સિટી પ્રાંત-૨ કચેરીમાં ખાસ જમીન સંપાદન અધિકારીએ અરજદારોને સાંભળ્યા
રાજકોટ-અમદાવાદ હાઈવે પર નિર્માણ થનાર આંતરરાષ્ટ્રીય કક્ષાના હિરાસર એરપોર્ટ માટે સંપાદિત થયેલી ખાનગી જમીનોના વળતર તેમજ અન્ય બાબતોને લઈ આજથી રાજકોટ સિટી પ્રાંત-૨ કચેરી ખાતે ખાસ જમીન સંપાદન અધિકારી દ્વારા કેમ્પ યોજી ખેડુતોને સાંભળવાનું શ‚ કરવામાં આવ્યું છે.
જાણવા મળતી વિગતો મુજબ રાજકોટના નવા આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટ માટે અમદાવાદ હાઈવે પર હિરાસર નજીકની ૨૨૦૦ થી ૨૩૦૦ એકર જેટલી જમીન સંપાદિત કરી એરપોર્ટ નિર્માણકાર્ય શ‚ કરાયું છે. જેમાં પાંચ પરિવારોની ખાનગી જમીન પણ સંપાદન કરવામાં આવી હોય તેઓને વળતર ચૂકવવા લઈને આજે ખાસ જમીન સંપાદન અધિકારી ભારતીબા વાઘેલાએ કેમ્પ યોજી આ અરજદારો દ્વારા તેઓની સંપાદિત થયેલી જમીનના બદલામાં વધુમાં વધુ વળતર મળે તેવી માંગ કરી બદલામાં જમીન ફાળવવા માંગણી કરી હતી. ઉલ્લેખનીય છે કે , સરકાર દ્વારા એરપોર્ટ માટે ખાનગી માલીકીની જમીન સંપાદિત કરાઈ છે જેનું વળતર લાભાર્થીઓને ઓછું પડતું હોય આજના આ કેમ્પમાં પાંચેય કુટુંબોએ વધુમાં વધુ વળતર મળે તેવી રજુઆત કરી હતી.
વધુમાં ખાસ જમીન સંપાદન અધિકારી ભારતી બા વાઘેલાએ અરજદારોને સાંભળી તેઓની રજુઆત સરકારમાં પહોંચશે તેવી ખાતરી આપી હતી. આજના આ કેમ્પ દરમ્યાન તાલુકા પંચાયત પ્રમુખ ઘોઘુભા જાડેજા તેમજ એરપોર્ટ ઓથોરીટીના નોડલ અધિકારી તરીકે સિટી પ્રાંત ટુ અધિકારી પ્રજ્ઞેશ જાની પણ હાજર રહ્યા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com