શહેરમાં ર6મીથી નવરાત્રી મહોત્સવનો સતત નવ દિવસ પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે માની આરાધના માટે ‘ગરબા’ બજારોમાં આવી ગયા છે. ગરબો શબ્દ મૂળ સંસ્કૃત ભાષાના ‘ગર્ભદીપ’ પરથી આવેલો છે.
ગરબાની અંદર દીવો હોય જેમાં દીવો પ્રગટાવાય છે, કાણાવાળો માટીનો કે ઘાતુનો નાનો ગરબો વિવિધ સુશોભન સાથે આજના યુગમાં જોવા મળે છે.
દરેક પરિવારો પોતાના ઘરે સ્થાપન કરી સતત નવદિવસ દીપ પ્રાગટય કરીને પુજન અર્ચન આરાધના કરે છે