દેશ વિદેશમાં કોરોનાને લીધે લોકડાઉન અને ઉત્પાદન બંધ છે ત્યારે કેટલીક કંપનીઓ આવા નવરાશના સમયે અવનવા પ્રયોગો કાર્યો કરે છે. બ્રિટનથી જાણીતીકાર કંપની રોલ્સ રોમસે પોતાના ૨.૫ લાખ કર્મચારીઓને મધના ઉત્પાદન માટે કામે લગાડીયા છે. ભારત અને આખા વિશ્ર્વમાં કોરોનાનો કહેર છે અને કેટલાક દેશોમાં લોકડાઉન સહિતના પગલા લેવાઇ રહ્યા છે ફેકટરીઓમાં ઉત્પાદન બંધ છે. રોલ્સ રોયસ  ફેકટરીમાં પણ કારનું ઉત્પાદન બંધ છે. આ સમયે કર્મચારીઓ પાસેથી કામ લેવા કંપનીઓ અવનવા પ્રયોગો  કાર્યો હાથ ધરે છે. બ્રિટનની જાણીતી કાર કંપની રોલ્ડ રોયસે પોતાના કર્મચારીઓને મધમાખીના ઉત્પાદનમાં કામે લગાડવા છે.

કેટલીય ઓટો મોબાઇલ કં૫નીઓ પોતાના ઉત્પાદનના બદલે જીવન જરૂરી ચીજવસ્તુઓ, પર્સનલ પ્રોટેકશન ઇકવીટમેન્ટ (પીપીઇ) જેવા કોરોના સામેનો જંગમાં આવશ્યક સાધનો બનાવવાની કામગીરી હાથ ધરી છે.  રોલ્સ રોયસે પોતાના મધમાખીથી ઉછેર કેન્દ્રોમાં કર્મચારીઓને મધ ઉત્પાદન માટે કામે લગાડી દીધા છે. કંપનીને આ બાબતે ગત વર્ષ કરતા વધારે મધ ઉત્પાદન થવાની આશા છે.

રોલ્સ રોયસમોટર કારના વૈશ્ર્વિક ડિરેકટર રિચાર્ડ કાર્ટરે જણાવ્યું હતું કે બ્રિટનમાં ગુડવૂડ ખાતે પર્યાવરણ જાળવી રાખીને નિર્માણ કરવો સૌથી મોટો પ્લાન્ટ છે. ગુડવૂડ માટે ટકી શકે તેવી ઇમારતો છે, થર્મલ તળાવ, વરસાદી પાણી સંગ્રહની અદ્યતન સુવિધા અને કેટલાય પ્રાણી પક્ષીઓનો વસવાટ ધરાવે છે. અહીં અમે પર્યાવરણ જાળવણી માટે પ્રયાસો કરીએ છીએ અમે બ્રિટનમાં મધ માખીના ઉછેશ વૃઘ્ધિ માટે પ્રયત્નો પણ કરીએ છીએ. રોલ્ડ રોયસની જમીનમાં પાંચ લાખ વૃક્ષો છે અને ૪ર એકર જમીનમાં ફૂલોનો બગીચો છે., ર૦૧૭માં ગુડવૂડ મધમાખી ઉછેર કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા હતા. આ છ મધમાખી ઉછેર કેન્દ્રોને કંપનીની લોકપ્રિય કારના નામ ફેન્ટસ, ધોષ્ટ, ડોન, કલીનન અને સ્પિરિટ ઓફ ઇકરસીના નામ અપાયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.