દેશનાં કુલ ઇમ્પોર્ટ બિલમાં ૮૦ ટકા જેટલો હિસ્સો ક્રુડતેલનો છે.. જ્યારે વડાપ્રધાન મોદીજી દેશને આત્મનિર્ભર બનાવવાનું એલાન કરી ચુક્યા છે. આ બન્ને વિધાનોને કેન્દ્ર સ્થાને રાખીએ તો તેનો નિષ્કર્ષ એવો નીકળે કે ક્રુડતેલની આયાત ઘટાડો અને દેશને આત્મનિર્ભર બનાવો. મોદીજી એ તો દેશને આત્મનિર્ભર બનાવવા માટેનું એલાન લોકડાઉન અને ચીનની ઘુષણખોરી બાદ કર્યુ છે પરંતુ ભારત સરકાર- પછી તે કોંગ્રેસની હોય કે ગઉઅની, છેલ્લા બે દાયકાથી દેશની ક્રુડતેલની આયાત ઘટાડવા માટેનાં પ્રયાસો કરે છે. જે સમયની સાથે વધુ સઘન બનતા ગયા છૈ. દેશને આ સેક્ટરમાં આત્મનિર્ભર બનાવવા સ્થાનિક ઉત્પાદન વધારવા, વપરાશ ઘટાડવા ઉપરાંત આ સેક્ટરની વૈશ્વિક કંપનીઓને ભારતમાં આમંત્રિત કરવા જેવા પગલાં લઇ શકાય.
આવા જ એક પ્રયાસનાં ભાગરૂપે હવે સરકારે વિશ્વભરનાં ટોપ પેટ્રોલિયમ સેક્ટરના ઉદ્યોગપતિઓને ભારતમાં આકર્ષિત કરવાનું અભિયાન ચલાવ્યું છે. વાચકો જ્યારે આ લેખ વાંચતા હશે ત્યારે વડાપ્રધાન મોદીજી તેમના પ્રતિનિધી મંડળ સાથે વિશ્વનાં ક્રુડતેલ સેક્ટરનાં ટોચનાં ૪૫ ઈઊઘ સાથે મિટીંગ કરતા હશે. જી, હા ૨૬ મી ઓકટોબરે સાંજે આ બેઠકનું આયોજન છે. જેનો હેતુ છૈ વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારતમાં આ સેક્ટરમાં ૩૦૦ અબજ ડોલરનું વિદેશી રોકાણ આકર્ષિત કરવાનો. ભારતનાં વધતા જતા ક્રુડતેલનાં વપરાશને ધ્યાનમાં રાખીને નીતિ આયોગે સૌ પ્રથમ ૨૦૧૬ માં આવી રાઉન્ડ ટેબલ મિટીંગનું આયોજન કર્યું હતું. ત્યારબાદ આ મિટીંગનિય. મત રીતે દર વર્ષે યોજાતી વાર્ષિક બેઠક બની ગઇ છે. જેની પાછળનો ઉદ્દેશ ભારતને ક્રુડતેલનાં સેક્ટરમાં માત્ર નિષ્ક્રિય ઉપભોગતામાંથી સક્રિય અને આ સેક્ટરનાં કેન્દ્ર સ્થાને રહે તેવા સ્ટેકહોલ્ડર બનાવવાનો છે.
આંકડા જોઇએ તો ભારત વિશ્વમાં ત્રીજા ક્રમનું ક્ધઝ્યુમર છે, અને ચોથા ક્રમનું કગૠ આયાતકાર રાષ્ટ્ર છે. છેલ્લા બે દાયકામાં પેટ્રોલિયમ તથા નેચરલ ગેસના સેક્ટરમાં ભારતમાં સાત અબજ ડોલરનું સીધું વિદેશી રોકાણ થયું છે. જેમાંથી ૧.૭ ટકા જેટલો હિસ્સો દક્ષિેણ અને ઉત્તર ભારતમાં ગયો છૈ. હાલમાં રિફાયનિંગ સેક્ટર માટે સરકાર હસ્તકની કંપનીનું ડિસઇન્વેસ્ટમેન્ટ કર્યા વિના ઓટોમેટિક રૂટ થી ૪૯ ટકા સીધા વિદેશી રોકાણ માટે સરકારની મંજુરી છે. જ્યારે ઓટોમેટિક રૂટ મારફતે કોઇપણ કંપની ક્રુડતેલ તથા ગેસનાં એક્સ્પ્લોરેશન માટે ૧૦૦ટકાનું સીધું વિદેશી મુડીરોકાણ કરી શકે છે.
આમેય તે ક્રુડતેલનાં ભાવની વધઘટ માટોભાગની કંપનીઓ માટે નુકસાનીનું કારણ બનતી હોય છે. એવું કહેવાય છે કે ક્રુડતેલનાં ભાવ બેરલ દિઠ ૭૦ ડોલર ગણીઐ તો ક્રુડતેલનાં ભાવમાં, એક ડોલરનો વધારો થાય તો તિજોરીને ૮૦૦ કરોડ રૂપિયાનો નવો બોજ પડે છૈ. હાલમાં ભારતના ટાગેર્ગેટ માં ૩૦ દેશનાં ઓઇલ ઉત્પાદનમાં મહારથ ધરાવતા ઉદ્યોગપતિઓ છૈ. સરકાર આ સેક્ટરમાં સાહસ કરવા માંગતી કંપનીઓને માત્ર ૩.૨૫ % ના વાર્ષિક વ્યાજ દરે લોન પણ ઓફર કરી રહી છે. આ ઉપરાંત ભારત સૌથી વધારે યુવા વર્ગ ધરાવતો દેશ હોવાથી ભારતમાં વાહનોનો વપરાશ વધવાનો હોવાનું પણ અનુમાન છે. વર્ષ ૨૦૧૯ નાં આંકડા બોલે છે કે દેશનો ક્રુડતેલનો સરેરાશ દૈનિક વપરાશ ૫૨૭૧૦૦૦ બેરલ નો હતો. જોકે આ વર્ષે કોવિડ-૧૯ ની અસર તથા લોકડાઉનનાં કારણે વપરાશ ૧૦ ટકા સુધી ઘટવાનું અનુમાન છે.
આમછતાં આગામી બે વર્ષમાં આ આંકડો દૈનિક ૬૦ લાખ બેરલને આંબી જાય તો ભારત સરકારનું આત્મનિર્ભર થવાનું સપનું સાકાર થઇ શકે નહીં. આવા સંજોગોમાં સરકાર પેટ્રોલમાં ઇથેનોલનો વપરાશ વધારવો, ઇલેક્ટ્રિક વાહનોનો વપરાશ વધારવો, તથા સ્થાનિક સ્તરે ઉત્પાદન વધારવા જેવા વિકલ્પો અપનાવી રહી છે.
વૈશ્વિક ઉદ્યોગપતિઓ સાથેની આ પાંચમી બેઠકમાં ક્રુડતેલનાં ઉત્પાદનનું વૈશ્વિક ચિત્ર તથા તેની પડતર કોસ્ટ ઘટાડીને ભારત તથા સામાપક્ષને ફાયદો કેવી રીતે થાય તેની ચર્ચા કરવામાં આવશે.