જૂન માસ સમગ્ર વિશ્વ નેચર ફોટોગ્રાફી મહિના તરીકે ઉજવાય છે: આજે કેમેરા દિવસે તમારા જુના ફોટોની યાદોને વાગોળવાનો દિવસ છે:1825માં વિશ્ર્વનો પ્રથમ ફોટો ટેકનીકથી બન્યો જેમાં બારીમાંથી બહારનું દ્રશ્ય અંકિત થયું હતુ
પ્રથમ કોડાક કંપનીના રોલ 1888માં વેચાણમાં આવ્યા: 1936માં કેનન કંપનીના 35 મીમી રેન્જ ફાઈન્ડર સાથે બહાર પડયો: 1948માં સંપૂર્ણ પણે નવા કેમેરા બજારમાં આવ્યા, ટીએસએલઆર અને એસએલઆર અને 1989માં ફયુજી દ્વારા ડીએસએકસ અને 1991માં ડીસીએસ 100 માર્કેટમાં આવ્યો હતો: 2010 સુધીમાં લગભગ તમામ મોબાઈલમાં 1-2 મેગા પિકસેલ ડિજિટલ વીડિયો કેમેરા ઈન બિલ્ડ આવ્યા
માનવીના સારા પ્રસંગોની મધુર યાદોને કેમેરામાં કંડારવાની કલા અને શોખ છેલ્લા આઠ દાયકાથી ચાલતો અાંવ્યો છે 1825માં કેમેરા અને તેની પ્રારંભીક ટેકનીક દ્વારા ઘરની બારીમાંથી બહાર દ્રશ્ય કેદ કર્યું હતુ. કેમેરાનો ઈતિહાસ પ્રારંભીક મૂળથી લઈને અત્યારના આધુનિક ડિજિટલ ફોટોગ્રાફી સુધી કેમેરા અને ફોટોગ્રાફી વિકસિત થઈ છે. આ ચાલુ માસ વૈશ્ર્વિકસ્તરે નેચર ફોટોગ્રાફીનો મહિનો ઉજવાય છે. આજે વિશ્ર્વ કેમેરાદિવસ છે ત્યારે તેના ઈતિહાસની વાતો જાણવી જરૂરી છે. કેમેરાનાં રોલ કોડાક કંપનીનાં 1888માં વેચાણમાં આવ્યા, 1936માં કેનન કંપનીનો 35 મીમી રેન્જ ફાઈન્ડર કેમેરો આવ્યો હતો. 1948માં દેશ આઝાદ થટો ત્યારે સમગ્ર વિશ્ર્વમાં સંપૂર્ણ વિકસિત કેમેરા બજારમાં આવ્યા હતા. આજના પ્રવર્તમાન યુગમાં મોબાઈલમાં ઈન-બિલ્ડ આવતા કેમેરાનો ઉદય 2010માં 1-2 મેગા પિકસેલ ડિજિટલ વિડિયો કેમેરાથી પ્રારંભ થયો હતો.
આપણો ફોટો અનેક યાદો સાથે જોડાયેલો હોય છે. અગાઉના કે જુના જમાનામાં બ્લેક એન્ડ વ્હાઈટ ફોટાનો યુગ હતો, ફિલ્મો પણ બ્લેક એન્ડ વ્હાઈટ આવતી હતી, પણ 1960 પછી કલર ફુલફિલ્મોનાં યુગ સાથે કલર ફોટોગ્રાફીનો યુગ આપણાં દેશમાં ચલણમાં આવ્યો હતો. પ્રારંભે રોલવાળા કેમેરા આવતા હતા ને તેને લેબોરેટરીમાં ધોવા પડતો હતો. એક જમાનામાં કેમેરો એક સ્ટેટસ ગણાતું હતુ બદલાતા યુગ સાથે કેમેરાની દુનિયા બદલાતી ગઈ હતી.
આજે તો મોબાઈલમાં સુપર કેમેરા આવી જતા અને વિડીયોની સુવિધા સાથે હોવાથી લોકો પરિવારના નાના મોટા પ્રસંગો એ ફોટા પાડતા હોય છે. ફોટોગ્રાફીએક કલા છે, સુઝ-બુઝથી પાડેલા ફોટા જીવનનું કાયમી સંભારણું બની જાય છે. આજના યુગમાં તો મોબાઈલ માધ્યમથી પાડેલા વિવિધ ફોટામાં સોશિયલ મિડિયામાં અપલોડ કરવાનો જબ્બર ક્રેઝ છે. યુવાવર્ગને એવું ઘેલુ લાગ્યું છેકે સેલ્ફી ઝોન નિર્માણ થઈ ગયા.
ગત્ 15 જૂને વૈશ્ર્વિક સ્તરે નેચર ફોટોગ્રાફી દિવસ ઉજવાયો હતો. પ્રકૃતિ પ્રેમીઓ અને ફોટોગ્રાફીનો શોખ ધરાવતા લોકોને ઈનડોર કરતાં આઉટ ડોર ફોટોગ્રાફીમાં વધુ રસ પડે છે. કુદરતનાં અફાટ સૌદર્ય સાથેની સુંદર ક્ષણોને કેમેરામાં કેદ કરવાનો અનોખો આનંદ હોય છે. આજે ઘણી બધી એપમાં બ્રેકગ્રાઉન્ડ ચેઈન્જ કરી શકે છો, પણ રીયલ ડેસ્ટીનેશન પર તે સ્થળ સાથે તમારી હાજરીનો આનંદ કંઈક અલગ જ હોય છે. અવિસ્મરણીયો ક્ષણો સાથે પરિવાર-મિત્ર વર્તુળનું ગૃપહોય, પછી સ્થળ સાથેની સુંદરતા કેપ્ચર કરવાનો આનંદ કંઈક ઔરજ હોય છે.
અન્ય જીવન, જંગલો, વૃક્ષ, પ્રાણીઓ, સરોવર કે દરિયાનો કિનારો હોય તો સૂર્યોદય અને સૂર્યાસ્તની સુંદર ક્ષણને આપણાં કેમેરામાંજ ાતે કેદ કરવાની મઝા-આનંદ જ આપણને પ્રકૃતિ સાથે જોડી દે છે. એક ફોટોભાવી પેઢી માટે તેને સાચવવાની પ્રેરણા આપે છે. લગ્નનો આલ્બમ જોતા હોય ત્યારે ફરી એ પ્રસંગ આપણા માનસ પટ્ટપર છવાઈ જાય છે, આ શોખને કેળવવા તમારા ગામ કે શહેરનાં વિવિધ સ્થળોની મુલાકાત, ગાર્ડનમાં, પક્ષી દર્શન, તળાવ-નદી કેસમુદ્રની મુલાકાત લેવી જ પડે છે.
નેચર ફોટોગ્રાફીએ આનંદનો ઉત્સાહ છે અને તેને માટે કેમેરા દિવસ, ફોટોગ્રાફર પ્રસંશા મનિો, રાષ્ટ્રીય 3ડી દિવસ, વિશ્ર્વકલા દિવસ અને રાષ્ટ્રીય ફોટોગ્રાફી મહિનો જેવા દિવસોની ઉજવણી થાય છે. ફોટોગ્રાફીનો શોખ એક કલા છે, થોડી સમજ અને આવડત, ચિવટ તમને શ્રેષ્ઠ ફોટોગ્રાફર બજાવી શકે છે. પ્રાકૃતિક વિશ્ર્વ ખૂબજ ભવ્ય સૌદર્ય અને અજાયબીઓથી ભરેલૂું છે. પ્રકૃતિના આકર્ષક દ્રશ્યો જોઈને મનપ્રફુલ્લીત થઈ જાય છે.
કુદરતની દુનિયાસાથે આપણું અસ્તિત્વ જોડાયેલું છે. એટલે જ આપણે તે સ્થળે આપણો ફોટો પાડીએ છીએ. પહેલાતો ઓછીસગવડ હતી તો પણ મેળામાં કેજયાં તક મળતી ત્યાં ગ્રુપ ફોટો ફેમીલીનો પાડતા હતા આજે લોકો જયાં ફરવા જાય ત્યાં પોતે પોતાની તસ્વીર અવશય ખેંચે છે. જેનું કારણ માત્ર એક યાદગીરી જ છે. જેને ભવિષ્યમાં ગમે ત્યારે જોઈને વાગોળી શકે છે.ફુલ કે પ્રાણીઓનાં કુદરતી વાતાવરણમાં લેવાના ફોટામાં આપણને આનંદ આવે છે. કેમેરાની આંખ કુદરતી પ્રકૃતિને તેની સુંદરતાને કેદ કરવા સક્ષમ છે. 1994થી નેચર ફોટોગ્રાફી દિવસ ઉજવાય છે. સમગ્ર વર્ષ દરમ્યાન તેની વિવિધ સ્પર્ધા પણ યોજાય છે.
આજે કોમ્પ્યુટર યુગમાં પાડેલ તસ્વીરમાં તમે ઘણા ફેરફારો ફોટોશોપ માધ્યમથી કરી શકો છો. પ્રકૃતિની પ્રશંસા કરવાનું પ્રથમ પગથીયુંજ ફોટોગ્રાફી છે. આજે તો દરરોજ નવી નવી ટેકનોલોજીને કેમેરા આવતા ખૂબજ વિકસીત આ ક્ષેત્ર થયું છે. ડ્રોન કેમેરાના માધ્યમથી ઉંચાઈથી પણ તમે સુંદર તસ્વીર ઝડપી શકો છો. અખબારોમાં છપાતી તસ્વીર ઘણુ બધુ કહી જાય કેનાના મોટા પ્રશ્ર્નોનું સમાધાન કરવામં પણ મદદરૂપ થાય છે. નેચર ફોટોગ્રાફી એક સુંદર કલા છે. અને તે આપણને વિશ્ર્વ સાથે જોડી રાખે છે. આજે તો પ્રોફેશનલ ફોટોગ્રાફર પોતાના વ્યવસાય થકી સારી કમાણી કરી શકે છે. 1816માં નિપેને પ્રથમ સફળ ફોટોગ્રાફ લેવા પોતે બનાવેલ ખુબ નાના કેમેરા અને સિલ્વર કલોરાઈડથી કોટેડ કાગળના ટુકડાનો ઉપયોગ કરે હતો.