ઘટનાસ્થળના ચોંકાવનારા ફૂટેજમાં લોકો આગથી બચવા માટે પાંચમા માળેથી કૂદીને નીચે જમીન પર પડતાં દેખાયા

કંબોડિયામાં એક હોટલમાં લાગેલી આગમાં 10 લોકોના મોત થયા છે. આ આગ કેસિનોમાં લાગી હતી જેમાં 30 લોકો ઘાયલ પણ થયા હતા. ઘટનાસ્થળના ચોંકાવનારા ફૂટેજમાં લોકો આગથી બચવા માટે પાંચમા માળેથી કૂદીને નીચે જમીન પર પડતાં દેખાયા હતા.

કંબોડિયામાં એક હોટલમાં લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે અને 30 લોકો ઘાયલ થયા છે. પોઈપેટની ગ્રાન્ડ ડાયમંડ સિટી હોટલમાં લગભગ 50 લોકો ફસાયેલા હોવાના અહેવાલ છે. કારણ કે આગ કેટલાંક કલાકો સુધી ભડકી રહી હતી. ઘટનાસ્થળના ચોંકાવનારા ફૂટેજમાં લોકો આગથી બચવા માટે પાંચમા માળેથી કૂદીને નીચે જમીન પર પડતાં દેખાયા હતા.

આ ઘટના બાદ ઘણા લોકો ગુમ થઈ ગયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર લગભગ 70 ટકા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. ફાયર બ્રિગેડની ગાડીઓ સ્થળ પર હાજર છે. આગને કારણે હોટલને વ્યાપક નુકસાન થયું છે, જ્યારે ફાયર બ્રિગેડ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે અત્યાર સુધીમાં 70 ટકા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. હોટલમાં આગની આ ઘટના મધ્યરાત્રિની આસપાસ શરૂ થઈ હતી, જે પછી ભડકેલી આગએ બિલ્ડિંગના મોટા ભાગને લપેટમાં લીધો હતો. સ્થાનિક સમય અનુસાર સવારે 8:30 વાગ્યા સુધી (ભારતીય સમય મુજબ 1:30) કુલ 53 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.

આગને કાબૂમાં લેવા માટે અનેક નાગરિકો સ્વયંસેવક તરીકે પણ જોડાયા હતા. સોશિયલ મીડિયા પર ચાલી રહેલા સમાચાર મુજબ હોટલ અને કેસિનો કોમ્પ્લેક્સમાં લાગેલી આગ લગભગ છ કલાક સુધી બેકાબૂ રહી હતી. એક વીડિયો ક્લિપમાં છતનો મોટો હિસ્સો હજુ પણ સળગતો દેખાઈ રહ્યો છે. હોટલના અન્ય ભાગો બળી ગયેલા દેખાયા હતા. આગની ઘટના વચ્ચે કેસિનોના કર્મચારીઓ ભાગી છૂટ્યા હતા, બહાર હાજર લોકોએ તેમને નીચે ઉતારવામાં મદદ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.