- 239 કેસોમાં 185 આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી, લોક દરબાર દ્વારા નાગરિકોને મદદે પોલીસ
- મોરબી જીલ્લામાં વ્યાજખોરી વિરુદ્ધ મોરબી પોલીસ દ્વારા 2023-24 દરમિયાન વિશેષ ઝૂંબેશ ચલાવી કુલ 239 કેસોમાં 185 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાઈ છે.
મોરબી જીલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરીના દુષણને ડામવા ગત વર્ષથી ચલાવવામાં આવેલ ઝુંબેશ અનુસંધાને વર્ષ 2023-24થી અત્યાર સુધીમાં લોકદરબાર, લોન મેળા, અને જનસુનવણી કાર્યક્રમો દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવી છે. તેમજ આ દરમિયાન વ્યાજખોરીના કરવામાં આવેલ કેસો તથા પકડવામાં આવેલ આરોપીઓની આંકડાકીય માહિતી જાહેર કરવામાં આવી સાથે જીલ્લાવાસીઓને સંદેશ આપવામાં આવ્યો છે કે વ્યાજખોરોથી પીડિત કોઈપણ વ્યક્તિ મોરબી જીલ્લા પોલીસનો સંપર્ક કરી શકે છે.
ત્યારે મોરબી જીલ્લા પોલીસે જાહેર કરેલ પ્રેસ યાદીમાં જણાવ્યા અનુસાર ગુજરાત સરકાર દ્વારા જરૂરીયાતમંદ વ્યક્તિઓને નેશનલ બેન્કો તથા કો.ઓપરેટીવ બેંકોમાથી સરળતાથી લોન મળી રહે અને ઉંચા વ્યાજે ગરેકાયદેસર રીતે નાણા ધિરધાર કરતા વ્યક્તિઓનો ભોગ બનતા અટકાવવા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવેલ. જે અન્વયે મોરબી જીલ્લા પોલીસ દ્વારા સને-2023 માં લોકદરબાર- 218 નુ આયોજન કરી ઉંચા વ્યાજે ગેરકાયદેસર રીતે નાણા ધિરધાર કરતા વ્યક્તિઓ વિરુધ્ધ કુલ-39 ગુના દાખલ કરવામા આવેલ છે. જે ગુનાઓમા કુલ-130 આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ સને-2024 મા કુલ-165 લોકદરબારનુ આયોજન કરી ઉંચા વ્યાજે ગેરકાયદેસર રીતે નાણા ધિરધાર કરતા વ્યક્તિઓ વિરુધ્ધ કુલ-24 ગુના દાખલ કરવામા આવેલ છે. જે ગુનાઓમા કુલ-55 આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. તેમજ જે ગુનાઓમાં ભોગ બનનાર વ્યક્તિઓના વાહનો, ગોલ્ડ, મોબાઇલ મળી કુલ કિ.રૂ 24.34 લાખનો મુદામાલ તેમજ દસ્તાવેજો તથા ચેક પરત કરાવેલ છે.
વધુમાં આજ તા.02/12ના રોજ રેન્જ આઈજી દ્વારા વાર્ષિક ઇન્સપેકશન અનુસંધાને રાખવામાં આવેલ જનસુનવણી કાર્યક્રમ અન્વયે 20 જેટલા અરજદારોને પોલીસ મદદની જરૂરીયાત અંગેની અરજીઓ મળેલ જેમા 4 અરજીઓ બાબતે તાત્કાલીક ધોરણે કુલ-11 આરોપીઓ વિરૂધ્ધ ગુના દાખલ કરવામાં આવેલ તથા બાકી રહેતી અરજીઓ બાબતે ફરીયાદીને ત્વરીત ન્યાય મળે તે માટે સંબંધીત પોલીસ સ્ટેશન દ્વારા કામગીરી હાથ ધરવામાં આવેલ છે.
આ સાથે મોરબી જીલ્લા પોલીસ દ્વારા પ્રજાજોગ સંદેશ આપી જણાવ્યું છે કે જ્યારે પણ નાણાની જરૂરીયાત ઉભી થાય ત્યારે માત્રને માત્ર સરકાર માન્ય બેંકો/સંસ્થાઓનો સંપર્ક કરી લોન લેવાનો આગ્રહ રાખવો અને ગેરકાયદેસરથી વ્યાજવટાવનો ધંધો કરતા લોકો પાસેથી વ્યાજે પૈસા લેવાનુ ટાળવુ જોઇએ અને આવા કોઇ વ્યાજવટાવ વાળા ઇસમોના ભોગ બનનારે આપના નજીકના પોલીસ સ્ટેશન, નાયબ પોલીસ અધિક્ષકની કચેરી અથવા પોલીસ અધિક્ષકની કચેરીનો સંપર્ક કરવા અથવા જીલ્લા કંટ્રોલ રૂમ ફોન નંબર-02822243478, નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગની કચેરી-02822240909 તથા
- પોલીસ હેલ્પ લાઇન નંબર-112 ઉપર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.
- 42 લોન મેળાનો 182 લોકોએ લાભ લીધો
જરૂરિયાતમંદ લોકોને સરળતાથી લોન મળી રહે તે હેતુથી સહકારી મંડળીઓ, રાષ્ટ્રીયકૃત બેંકો/અનુસૂચિત બેંકો/સહકારી બેંકો/માઈક્રો ફાયનાન્સ ઓર્ગેનાઈઝેશનને ભારત સરકાર અને રાજ્ય-સરકારના જુદા જુદા ધિરાણ યોજનાઓની વિગતો મેળવી લેવા જરૂરીયાતમંદ લોકો જુદા કરમુક્ત ધિરાણ અંતર્ગત લોન મેળવી શકે તે માટે સને 2023 મા બેંકોના અધિકારીઓ સાથે સંકલન કરી કુલ-28 લોન મેળા યોજી લોન મેળવવા માટે કુલ-123 લાભાર્થીઓની તેમજ સને-2024 મા કુલ-14 લોન મેળા યોજી લોન મેળવવા માટે કુલ-59 લાભાર્થીઓની અરજીઓ મળતા જુદી જુદી બેંકો દ્વારા વેપાર ધંધા, ખેતી, ગોલ્ડ, કાર, પશુપાલન, હાઉસીંગ તેમજ ગૃહ ઉદ્યોગ માટે પોલીસની મદદથી લોન અપાવવામા આવેલ છે.