રાજયની 9600 થી વધુ ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યોને ચૂંટવા બે કરોડથી વધુ લોકો મતાધિકારનો ઉપયોગ કરશે: પ્રચાર-પ્રસાર શાંત થવા બાદ કાલે મતદારોને રિઝવવા બંધ બારણે બેઠકનો દૌર જામશે
રાજકોટ જિલ્લામાં 358 અતીસંવેદનશીલ મતદાન મથકો પર ચુસ્ત બંદોબસ્ત
રાજયના 33 જિલ્લાની 9600 થી વધુ ગ્રામ પંચાયતો માટે આગામી રવિવારે ચૂંટણી યોજાવાની છે ચુઁટણી પંચના નિયમાનુસાર મતદાન પૂર્ણ થવાના 48 કલાક પૂર્વ પ્રચાર પ્રસાર બંધ કરી દેવાનો હોય આજે સાંજના 6 ના ટકોરે પ્રચારના ભુંગળા શાંત થઇ જશે આવતીકાલે અંતિમ ઘડીઓમાં મતદારોને રિઝવવા માટે બંધ બારણે બેઠકોના દોર જામશે. રવિવારે બે કરોડથી વધુ મતદારો પોતાના નેતાઓને ચુઁટી કાઢવા
કાઢવા માટે મતાધિકારનો પ્રયોગ કરશે. રવિવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. મંગળવારે સવારથી મતગણતરી હાથ ધરવામાં આવશે વિધાનસભાની ચુંટણી પૂર્વ ગ્રામ્ય વિસ્તારોના મતદારોનો મિજાજ જાણવા માટે આ તમામ રાજકીય પક્ષોમાં અંતિમ તક છે.
રાજયની 10879 ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખોનું એલાન રાજય ચૂઁટણી પંચ દ્વારા ગત રરમી નવેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા બીનહરીફ અર્થાત સમરસ જાહેર થનાર ગ્રામ પંચાયતોને અપાતી ગ્રાન્ટમાં પણ વધારો કરવામાં આવ્યો હતો. દરમિયાન ફોર્મ ભરવા અને પરત ખેંચવાના અંતિમ દિવસે રાજયની કુલ 1ર67 ગ્રામ પંચાયતો બિનહરીફ જાહેર કરવામાં આવી છે આગામી રવિવારે રાજયની 961ર ગ્રામ પંચાયતો માટે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન થશે જેમાં ર કરોડથી પણ વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
ગામડાઓમાં છેલ્લા એક પખવાડીયાથી જોરશોરથી ચુંટણી પ્રચાર ચાલી રહ્યા છે. મતદારોને રીઝવવા માટે ચુંટણી લડતા ઉમેદવારો વચનોની લ્હાણી કરી રહ્યા છે. ચુંટણી પંચનો નિયમ છે કે મતદાન પૂર્ણ થવાના 48 કલાક પૂર્વ પ્રચાર પ્રસાર બંધ કરી દેવાનો રહે છે. આજે સાંજે 6 કલાકે ગામડાઓમાં પ્રચારના ભૂંગળાઓ શાંત થઇ જશે મતદાનના પૂર્વ દિવસે મતદારોને રિઝવવા માટે આવતીકાલે ચૂંટણી લડતા ઉમેદવારો વિવિધ જ્ઞાતિના આગેવાનો સાથે બંધ બારણે બેઠકોનો દોર યોજાશે.
ગ્રામ પંચાયતની ચુંગણીમાં ભાજપ-કોંગ્રેસ કે અન્ય કોઇ રાજકીય પક્ષો સત્તાવાર રીતે પોતાના ઉમેદવારોને મેન્ડેટ આપતા નથી પરંતુ પક્ષ સમર્પીત ઉમેદવારો મેદાનમાં ઉતરતા હોય છે આવતા વર્ષ વિધાનસભાની સામાન્ય ચુંટણી યોજાવાની હોય ગ્રામ વિસ્તારોના મતદારોનો મિજાજ પારખવાની રાજકીય પક્ષો માટે આ અંતિમ તક છે. મતદારોને રિઝવવા માટે ચુંટણી લડતા ઉમેદવારોએ એડી ચોટીનું જોર લગાવી દીધું છે. રાજકીય પક્ષના મોટા માથાઓ પણ ગામડાઓ ખુદી રહ્યા છે.
આગામી રવિવારે સવારથી સાંજ સુધી મતદાન યોજાયા બાદ ફેર મતદાનની જરુરીયાત ઉભી થાય તો સોમવારનો દિવસ અનામત રાખવામાં આવ્યો છે. મંગળવારે સવારે મતગણતરી હાથ ધરવામાં આવશે.