પટેલ સેવા સમાજ કોપોરેશનના સહયોગથી આજરોજ સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે મહાવેકિસનેશન કેમ્પ આયોજિત કરાયો હતો. જેને ભવ્ય પ્રતિસાદ મળ્યો છે. જે અંતર્ગત આજે 60થી ઉ5રના તેમજ બીપી, ડાયાબીટીસ, હૃદયરોગથી પીડિત 540 જેટલા લોકોને કોરોનાની રસી અપાઇ હતી.
કોરોનાની મહામારીએ ફરી ફૂંફાડો માર્યો છે. ત્યારે સોશ્યલ ડિસ્ટન્સ, ભીડમાં જવાનું ટાળવું, સેનિટાઈઝેશનનો ઉપયોગ જેવા તકેદારીના પગલા સાથે વેકસીનેશન પણ અત્યંત આવશ્યક છે. વેકસીનેશન ભલે 100 ટકા ઈલાજ નથી પણ બચાવ ચોક્કસ છે.
વેકસીનેશન માટે લોકો જાગૃત બની રસીકરણ કરાવે તે જરૂરી છે. અમે જણાવી પટેલ સેવા સમાજ રાજકોટનાપ્રમુખ અરવિંદ પટેલ ફિલ્ડ માર્શલએ જણાવ્યુંં હતુ કે વેકસીનેશન માટે તંત્ર દ્વારા ભરપૂર પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે શિક્ષણ અને સામાજીક જરૂરીયાતો સાથે આરોગ્ય ક્ષેત્રે પણ નોંધપાત્ર સેવાકીય પ્રવૃત્તિ કરતા પટેલસેવા સમાજે પણ તંત્ર સાથે ખંભે ખંભા મિલાવીલોકોને રસીકરણ માટે જાગૃત કરી વેકસીન આપવા માટે સ્પીડવેલ પાર્ટી પ્લોટ, અંબિકા ટાઉનશીપ રોડ, રાજકોટ ખાતે નિ:શુલ્ક મહા વેકસીનેશન કેમ્પનું તમામ જ્ઞાતિ માટે આયોજન કરાયુ હતું.
કોરોનાને મ્હાત આપવા વેકિસન અતિ જરૂરી: મનીષભાઈ ચાંગેલા
આ તકે પટેલ સેવા સમાજ સંગઠન સમિતિના ચેરમેન અને રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી મનીષભાઈ ચાંગેલાએ કહ્યું હતું કે, રાજકોટ મનપા અને પટેલ સેવા સમાજ દ્વારા સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે વેકસીનેસન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધાર્યા કરતાં પર્સન વધુ લોકો ભાગ લઈ રહ્યા છે. કેમ્પ સર્વ સમાજ માટે રાખવામાં આવ્યો છે. જેના પ્રથમ દિવસે જ 540 લોકોએ ભાગ લીધો છે. જે જોઈને રાજકોટ મનપાના અધિકારીઓ પણ અચંબામાં મુકાઈ ગયા હતા. આ કેમ્પમાં રાજકોટ મનપાનો આરોગ્ય વિભાગ ખડેપગે જહેમત ઉઠાવી રહ્યું છે. આ કેમ્પમાં ટોકન સિસ્ટમ રાખવામાં આવી છે. લાભાર્થીઓ ટોકન લઈને આપવામાં આવેલા સમયે આવીને વેકસીન લઈ શકે છે. આ કેમ્પ સર્વ સમાજ માટે રાખવામાં આવ્યો છે. જેથી રાજકોટ શહેરના કોઈ પણ વ્યક્તિ રસી લઈ શકે છે. તેમણે કહ્યું હતું કે, આ કેમ્પ કુલ ત્રણ દિવસ સુધી ચાલનાર છે અને જનતાનો પ્રતિભાવ જોઈને જરૂર જણાયે કેમ્પનો સમય પણ વધારી દેવામાં આવશે. તેમણે વધુમાં જાહેર જનતાને રસી લઈને કોરોના સામે સુરક્ષિત થવા અપીલ કરી હતી.
સુરક્ષિત કોરોના વેકિસન થકી જ કોરોના સામે સુરક્ષા મેળવી શકાય : રમેશભાઈ ઘોડાસરા
પટેલ સેવા સમાજના કારોબારી સભ્ય રમેશભાઈ ઘોડાસરાએ કહ્યું હતું કે, કોરોનાની નવી લહેર ફફડાટ ફેલાવી રહી છે. ફરીવાર કોરોના લોકોને શિકાર બનાવી રહ્યું છે. ત્યારે કોરોના રસીકરણ અભિયાન થકી જ આ બીમારી સામે લડી શકાય છે. આ મહામારી સામે રક્ષણ મેળવવા માટે રસીકરણ જ એકમાત્ર ઉપાય છે ત્યારે અમે લોકોને રસી લઈને કોરોના સામે લડવા માટે અપીલ કરી રહ્યા છીએ. પટેલ સેવા સમાજ અને મનપાના સંયુક્ત ઉપક્રમે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોકો વેકસીન લઈ શકે છે. તેમણે ઉમેર્યું હતું કે, અગાઉ જ્યારે એન્ટીજન ટેસ્ટ સામે સવાલો ઉદ્દભવ્યા હતા ત્યારે પણ પટેલ સેવા સમાજ દ્વારા જાગૃતતા ફેલાવવા અનેકવિધ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. લોકોને એન્ટીજન ટેસ્ટ કરવા માટે પટેલ સેવા સમજે અપીલ કરી હતી. ત્યારે હાલ જ્યારે વેકસીનેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે વેકસીનની અસરકારકતા અંગે પણ ક્યારેક સવાલ ઉદ્ભવતા હોય છે ત્યારે અમે રસીની વિશ્વસનીયતા અંગે જાગૃતતા આપી લોકોને વેકસીન લેવા પ્રેરણા આપી રહ્યા છીએ. અહીં રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યો છે ત્યારે લોકો ખૂબ સારો પ્રતિસાદ આપી રહ્યા છે.