અમેરિકામાં વર્ષ 2017માં પ્રેસિડન્ટ પદની ચૂંટણી દરમિયાન 5 કરોડ ફેસબુક યૂઝર્સના પ્રાઇવેટ ડેટા ચોરી કરનારી કંપની કેમ્બ્રિજ એનાલિટિકાના સીઇઓ એલેક્ઝાન્ડર નિક્સને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ પહેલાં ફેસબુકે પણ ટ્રમ્પને પ્રેસિડન્ટ ચૂંટણીમાં જીતમાં કથિત મદદ કરવાના આરોપમાં કેમ્બ્રિજ એનાલિટિકલને સસ્પેન્ડ કર્યા હતા.
શું છે કેમ્બ્રિજ એનાલિટિકા ???
કેમ્બ્રિજ એનાલિટિકા એક પ્રાઇવેટ કંપની છે, જે ડેટા માઇનિંગ અને ડેટા એનાલિસિસનું કામ કરે છે. તેના સહારે બ્રિટનના લંડનની આ કંપની ચૂંટણી રણનીતિ તૈયાર કરાવમાં રાજકીય પાર્ટીઓની મદદ કરે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com