રેલવે ડિવિઝનના કર્મચારીઓની અનોખી પહેલ
સમય અને પૈસાનો થશે બચાવ
રાજકોટ ડિવિઝનના રેલવે કર્મચારીઓ દ્વારા મુસાફરોને એટીવીએમ (ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન) અને યુ.ટી.એસ. એપનો ઉપયોગ કરવા પ્રેરિત કરવા ડિવિઝનના વિવિધ સ્ટેશનો પર નિયમિતપણે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહયું છે. હવે મુસાફરોએ અનરિઝર્વ્ડ (સામાન્ય) રેલવે ટિકિટ મેળવવા માટે લાઇન માં ઉભા રહેવાની જરૂર નથી. હવે મુસાફરો તેમની બિનઆરક્ષિત (સામાન્ય) ટિકિટ જાતે બુક કરીને સમય અને નાણાં બંને બચાવી શકે છે.
હવે મુસાફરો તેમના મોબાઈલ ફોન પર ઞઝજ એપ ડાઉનલોડ કરીને ઘરે બેઠા કોઈપણ સ્ટેશનથી કોઈપણ સ્ટેશનની અનરિઝર્વ્ડ (સામાન્ય) ટિકિટ બુક કરી શકે છે અથવા એટીવીએમ (ઓટોમેટિક ટિકિટ વેંડિંગ મશીન) દ્વારા કોઈપણ સ્ટેશનથી કોઈપણ સ્ટેશનની અનરિઝર્વ્ડ (સામાન્ય) ટિકિટ જાતે જ બુક કરી શકે છે. રાજકોટ જકોટ ડિવિઝનના ઓખા, દ્વારકા, જામનગર, હાપા, રાજકોટ, ભક્તિનગર, વાંકાનેર અને સુરેન્દ્રનગર સ્ટેશનો પર એટીવીએમ ની સુવિધા ઉપલબ્ધ છે. રેલવે એટીવીએમ અને યુટીએસ એપ દ્વારા ટિકિટ બુક કરાવવા માટે મુસાફરો પાસેથી કોઈ વધારાનો ચાર્જ વસૂલતી નથી. ઉપરોક્ત જણાવેલ સુવિધાઓ ના મુખ્ય ફાયદા નીચે મુજબ છે
યુટીએસ એપ
– તમે ઘરે બેસીને અથવા સ્ટેશનની ર0 કી.મી. ત્રિજયામાં રહીને તમારા પોતાના મોબાઇલ ફોન પર ટિકીટ બુક કરી શકો છો.
– યાત્રા, સિઝન અને પ્લેટફોર્મ ટિકીટની સુવિધા ઉપલબ્ધ છે
– ચુકવણી માટે યુપીઆઇ- ડેબિટ કાર્ડ – ક્રેડિટ કાર્ડ અને આર. વોલેટ સુવિધા ઉપલબ્ધ છે.
– છ-ઠફહહયિં રિચાર્જ પર 3 ટકા વધારાની બોનસ રકમ મેળવો.
– સ્ટેશન પર જવાની અને ટિકીટ બારી પર લાઇન લગાવવાની ઝંઝટ નહીં
– સમય અને પૈસા બન્ને બચાવો
– છુટ્ટા પૈસાની કોઇ સમસ્યા નહીં
– પેપરલેસ ટિકીટટિંગની સુવિધા ઉપલબ્ધ છે
– પર્યાવરણ માટે ફાયદાકારક
એટીવીએમ
– સ્ટેશન પર જઇને ત્યાં ઉપલબ્ધ ઓટોમેટિક ટિકીટ વિતરણ મશીન (એટીવીએમ) પરથી પોતાનો ટિકીટ બુક કરીને યાત્રા કરી શકો છો.
– યાત્રા, સિઝન અને પ્લેટ ફોર્મ ટિકીટની સુવિધા ઉપલબ્ધ
– ચુકવણી માટે યુ.પી.આઇ. કયુ.આર કોડ અને રેલવે સ્માર્ટ કાર્ડની સુવિધા ઉપલબ્ધ છે.ુ
– રેલવે સ્માર્ટ કાર્ડ રિચાર્જ પર 3 ટકા વધારાની બોનસ રકમ મેળવો
– ટિકીટ બારી પર લાઇન લગાવવાની ઝંઝટ નહીં.
– છુટ્ટા પૈાની કોઇ સમસ્યા નહીં.