોથી લોકોના પ્રશ્નોને નજીકથી જોવા ટેવાયેલાં છે. રાજકોટમાં આમ પણ ભાજપે જ વર્ષો સુધી રાજ કર્યું છે. શહેરની પાણીની સમસ્યા હવે ભૂતકાળ બની ગઇ છે. લોકોને બેડાં લઇને લાઇનમાં ઊભાં રહેવું પડતું નથી. બહેનોએ ટેન્કરની રાહ જોવી પડતી નથી. કોંગ્રેસના પાંચ વર્ષના શાસનમાં તો ગેરકાયદે બાંધકામો માથાભારે તત્વો કરતા ગંદકી થતી પરંતુ કોંન્ટ્રક્ટર સાથે શાસકોની મીલી ભગતને લીધે સફાઇ થતી નહીં. ભાજપના શાસનમાં રાજકોટનું નામ સ્વચ્છતા સર્વેક્ષણમાં આવ્યું છે. શહેર ફાટક મુક્ત અને ઝૂંપડપટ્ટી મુક્ત બની રહ્યું છે. અહીં હવે સમસ્યાઓ ભૂતકાળ છે. વિકાસ જ ભવિષ્ય છે.